________________
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧૧ મું]. પ્રકરણ ૧૧ મું
૧. સુરી નારાય.
૫. “પ્રજાને માલ પ્રજાને પાછા આપો.” ૨. સાપત્ન બંધને સંચામ
૧. ઔરંગઝેબને ઉકળાટ ૩. • ભલે વિરોધી, પણ મારે એ ભાઈ છે.’ | ૭. માનખેડમાં મુગલોને મા૨, ૪ પીપાબાઈએ દીપક પ્રગટા.
| ૮. આદિલશાહી ઉપર આફત,
राजनाशाय.
ટચ કેજી રાજ તંજાવર પહોંચ્યા અને શિવાજી મહારાજે કહેલી હકીકત પોતાના સલાહકારોને જણાવી.
વ્યંકાજીના નવા માનીતા સલાહકારો તે એને ઉશ્કેરીને શિવાજી મહારાજની સામે જ રાખતાં. એના આવા સલાહકારોએ એક યુક્તિ બતાવી કે આ વખતે આદિલશાહીની કુમક માગવી અને એ કમક આપશે એટલે ધાર્યું કામ પાર પડશે. આ સલાહ લંકેજને ગળે ઉતરી.બીજી આદીલશાહી સરદારો શિવાજીના કટ્ટા વિરોધી છે એ બૅકેજી જાણતે હતો એટલે એને તે લાગ્યું કે શિવાજીની સામે થવાની આ તક આદિલશાહી જવા દેશે નહિ એટલે બૅકેજી રાજાએ બિજાપુર સુલતાનને લખી મેકહ્યું કે શિવાજી રાજા અમારા પિતાની સંપત્તિમાંથી મારી પાસેથી અરધે ભાગ માગે છે. મારા ઉપર એ ભારે દબાણ આ સંબંધમાં કરી રહ્યા છે. અમારા પિતાશ્રીએ આદિલશાહીની સેવા ઈમાનદારીથી કરીને આ સંપત્તિ સંપાદન કરી છે. એમની પછી સલ્તનતની સેવા એવીજ ઇમાનદારી અને વફાદારીથી મેં કરી છે. મારી આ વફાદારી આપ જાણે છે. આ સંપત્તિ મારી પાસે રહે એજ સલ્તનતના હિતમાં છે. શિવાજી મહારાજ મારા ઉપર અનેક પ્રકારનાં દબાણ ચલાવીને મને હેરાન કરી રહ્યા છે. એ આ સલ્તનતના કટ્ટા દુશ્મન છે અને હું આદિલશાહીને વફાદાર સરદાર છું. મારા ઉપર એમણે કરડી નજર કરી છે. એમના માગ્યાં મુજબ હું પિતાએ સંપાદન કરેલી સંપત્તિને અરધે ભાગ નથી આપતા તેથી અમારી વચ્ચે કડવાશ થઈ છે. સલ્તનતના વિરોધીને હું મારો વિરોધી માનું છું. સલ્તનતની કુમક મને મળશે એ હિંમત ઉપર તે મેં હજુ સુધી ખેંચી પકડયું છે. આવા સંજોગોમાં મારે શું કરવું તે જણાવવા મહેરબાની કરશો. ” વગેરે મતલબનો પત્ર લખી બંકાજી રાજાએ ખાસ સવાર સાથે તાકીદે બિજાપુર રવાના કર્યો. લંકેજી અને એના સલાહ આપનારાઓ તે ખાતરીથી માનતા હતા કે બિજાપુર ને શિવાજી રાજા વચ્ચે ભારે દુશમનાવટ અને વેર છે એટલે શિવાજી રાજા સામે માથું ઊંચકનારને ઉત્તેજન આપશે એટલું જ નહિ પરંતુ શિવાજીની સાથે અથડામણ આવવાની છે એટલે એ મદદ આપવા પણ તૈયાર થશે. આદિ લશાહી દરબારના સરદારેમાંના ઘણુ ખરા તે શિવાજી રાજાના કટ્ટા દુશ્મન હતા અને શિવાજીને સામને કરવાને પ્રશ્ન આવશે એટલે બહુ સહેલાઈથી મદદ આપવા તૈયાર થઈ જશે. આદિલશાહી દરબાર તરફથી બહુ ઉત્તેજન આપનારો જવાબ આવશે એવી વ્યંકાછની ખાતરી હતી અને આ પ્રકારની ખાતરી હતી માટે જ એ મદદ માટે આદિલશાહી દરબારમાં દોડ્યો હતો. આદિલશાહી દરબારમાં શિવાજી રાજાના બધા વિરોધીઓ હતા, એ માન્યતા બૅકેજીની તદ્દન સાચી હતી પણ દરબારના સરદારોએ રાજદ્વારી કુનેહ ખાઈ ન હતી. પિતાની કુમકથી સલ્તનતને કેટલો લાભ કે નુકસાન થશે તેને પૂરેપર વિચાર કર્યા સિવાય અથવા અટકળ બાંધ્યા સિવાય શિવાજી રાજ સલ્તનતને દુશ્મન છે માટે એની વિરુદ્ધમાં ગમે તે માણસને મદદ કરી બળતામાં ઘી હોમી સલ્તનતને આંચ આવે એવી જ્વાળાઓ પ્રગટાવવા તૈયાર થાય એવા આદિલશાહી દરબારના મુત્સદ્દીઓ કુનેહ વગરના થયા ન હતા. બંછ અને એના માનીતા નવા ખુશામતખોર સાથીઓને ખબર ન હતી કે શિવાજીના નામથી આદિલશાહી થરથર ધ્રૂજી રહી હતી. શિવાજી મહારાજ જેવા પ્રભાવશાળી અને બળાઆ સિંહને કોઈપણ કારણસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com