________________
૫૮૮
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧૦ મું
બીજુ કાંઈ ન જોઈએ. આવી વ્યવસ્થા હોય અને મારો ભાગ એની પાસે રહેશે તે એ ક્યાં જવા છે? ઘરમાં જ રહેવાનો છે ને! આવા સંજોગોમાં એની સાન ઠેકાણે લાવવા માટે સખત થવું જ જોઈ એ. પેટમાં પિતાનો પ્રેમ રાખીને એના ભલા માટે, એને સુધારવા માટે મારે પાષાણુહૃદયી થવું પડે છે. એની ઈજત એ કુટુંબની ઈજત છે. આ સ્થિતિમાં મારે સખત રહેવું જ જોઈએ.’ વગેરે વગેરે વિચારો મહારાજના મનમાં આવ્યા જ કરતા હતા. બૅકેજી રાજાને ખાનગીમાં કહેવાય તેટલું મહારાજે કહ્યું પણ એના ઉપર અસર થઈ નહિ એટલે મહારાજે ઘણી કેરા એમને. એમની સાથે આવેલા એમના કારભારીઓ અને મુત્સદ્દીઓની રૂબરૂમાં પણ સમજાવ્યું. એની આગળ બધી જાતની દલીલથી વાત કરી પણું એ બધું અરણ્યરુદન હતું. વૅકેજ બધું મુગે મોઢે સાંભળી લે. મહારાજે જીભના કુચા કર્યા, દિલ ખોલીને એના મનમાં શું છે, એને વિચાર શો છે તે જણાવવા મહારાજે એને અનેક ફેરા સમજાવીને કહ્યું પણ એ તો એકનો બે ન થાય. આખરે મહારાજ કંટાળ્યા અને વ્યંકાજી પણ મહારાજની ચાલણીમાંથી છટકવાનો વિચાર કરી રહ્યો છે એવી મહારાજને ખબર મળવાથી મહારાજે બૅકેજી રાજાને એની ઈચ્છા હોય ત્યારે પાછા જવાની રજા આપી, વ્યંકાએ પાછા જવાની પિતાની ઈચ્છા દર્શાવી એટલે મહારાજે પોતાના નાના ભાઈને મિજબાની આપી, કીમતી પોશાક આપે, અલંકાર અને બીજી ઘણી ચીજોની ભેટ કરી. મેટા ભાઈને શોભે એવી રીતે નાના ભાઈને વિદાય આપી. બૅકેજીની સાથે જે લેકે આવ્યા હતા તેમને મહારાજે બહુ ઉદાર હાથે બક્ષિસે આપી રાજી કર્યા.
બૅકેજી રાજાના મન ઉપર શિવાજી મહારાજના શબ્દોની બીલકુલ અસર થઈ નહિ. સાથેના માણસે, કારભારીઓ અને મુત્સદ્દીઓએ પણ એને સમજાવ્યા છતાં એણે કોઈનું માન્યું નહિ. એને તે ખુશામતી અને સ્વાર્થ સાધુ મુસલમાન સાથીઓની પડી હતી એટલે એને ગળે કાઈની વાત ઉતરતી જ નહિ. મહારાજને લાગ્યું કે બંનેને સમજાવવામાં બાકી નથી રાખી. એને જે કંઈ કહ્યું છે તેના ઉપર ઘેર જઈને એ શાન્ત ચિત્તે વિચાર કરશે. એના સલાહકારોને એ આ બાબતમાં પૂછશે અને એનું ખરું હિત શેમાં છે તે એને દેખાશે. એના માણસે, સલાહકાર અને મુત્સદ્દીઓ એને સમજાવીને સીધે રસ્તે દોરશે અને એ રીતે એની સાન ઠેકાણે આવશે. શિવાજી મહારાજે ચંદે રાજાને મોભો બરાબર જાળવ્યો હતો. મહારાજના સગા તરીકે જ એને માન આપી એને બોબસ્ત કરવામાં આવ્યો હતો. એ જ્યારે તંજાવર જવા નીકળ્યો ત્યારે મહારાજે એને પહોંચાડવા માટે પિતાના અમલદારે બહિરરાવ માહિતે, રૂપાજી ભેંસલે, માનસિંહ મેરે અને આપા રંગનાથ કેળકરને મોકલ્યા હતા. આ અમલદારો તંજાવર સધી લંકેજી રાજા સાથે રહ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી બૅકેજી રાજાએ આ અમલદારને બક્ષિસોથી નવાજ્યા અને એમને પાછા જવાની રજા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com