________________
૫૮૩
પારણું ૧૦ ]
છે. શિવાજી ચરિત્ર અંધારામાં તિરવાડીના કિલ્લામાંથી બહાર નીકળ્યો અને તિવેનાપટ્ટમને રસ્તે લીધે. મરાઠાઓએ લેદી ઉપર સખત જાતે રાખ્યો હતો. લેદીને થોડા લશ્કર સાથે મરાઠાઓએ નાસી જતાં જે એટલે મરાઠાઓએ તેની પૂઠ પકડી. લેદી નાસતે નાસત અકાલ નાયકના જંગલમાં ભરાયે. મરાઠાઓએ એને એ જંગલમાંજ પકડી પાડ્યો. બંને લશ્કર વચ્ચે આ ઘાડા અરણ્યમાં ખૂનખાર લડાઈ થઈ. બંનેએ માથાં કેરે મૂકીને લડાઈ કરી. આખરે મરાઠાઓ આ લડાઈમાં જીત્યા અને આદિલશાહી લશ્કરની હાર થઈ. શેરખાન સમરાંગણમાંથી નાઠે અને નાગીરપટ્ટણના કિલ્લામાં ભરાયે. આ લડાઈમાં મરાઠાઓને ૫૦૦ ઘેડા, ૨૦ ઊંટ, ૨ હાથી, સંખ્યાબંધ બળદો, તંબુ, ડેરા, રાવટી વગેરે યુદ્ધોપયોગી સામાન હાથ લાગ્યો.
બાલડોલ અને તિવેનાપટ્ટણ કિલા મરાઠાઓને મળ્યા.
રવાડી કિલ્લામાંથી શમશેરખાન લેદીના નાઠા પછી તેના સસરાએ કિલો થોડા દિવસ સુધી લડાવ્યો. શિવાજી મહારાજ પણ આ કિલ્લા આગળ આવી પહોંચ્યા. એમણે કિલ્લાની સ્થિતિ જોઈ. મરાઠાઓના લશ્કરને મોટે ભાગે ત્યાં રોકાઈ રહે એ નુકસાનકારક હતું એટલે મહારાજે લશ્કરની એક ટુકડી એક વિશ્વાસપાત્ર સરદારને હવાલે કરી કિલ્લે સર કરવાનું કામ તેને માથે નાખ્યું. બાકીનું લશ્કર લઈ મહારાજ બોનાગીરપટ્ટમ ખાતે આવ્યા અને એ ગાળાના આજુબાજુના કિલ્લાઓ કબજે કરવાના પ્રયત્નો કર્યા અને મરાઠાઓએ તા. ૩૦ જુન સુધીમાં બાલડૌલતિવેનાપટ્ટમ અને બીજા કિલ્લાઓ સર કર્યા. મરાઠાઓનું લશ્કર ચારે તરફ વિજય પામતું જોઈ શેરખાન લેદીએ શિવાજી મહારાજ સાથે સુલેહના સંદેશા શરૂ કર્યા. ૨૦ હજાર હેનને દંડ આપીને શેરખાને એ પ્રાન્તમાંથી ચાલ્યા જવું એમ નક્કી થયું અને ૨૦ હજાર હનની પતાવટ થતાં સુધી શેરખાને પોતાના દિકરાને મરાઠાઓના કબજામાં આપ્યો અને મહારાજે શેરખાનને કિલામાંથી સહીસલામત જવા દેવાના હુકમે છોડ્યા અને ગાંડલુર તરફની એની જાગીર એને પાછી આપવા મહારાજે કબુલ્યું.
કેલેરૂનને કાંઠે મહારાજની છાવણ.
શેરખાન લોદીની સાથે બધું પતાવી શિવાજી મહારાજે જુલાઈને પહેલા પખવાડિયામાં કેલેરૂન નદીને કાંઠે છાવણી નાંખી. આ છાવણીથી દક્ષિણ દિશાએ ૧૦ માઈલ દૂર તંજાવરની હદ હતી. અહીં મુકામ રાખીને મહારાજ તંજાવર અને બૅકેજી રાજા ભેસલેને શે રસ્તો ઉતારવો તેનો વિચાર કરતા હતા. આ મુકામે મહારાજને મળવા માટે ઘણું સંસ્થાનિકના વકીલ, પ્રતિનિધિઓ અને સરદાર આવતા હતા. આ વખતે મદુરા જાહોજલાલીમાં હતું. મદુરામાં ચોકન્નાથ નાયક આ વખતે રાજ્ય કરતા હતા. આ નાયકે પણ પિતાને વકીલ શિવાજી મહારાજ પાસે મોકલ્યો હતો અને મહેસરવાળાઓ અને વ્યંકાજી એમનો મુલક પચાવી પડ્યા છે તે એમને પાછો અપાવવાની વિનંતિ ગુજારી હતી. મહારાજે આ કામને માટે એ વકીલ પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. મહારાજ અને આ વકીલની મુલાકાત દરમિયાન મદુરાના નાયક પાસેથી ખંડણું લેવાને સવાલ પણ વકીલ સાથે ચર્ચાયો. એ સંબંધી વાતચીત ચાલુ જ હતી. આ ચર્ચાને અંત આ મુલાકાતમાં ન આવ્યો એટલે મહારાજે રઘુનાથ હણમતને મદુરાના વકીલની સાથે મદુરાના નાયક પાસેથી લેવાની ખંડણીના સંબંધમાં ચર્ચા કરી નક્કી કરવા માટે ચેન્નાથ પાસે મોકલ્યો. રઘુનાથપંતે નાયકને સમજાવ્યા અને દર વરસે ૬ લાખ હેનની ખંડણી મદુરાના નાયક પાસે કબુલ કરાવી. આ ૬ લાખ હેન પૈકી દેઢ લાખ હેન રઘુનાથપંત પિતાની સાથે રોકડા લઈ આવ્યા.
સુલતાન તાનાશાહની સાથે થયેલા કરાર પ્રમાણે કર્ણાટકની આ ચડાઈ શિવાજી મહારાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com