________________
૫૨
૭. શિવાજી ચરિત્ર
6
[ પ્રકરણ ૧૦ મું જીતાયા છે, એના સંકજામાં ન આવનારાએ વીરલા જ જડી આવે. ખુશામતના પ્રભાવ અજબ હૈય છે. એની સામે ટકવાની બિચારા શેરખાન લેાદીની શક્તિ ન હતી. એના હાથ નીચેના અમલદારે એ અને કેટલાક સ્વાર્થીઓએ એને વશ કર્યાં. શિવાજી લશ્કર લઈને નજીક આવી પહેોંચ્યા છે. એવી ખબર શેરખાનને મળી. એના મંત્રીમંડળને પશુ શિવાજી મહારાજ આવે છે એની ખબર મળી. દુશ્મનને પાછા કાઢવા માટે તૈયારી કરવાની મૂકી દઈ શેરખાનના મંત્રીએ, અમલદારે, છોકરાઓ, સ્નેહીઓ અને બીજા સગાં શેરખાનના શૌયના, એની કુનેહના, એના સમરકૌશલ્યના અને એના સુત્સદ્દીપણાના ઢાલ ફૂટવા મડી પડ્યા. ‘ શેરખાન સરદાર તા બહુ બળવાન છે. એમની સામે જોવાની કાની તાકાઃ ? ' · દુશ્મન ખળ જાણ્યા વગર આવશે અને ભેાંઠે પડીને જશે' ‘ આપણા સરદાર સાહેબના લશ્કર આગળ ટકી શકવાનું નથી. ' ‘શેરખાન સાહેબના સપાટાના સ્વાદ હજી શિવાજીએ નથી ચાપ્યો એટલે આવે છે, પણુ થડા થઈ ને પાછો જશે. ’ ‘ શિવાજી આપણા સાહેબના શા હિસાબમાં. એતા જોતજોતામાં હારી જશે અને મરાઠાઓને તે બાંય ભારે પડશે.' વગેરે કહીતે શેરખાનને સાતમે આકાશે ચડાવ્યા. પેાતાનું બળ હેાય તેના કરતાં ૧૦ ગણું વધારે ધારવું અને દુશ્મનના બળને હાય તેના કરતાં ઓછું આંકવું એ રીત માણુસને ખાડામાં પાડ્યા વગર નથી રહેતી. શેરખાનલેાદી પાસે એક ફ્રેંચ હતા. એણે શિવાજી મહારાજના ખળ સંબંધી સહેજ ઈસારા લાદી આગળ કરતાં કહ્યું હતું કે ‘શિવાજી રાજા બહુ બળવાન છે. કુનેહ અને યુક્તિથી એની શક્તિ મેવડાઈ છે. એની સામે ટકવું કહેણુ છે. ' આ પ્રમાણે ચેતવણીના ઈસારા એણે કર્યાં હતા પણ શેરખાનના છે.કરા ઈબ્રાહીમખાન ખુશામતીઆએમાં ભળી ગયા હતા અને પાતાના બાપના બળના અણુગાં ખીન્ન ખુશામતીઆએની માક એ પણ ફૂંકવા લાગ્યા હતા. ‘ શિવાજીને ા સમશેરના સ્વાદ ખરાખર ચખાડીશું. એની ચિંતા ન કરવી.’ એમ કહી શેરખાનને બધાએ ચડાવી શિવાજીના ખરા બળથી અજ્ઞાન રાખ્યા. શેરખાને આ બધું સાચું માન્યું હતું. શિવાજી તદ્દન નજીક આવ્યાના સમાચાર આવ્યા એટલે પેાતાનું લશ્કર તૈયાર કરી ચડી આવતા શિવાજીને રસ્તામાંથીજ મારી પાછે હઠાવવા માટે શેરખાન કુડલારની - પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. કુડલારથી ૧૩ માઈલ દૂર તિરુવાડી આગળ જઈ શિવાજી મહારાજની વાટ જોતા ભેા. આ વખતે શેરખાન લેાદી પાસે ૪ હજાર સવારો અને ૩ હુન્નર પાયદળ હતું. તા. ૨૬ જુનને રાજ મહારાજ ૬ હજાર ધોડેસવારા સાથે આવી પહોંચ્યા.
મરાઠાઓને આવતા જોઈ શેરખાને પેાતાના લશ્કરને એમના લશ્કર ઉપર તૂટી પડવા હુકમ કર્યાં. યુદ્ધની પદ્ધતિ મુજબ આ હુકમ ખરેાબર ન હતા એટલે મરાઠા તા જ્યાં હતા ત્યાં જ થાભ્યા. શેરખાને ભૂલ કરી પેાતાના લશ્કરને પાછા ફરવા ફરમાન કર્યું. આ બીજી ભૂલને મરાઠાઓએ લાભ લીધા. લેદીનું લશ્કર પાછું ફરતું હતું. મરાઠાએએ પાછા ક્રૂરતા લેાદીના લશ્કર ઉપર સખત મારા ચલાવ્યા. લાદીએ પેાતાને બચાવ તે કરતા જ હતા. પોતાને બરાબર બચાવ કરીને એ પાછા ફરતા હતા પણ મરાઠાઓએ એમના ઉપર એક પછી એક એવા અનેક હલ્લા ચલાવ્યા. શેરખાને જાણ્યું કે કરેલી ભૂલને સુધારવા જતાં આ ખીજી ભૂલ થઈ છે અને એ ભૂલને પરિણામે લશ્કર માર ખાઈ રહ્યું છે. લાદીએ બગડતી ભાજી સુધારવાના ખૂબ પ્રયત્નો કર્યાં પણ બધા પ્રયત્ના નિષ્ફળ ગયા. મરાઠાઓને મારા સખત હતા. લાદીના લશ્કરે પોતાના બચાવ માટે બહુ જખરા પ્રયત્નો કર્યાં પણ મરાઠાઓના ભાલા આગળ એ ન ટકી શકયા. જોત જોતામાં આદિલશાહી લશ્કર રફતફે થઈ ગયું. મરાઠાઓ। વિજયી થયા, લાદી લશ્કર હાર્યું. પેાતાનું લશ્કર નાસી જતું શેરમાને જોયું અને અનેક પ્રયત્ન કર્યા છતાં એ વ્યવસ્થિત ન થઈ શકયું એટલે એણે હિ'મત છેડી. આવી રીતે પૂર્ણ પરાભવ પામીતે શેરખાન નાઠા અને તીરુવાડીના કિલ્લામાં જઈ ભરાયા. આ કિલ્લામાં લાદીને પેાતાની સહીસલામતી ન લાગી એટલે એણે એ કિલ્લા છેડી ખીજે જવાનો નિશ્ચય ક્રર્યાં. તિવેનાપટ્ટમ નાસી જવાના વિચાર કરી લાદી રાત્રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com