________________
૫૮૦
છ. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૪ મું
પ્રવેશ કર્યો અને કહ્યુંઃ− છોકરા ! તારા માટે મેક્ષના આ રસ્તા નથી. તારે હાથે હજી ઘણાં મહત્ત્વનાં કામ થવાનાં છે. ધર્મરક્ષણુ માટે તારુ જીવતર છે. કામ માટે તું ભારે મહેનત કરી રહ્યો છે તે કામ હજી બાકી રહેલું છે. તારે એ પુરું કરવાનું છે. ખાવા બની તપ કરી મેક્ષ મેળવવાનું તારે માટે નથી. આ રસ્તા તારા નથી. તું વૈરાગ્યમાં પડીને કંઈ નહિ મેળવી શકે. જે કામ માટે તારું વતર છે તે જ કામ ઉત્તમ રીતે કરવાથી તને મુક્તિ મળવાની છે. ધરક્ષણના કામમાં અનેક આક્તા અને સંકટા આવે છે, જેને તું હિંમતથી સામના કરે છે એજ તારુ તપ છે. તપ તપીને તપસ્વી જે મેળવે છે તે તે મેળવી લીધું છે. ધરક્ષણ માટે ભારે કષ્ટા જરુર પડે નાંતરવાં પડે છે અને તે તે અનેક વખતે તાંતર્યાં છે અને એ સંકટાની સામે તું ખરેાબર ઝઝુમ્યા છું. ઇશ્વરભક્તિ અને ધ્યાનથી ભકત જે મેળવી શકે તે તેં આ ધર્માંસેવામાં મેળવ્યું છે. ધર્મ'ના ઉચ્છેદ કરનારાઓના સંહાર કરવા એજ તારે માટે તેા ધર્મપાલન છે. આ` સંસ્કૃતિનું રક્ષણુ કરવું એજ તારે માટે તે દેવપૂજન છે. શુદ્ધ હેતુથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી, ચાખ્ખી દાનતથી, જનકલ્યાણુનાં કાર્ય અનેક કષ્ટ વેઠીને કરવાં એ જ તારે માટે મુક્તિને માગ છે. ઉઠ વત્સ ! ઉઠે, તારા ભાગનું કામ પૂરું કર. તારુ કામ પૂરું થયે ક્ષણવાર તને કાઈ રાકી શકશે નિહ. ' સાથેના માણુસાએ મહારાજતા આ શબ્દ નાંધી લીધા, મહારાજે શ્રી જગદખાના હુકમ જાણ્યા અને ઊંડા વિચારમાં પડ્યા.
રધુનાથપત ણુમતે અને બાળાજી આવજી ચિટણીસ વગેરેએ મહારાજને કાલાવાલા કર્યાં, વિનતિ કરી. શ્રી ભવાનીમાતાની આજ્ઞા અને પેાતાના માણસાની વિનંતિ વગેરેની એમના ઉપર અસર થઈ અને એમણે એ ક્ષેત્રમાં ખૂબ દાન ધર્માં કર્યાં. યાત્રાળુઓના સ્નાન માટે સગવડ પડતા ઘાટ બંધાવ્યા. તપસ્વીઓની તપશ્ચર્યા માટે ગુફાઓ તૈયાર કરાવી. બ્રહ્મભોજન કરાવ્યાં. યાત્રાળુઓનાં દુખ ઢાળવા માટે ઘટતું કરવા હુકમો અપાયા. થાડા દિવસ સુધી આ ક્ષેત્રમાં મુકામ રાખ્યા પછી એપ્રીલ માસની શરૂઆતમાં મહારાજે જિજિ (ચંદી) તરફ જવા માટે મુકામ ઉપાડ્યો.
૬. જિજિના કિલ્લો કબજે,
શ્રી. છ. શિવાજી મહારાજ મલિકાર્જુન મદિરમાં જ રહ્યા હતા અને એમની સાથેનું પાયદળ લશ્કર એમણે કર્ણાટક તરફ રવાના કરી દીધું હતું. એ પાયદળ લશ્કર કટિંગિરની ખીણમાં થઈ ને પેનના ડુંગરા વટાવી આગળ ચાલ્યું. મહારાજ જાતે પાતાના ઘેાડા માણુસ અને એક નાની ટુકડી સાથે ઉપડ્યા તે એ પાયદળને જઈ મળ્યા. મહારાજે અનંતપુર આગળથી પેાતાનું લશ્કર સાથે લીધું. અને ત્યાંથી દક્ષિણ દિશા તરફ્ નદિયાલ અને કડાપ્પા થઈ ને તીરુપતિથી મહારાજ ઉપડ્યા તે પૂર્વ કિનારા વટાવી મે માસની શરૂઆતમાં મદ્રાસ શહેર નજીક આવી પહોંચ્યા. એ મદ્રાસથી ઘેાડા માઈલ દૂર આવેલા પેડાપાલમ ખાતે મુકામ કર્યાં. આ મુકામે મહારાજ જતા હતા ત્યારે કેટલાક અંગ્રેજ વહેપારીઓ એમને મળવા આવ્યા હતા. એમણે શિવાજી મહારાજને કેટલીક દવાઓ અને ઊંચી જાતના કાપડનું નજરાણું કર્યું. આ સ્થળથી મહારાજે મુકામ ઉપાડ્યો અને તેમણે નૈઋત્ય તરફ઼્ર કૂચ કરી. ઈ. સ. ૧૬૭૭ ના મે માસની ૯ મી તારીખે કૅજીવરમ આગળ મહારાજ લશ્કર સાથે આવી પહેાંચ્યા. અહીંથી મહારાજે ૫૦૦૦ ધાડેસવારેાની એક ટુકડી એક કસાયેલા સરદાર સાથે જિંજિ જીતવા રવાના કરી.
આ વખતે જિજિના કિલ્લા આદિલશાહી અમલદાર સ. અંબરખાનના હાથમાં હતા. એને રૂપખાન, નાસીરમહમદ વગેરે ૯ છેકરાઓ હતા (મ.ત્તિ.). રઘુનાથપત હણુમ'તે એ પહેલેથી જ કિલ્લેદારને મધમાં હાથ મૂકાવ્યા હતા એટલે આ વખતે મરાઠા સરદારે મુસલમાન કિલ્લેદારનું મોં દાખીને જિજિતા કિલ્લો પેાતાના કબજામાં લઈ લીધા. ૧૬૭૭ ના મે માસની ૧૩ મીતારીખે જિજિ,કિલ્લો મરાઠાઓના હાથમાં આવ્યેા. શિવાજી મહારાજને આ પરિણામની ખબર પડતાં જ તે જિજિ ભાવી પહેાંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com