________________
પ્રકરણ ૧૦ મું ]
છે. શિવાજી ચરિત્ર શ્રી. શેલદર્શન અને શ્રી. મલીકાનને મહિમા.
સંસ્થાનિક આનંદરાવ દેશમુખે ૫ લાખ હેનની ખંડણી કબુલ કરી એટલે એના મુલકને મહારાજે જરાએ ઉપદ્રવ ન કર્યો અને મહારાજ એ મુલકથી આગળ ચાલ્યા. કડપાથી ૨૫-૩૦ માઈલ દૂર નિવૃત્તિસંગમ નામનું ક્ષેત્ર છે ત્યાં મહારાજનો મુકામ ગયો. આ નિવૃત્તિસંગમ આગળ ભાવનાશી અને કૃષ્ણા નદીના સંગમ થાય છે. આ ક્ષેત્રનો મહિમા બહુ ભારે છે. મહારાજ પણ આ સ્થાન ઉપર. આવ્યા અને ત્યાંથી ચક્રતીર્થ ઉપર ગયા. આ બંને સ્થળે સ્થળ મહામ્ય સમજીને મહારાજે યથાવિધિ તીર્થસ્નાન, દાનધર્મ વગેરે કરી સાથેનું મોટું લશ્કર અનંતપુરી આગળ રાખી પોતે ઘેડ સેવકે અને માણસ સાથે ગાયમુખીથી ભીમકુંડ થઇને બે દિવસે શ્રી શૈલ પહોંચ્યા.
શ્રી શૈલ મલિકાજુનનું મંદિર કર્નલથી ૭૦ માઈલ દૂર નેહલમાલ જંગલમાં સમુદ્રની સપાટીથી આસરે ૧૬૦૦ ફૂટ ઊંચું આવેલું છે. એની નજીક નીચે કૃષ્ણ નદીને વાંક છે. યાત્રાળુઓને કૈલાસદ્વારથી આ ઠેકાણે આવવું જ પડે છે. આ દેવાલય બહુ ભવ્ય અને મજબૂત બાંધેલું છે. આ મંદિર જના વખતની પત્થરની કારીગરીને એક નમન છે. આ મહાદેવ પ્રસિદ્ધ બાર શિવાલયો પૈકી ગણાય છે અને એ રીતે એનું બહુ જબરું મહત્ત્વ છે. એનું મંદિર ખંડું છે અને તેના ઉપરનું છાપરું સેનાનું પાણી ચડાવેલ તાંબાના પતરાનું છે. પાતાળગંગા અને નીલગંગા એ પુણ્યસ્થળો તદ્દન નજીક છે. મહારાજે આ પવિત્ર નદીમાં સ્નાન કર્યા.
૫. વૈરાગ્ય વ્યાખ્યો આ પવિત્ર સ્થળોએ મહારાજને ભારે શક્તિ આપી. આ સ્થળ કુદરતી દેખાથી ભરપૂર હતાં. આ સ્થળોના અતિ રમ્ય દેખાવોથી મહારાજના મન ઉપર બહુ ભારે અસર થઈ અરણ્ય અને કુદરતી રચનાથી મહારાજને બહુ આનંદ થયો. મહારાજે નીલગંગામાં સ્નાન કરી મહાદેવનાં દર્શન કર્યા. આ ક્ષેત્રમાં મહારાજને સાચો આનંદ થયો. જાણે કૈલાસમાં પોતે પધાર્યા હોય એ આનંદ મહારાજે આ શિવાલયમાં અનુભવ્યો. આ શિવાલયમાં મહારાજને વૈરાગ્ય વ્યાપે. સંસારનું સુખ એમને તુચ્છ લાગ્યું. મહારાજને લાગ્યું કે આ શિવાલયના મહાદેવને પિતાનું શિર અર્પણ કરવું. “શ્રી જગદંબાની કૃપા વડે મારી બધી ઈચ્છાઓ તૃપ્ત થઈ છે. મેં જે જે ધાર્યું તે પ્રભુએ પૂરું કર્યું. મારા ધાર્યા કામ ઈશ્વરે પર પાનાં. ભારેમાં ભારે આફત અને સંકટમાંથી અનેક વખતે પ્રભુએ મને બચાવ્યો છે અને ઘણી વખતે ઈશ્વરે મને ઉગાર્યો છે. કાં તે આ શિવાલયમાં મહાદેવને મારું શિરકમળ અર્પણ કર્યું અથવા તે સંસાર છોડી આ પવિત્ર સ્થાનમાં પ્રભુ ભજનમાં મારું બાકી રહેલું આયુષ્ય ગાળું. આમ વિચાર કરી મહારાજે પિતાના વિશ્વાસપાત્ર માણસે અને જવાબદાર અમલદારો તથા મુત્સદ્દીઓને બેલાવ્યા અને સંસાર ત્યાગ કરવાનો વિચાર જાહેર કર્યો. મહારાજનો આ વિચાર સાંભળી બધા ચમકી ગયા અને સ્તબ્ધ બની ઉભા. એક પછી એક મુત્સદ્દીઓએ ઉપદેશ કરવા માંડયો પણ કેઈનું કંઈ ચાલે નહિ. મહારાજ તે ઈશ્વરભક્તિમાંજ તલ્લીન રહેતા. એમ એક બે દિવસ ગયા. પછી પોતાના માણસને બોલાવી મહારાજે કહ્યું તમને ઠીક લાગે તે આ ચડાઈને કાર્યક્રમ અત્રે જ ખતમ કરે અને તમે બધા રાયગઢ પાછા જાઓ. પાટવીકુંવર શંભાજીને ગાદી ઉપર બેસાડી તમે બધા વફાદારી અને નિમકહલાલીથી કારભાર ચલાવજે.' સાથેના બધા માણસે ચિંતા અને દુખમાં ડુબી ગયા. મહારાજ ૯ દિવસ પર્યત વિરક્તાવસ્થામાં રહ્યા હતા. (History of Mysore by Wilkis). બધા અમલદારો, સરદાર અને મુત્સદ્દીઓએ મહારાજને સમજાવવામાં બાકી ન રાખી. બધાએ જીભના કુચા કર્યા પણ મહારાજ એકના બે ન થયા. આખરે એમને સાક્ષાત્કાર થયો અને શ્રી ભવાની માતાએ એમનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com