________________
પ્રકરણ ૧૦ મું]. છે. શિવાજી ચરિત્ર
પ૭૫ બાદશાહની ખાતરી થઈ અને પ્રહાદપતે વચન આપ્યા પ્રમાણે જ બહુ સુંદર રીતે પતી ગયું એટલે સુલતાને પોતે પ્રલ્હાદપંતની પીઠ થાબડી અને એમના ઉપર આફરીન થઈને એમને કીમતી બક્ષિસે આપી.
વીર વૈષ્ણવ સાધુ ગોપન્નાના કાકા વજીર માદરણા શિવાજી મહારાજના ખાસ વખાણનારાઓ પિકી એક હતા. એ પિતાના બાદશાહ પ્રત્યે વફાદાર હતા, પણ એમને હિંદુત્વનું અભિમાન હતું અને શિવાજી મહારાજને એ હિંદુ ધર્મના તારણહાર માનતા હતા. આ ધર્મરક્ષક અવતારી પુરુષને પોતાને ત્યાં પધરાવી મોટી મિજબાનીને સમારંભ કરે અને આ પુરષને પોતાને ત્યાં જમાડવાની ખાસ ઉત્કંઠા માદષ્ણુ તથા આકાણાને હતી. એમની માતાને પણ પોતે જાતે રસાઈ કરીને શિવાજી મહારાજને જમાડવાની ઈચ્છા થઈ હતી. વારંવાર એ પોતાના દિકરાઓને શિવાજી મહારાજને જમવા માટે પોતાને ત્યાં લઈ આવવા આગ્રહ કરતી. વૃદ્ધ માતાની માગણી અને પિતાના મનની ખાસ ઈચ્છા એ બે જ્યાં ભેગાં થયાં ત્યાં બાકી શું રહે ? માદરણાપત શિવાજી મહારાજને પોતાને ત્યાં મિજલસમાં પધારવા માટે આગ્રહનું આમંત્રણ કર્યું. શિવાજી મહારાજે આ આમંત્રણ આનંદથી સ્વીકાર્યું. વછરના મહેલમાં મહારાજને મિજબાની આપવામાં આવી. મહેલમાં ભારે ધામધુમ હતી. બાદશાહી રીત પ્રમાણે શહેનશાહી દબદબાની
આ મિજબાની હતી. વછરની વૃદ્ધ માતાએ પોતે મહારાજને માટે અનેક પકવાન બનાવ્યાં હતાં. વિધવિધ પ્રકારના પકવાન અને ભિન્ન ભિન્ન વાનીઓ તૈયાર કરી પોતે મહારાજને પીરસીને આગ્રહથી જમાડવાની એ વૃદ્ધ સાળીની ઘણા દિવસની ઈચ્છા હતી, તે ફળીભૂત થઈ. ડોશીએ પોતાની ઈચ્છા મુજબ મહારાજને જમાડ્યા અને ભોજન કરીને એમણે ડોશીને સંતોષ આપે. આ મિજબાની એક ઈતિહાસ પ્રસિદ્ધ સમારંભ બની ગયો. આવી રીતની અનેક મિજબાનીઓ મહારાજના માનમાં કરવામાં આવી.
૨. કુતુબશાહી સાથે કેલકરાર. મહારાજની સાથે આવેલા મરાઠા સરદાર અને અમલદારોને તાનાશાહે ભારે બક્ષિસે આપી. નગરના આગેવાનો તરફથી, બીજા મેટા મેટા સરદારે તરફથી અને ખુદ બાદશાહ તરફથી મહારાજ અને તેમના માણસોને મિજબાનીઓ અપાઈ. મહારાજે પણ નગરને નાગરિકોને જમણું આપ્યાં. સાધુ અને ફકીરને ખેરાત કરી. ગરીબોને અન્ન અને વસ્ત્રો આપી સંખ્યા. કુતુબશાહીના સરદારે અને અમલદારોને અલંકાર અને વસ્ત્રો, હાથી ઘેડા, પાલખી અને પોષાક વગેરે આપી રાજી કર્યા. મહારાજે પણ બાદશાહ, વજીર, સરદારો, અમલદારો વગેરેને મિજબાનીઓ આપી. આવી રીતે ધામધુમમાં આ મહેમાન આસરે એક માસ સુધી હૈદરાબાદમાં રહ્યા. અનેક વખતે બાદશાહ અને મહારાજની મુલાકાત થઈ. મહારાજના વર્તન અને વલણથી બાદશાહ બહુ રાજી થશે. મહારાજના સંબંધમાં હવે સુલતાનને અભિપ્રાય બદલાયો અને શિવાજી રાજા જે માગે તે તેને આપવું એવી ઈચ્છા એણે પિતાના વજીર આગળ પ્રગટ કરી. કર્ણાટકની ચડાઈના સંબંધમાં પણ બંને વચ્ચે ખૂબ વાટાઘાટ થઈ. આખરે તાનાશાહ અને શિવાજી મહારાજ વચ્ચે કર્ણાટકી ચડાઈ સંબંધમાં નીચેના કેલકરાર થયા.
૧. કુતુબશાહી સુલતાન અબુલહસને શિવાજી મહારાજને કર્ણાટકની ચડાઈના ખર્ચ માટે રોજના ૩ હજાર હીન અથવા દર માસે વાચાર લાખ રૂપિયા આપવા. ૨. ચડાઈને ખરચ માટે કુતુબશાહી બાદશાહે મરાઠાઓને આપવા કબુલ કરેલી માસિક સવા ચાર લાખ રૂપિયાની રકમ બાદશાહે તસલમાત તરીકે આપવી. ૩. કર્ણાટક ઉપરની ચડાઈમાં શિવાજી મહારાજની સાથે બાદશાહે સરલશ્કર મિર્જા મહમદની સરદારી નીચે એક હજાર હયદળ અને ચાર હજાર પાયદળ મળી ૫૦૦૦નું લકર આપવું. ૪. કર્ણાટકની ચડાઈ માટે જરૂર પડે તેટલે દારૂગોળો સુલતાન તાનાશાહે પૂરો પાડે. ૫. કુતુબશાહી તોપખાનું પણ ઉપયોગ માટે શિવાજી મહારાજને સ્વાધીન કરવું.
આવી રીતે શિવાજી મહારાજે કર્ણાટકની ચડાઈ માટે સુલતાન અબદુલહસન પાસેથી કુમક મેળવી. આ કુમકના બદલામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com