________________
પાઈ
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકોણ ૧૦
પ્રકરણ ૧૦ મું ૧. મુલાકાત મહેલમાં મેંધેરે મહેમાન. ૫. વૈરાગ્ય વ્યા . ૨. કુતુબશાહી સાથે કેલકરાર.
૧. જિજિને કિલ્લો કબજે. ૩. “મારે દરેક માવળે હાથીનું બળ ધરાવે છે. ૭. વેલેરને ઘેરે. ૪. હૈદરાબાદથી પ્રયાણ.
૮. બે બંધુને અણબનાવ, મેળા૫ અને વિદાય. ૧. મુલાકાત મહેલમાં મેંધેરે મહેમાન. કતુબશાહી પ્રજાએ શિવાજી મહારાજ ઉપર પ્રેમને વરસાદ વરસાવ્યો. સુલતાન તાનાશાહ અને
મહારાજની મુલાકાત દાદમહાલ અથવા ન્યાયમંદિરના મકાનમાં ગોઠવવામાં આવી હતી. એ મહેલ બહુ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. મહેમાનને આવકાર આપવા માટે મહેલને મુખ્ય દરવાજે મેટા અમલદારો અને નાગરિકે ઉભા હતા. લશ્કરી અમલદારોને આ ખાસ મહેમાનને સલામી આપવાની ખાસ સૂચનાઓ અપાઈ હતી. હૈદરાબાદના મુખ્ય રસ્તાઓ ઉપર થઈને મહારાજનું સરઘસ મુલાકાત મહેલ આગળ આવી પહોંચ્યું. લશ્કરી અમલદારોએ આપેલી સલામી સિમતવદને શિવાજી મહારાજે સ્વીકારી અને એ મહેલના મુખ્ય દરવાજા આગળ ઉતર્યા. મુખ્ય દરવાજે મહારાજ આવ્યા એટલે સાથેના લશ્કરી અમલદારો પોતાના દરજજા મુજબ મુખ્ય અમલદારની સૂચના પ્રમાણે ચગાનમાં ગોઠવાઈ ગયા. સાથેનું લશ્કર પણું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. દાદમહાલના એક ભવ્ય દિવાનખાનાને શહેનશાહી પદ્ધતિ મુજબ શણગારવામાં આવ્યું હતું. દિવાનખાનાની વચમાં ભવ્ય સિંહાસન ગોઠવવામાં આવ્યું હતું. મુલાકાત વખતે હાજર રહેવાની જે સરદારો અને અમલદારોને પરવાનગી હતી તેમને માટે પણ એગ્ય ગોઠવણ કરવામાં આવી હતી. મહારાજની કીર્તિ, એમનાં વખાણુ, એમના સાહસની વાત, એમની કિંમતની પ્રશંસા જનાનખાનાની સ્ત્રિએ સાંભળી હતી એટલે એવી આ મહાન વિભૂતિને નજરે નિહાળવા સુલતાનના જનાનખાનની પડદાનશીન બીબીઓ બહુ આતુર હતી. સુલતાન સાહેબને કહીને એમણે દિવાનખાનામાંનું દશ્ય જોઈ શકે અને શિવાજી મહારાજને નિહાળી શકે એવી પડદાની બેઠકની ગોઠવણ કરાવી હતી. દિવાનખાનાનું દશ્ય અતિ સુંદર અને વાતાવરણ બહુ શાંત તથા ગંભીર દેખાતું હતું. સુલતાન તાનાશાહ શિવાજી મહારાજની વાટ જોતા દિવાનખાનામાં બેઠા હતા. પડદાની સ્ત્રિયોની બેઠકેવાળી જગ્યાઓ પણ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. મહારાજ મહેલને દાદર ચડી ઉપર આવ્યા અને એમની સાથે બાબારાવ સરબત, રઘુનાથપંત હનુમંતે, નિરાજીપંત, દત્તાજીપંત વાકનીસ અને બાલાજી આવછ ચિટણીસ, આ પાંચ જણ પણ આવ્યા. સુલતાન શિવાજી મહારાજને સામે લેવા માટે આવ્યા. બન્ને દિવાનખાનાના મુખ્ય દરવાજા આગળ એક બીજાને ભેટ્યા. પછી બાદશાહ હાથ પકડીને મહારાજને અંદર લઈ ગયો અને એમને પિતાની સાથે સિંહાસન ઉપર બેસાડ્યા. વજીર માદરણને પણ બેસવા માટે બાદશાહે ઈશારો કર્યો. મહારાજની સાથેના પાંચે મહેમાનોને પણ બેસાડવામાં આવ્યા. બીજાઓ શિસ્ત પ્રમાણે ઉભા જ હતા. અઢી ત્રણ કલાક સુધી રાજા અને બાદશાહની વાતચીત ચાલી. આ વાતચીતને અંતે બાદશાહ બહુ જ ખુશ થયો. મહેમાનોને મુલાકાતને અંતે રત્નજડિત અલંકાર વગેરે આપવામાં આવ્યા. આખરે પાન સોપારી, અત્તર ગુલાબ આપવામાં આવ્યા અને તે દિવસને દરબાર ખતમ થ. મહેમાનોની મિજબાની.
મહારાજ, તેમના અમલદાર, સરદારે, સિપાહીઓ વગેરે પોતપોતાને ઉતારે ગયા. આ મુલાકાતમાં કોઈપણ જાતને દગો કે કાવવું નથી એની ખાતરી વછર માદરણા તથા બીજાઓએ આપી હતી, તે વાત સાચી પડી, એથી સુલતાન રાજી રાજી થઈ ગયો. શિવાજી મહારાજની વર્તણૂક માટે જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com