________________
છે. શિવાજી ચરિત્ર
પt હિંદુસ્થાનના ઈતિહાસમાં આવા દાખલાઓની બેટ નથી. હકુમતે બહુ માની સ્વભાવને માણસ હતે. એની આત્મામાનની લાગણી બહુ તેજ હતી. એ શક્તિવાન અને લાગવગવાળે મુત્સદ્દી હતા. ભરદરબારમાં એનું અપમાન થયું હતું એ ગળી જવું એને માટે મુશ્કેલીભરેલું હતું. હષ્ણુમંતેમાં પણ અપમાનનો બદલો લેવાની વૃત્તિ પ્રગટ તે થઈ જ હતી. આ અપમાન એના હૃદયને ખી રહ્યું હતું. આ અપમાનથી એ ખૂબ બળી રહ્યો હતો છતાં પણ સારાસાર વિચાર અને હિંદુત્વ માટેનું અભિમાન એનામાંથી ગયાં હતાં. શુમેતેના હૈયામાં ગુસ્સો પ્રબળ પ્રકટયો હતો પણ હિંદુત્વ માટેનું અભિમાનની જ્યોતિ એનામાં વધારે તેજ અને બળવાલી હતી. ચૅકેજી રાજાનો આંકડો નરમ પડવાને માટે, લંકેજીને પાંસરો કરવાને માટે, હણુમંતેએ ઘણા વિચાર કર્યા. વિચારોની ઉથલપાથલ એના હૃદયમાં ખૂબ થઈ હશે અને કોઈ મુસલમાન સત્તાની મદદ લેવાના અને તે મારફતે વેર વસુલ કરવાના વિચારે પણ એનામાં નહિ ઉભા થયા હોય એમ ન કહી શકાય, પણ એનામાં હિંદુત્વની લાગણી જાજવલ્યમાન હતી એટલે એ વિચાર આવ્યો હોય તો પણ એવા વિચારોથી એ અંધ ન બન્યા. વેરવસુલ કરવા જતાં વિવાહની વરસી ન થાય, કડી લેતાં પાટણ ન પરવારાય અને બકરી કાઢવા જતાં ઊંટ ન પસી જાય એ વિચાર કરવા જેટલું એણે પિતાનું મગજ ઠંડું તે રાખ્યું જ હતું. ઊડે વિચાર કર્યા પછી એણે નક્કી કર્યું કે બેંકોજીનો આંકડે નરમ તો પાડે છે પણ તે એવી ખૂબીથી કે તે કરવા જતાં હિંદુ સત્તાને આંચ ન આવે, ધક્કો ન લાગે. વ્યકિજીને પાંસરો કરવાની એની ઈચ્છા હતી, અને ખરાબ કરવાની એની દાનત ન હતી. આજુબાજુના સરદાર અને જાગીરદારોને મળીને હસુમંતે બૅકેજીની સામે બંડ કરી શકત પણ એ રસ્તો એણે ન લીધે. શિવાજી મહારાજ માટે એને બહુ માન હતું એટલે એમને મળી વ્યકિતઓને ઠેકાણે લાવવાનો વિચાર કર્યો. શિવાજી મહારાજને ખરી હકીકતથી વાકેફ કરી એમને કર્ણાટકમાં લઈ આવવાનો નિશ્ચય કર્યો.
રઘુનાથપંતે પિતાનું વેર વસુલ કરવાનો અને વ્યંકાને નમાવવાનો તથા લંકેજીના ખુશામતીઆ સલાહકારોને ખસેડવાનો માર્ગ શોધી કાઢો. આ રસ્તો શોધી કાઢયા પછી એના ઉપર ઝીણવટથી વિચાર કરતાં હણમંતને દેખાઈ આવ્યું કે શિવાજી મહારાજને કર્ણાટક ઉપર લઈ આવવાની એની
જના અમલમાં આણવામાં ઘણી હરકતા અને અડચણ નડે એવી છે. વિચાર કરતાં એને જણાયું કે શિવાજી મહારાજનો બિજાપુર અને મગલે સાથે વિગ્રહ જે રંગે ચડ્યો હોય તે એ કર્ણાટક ઉપર ચડાઈ કરવાનું આમંત્રણ સ્વીકારશે નહિ. બીજી બિજાપુર અને મુગલે મહારાજને તેડવા માટે ગમે તે વખતે મળી જાય છે. મુગલોની કરડી નજર હમેશ ગોવળડા ઉપર હોય છે અને ગોવળકાંડા ગમે તે પ્રકારે ગળી જવાની મુગલની દાનત છે. કાબશાહીને બરાબર મેળ થાય તે મુગલ અથવા આદિલશાહી પણ સહેજ ઢીલી પડે અને મહારાજને કર્ણાટક ઉપર ચડાઈ કરવાનું શક્ય બને. આવી રીતે વિચાર કરી ચારે તરફ નજર દોડાવી રઘુનાથપંત હણમતેએ હૈદરાબાદ (ભાગાનગર ) જઈ મુખ્ય મુસદ્દી માદણ (મદનપત) પંતને સાધી કુતુબશાહ અને શિવાજી મહારાજને મેળ થાય એ માટે પૂરેપુરો બંદોબસ્ત કરી મહારાજ પાસે જવાનો વિચાર કર્યો. કર્ણાટકમાં બનેલા બનાવની શિવાજી મહારાજને ખબર આપી દીધી હતી.
૩. રધુનાથપત હણમતેનું મુત્સદ્દીપણું. કુતુબશાહીના મુખ્ય મુત્સદ્દીઓ માદણીપત (મદનપત) અને આકારણું (એકનાથપત) બંધુઓ શિવાજી મહારાજના વખાણનારાઓ છે, એમને હિંદુત્વનું અભિમાન છે અને એ મહારાજને હિંદુત્વના તારણહાર માને છે એની રઘુનાથપતને ખબર હતી એટલે એમણે પોતાની ધારી બાજી એમની મારફતે પેશ લઈ જવા કમર બાંધી. રઘુનાથપત પિતાના થોડા માણસ સાથે ભાગાનગર જવા નીકળ્યો.
71
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com