________________
૫૬૦
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મે પાન બીડું આપ્યું અને દરબાર છોડવાની રજા આપી. હમતે પણ આત્મામાનની જવલંત જીવતી લાગણીવાળો પરાક્રમી પુરષ હતો એટલે એણે વ્યકિજીએ આપવા માંડેલાં પાન બીડાં બીલકુલ આનાકાની વગર લીધાં અને માલીકને છેવટને મુજરો કરી રજા લઈ દરબાર છોડ્યો. હમણતે દરબારમાંથી સીધે નગર બહાર ગયો અને ત્યાં તંબુ તાણું મુકામ કર્યો.
હમંતે ગયા. બૅકેજી રાજાનો દરબાર હણમંત વગરને થઈ ગયે. વિરોધીઓ રાજી થયા. વ્યકાજીની માનીતી ટાળી વિજયાનંદ અનુભવવા લાગી, લંકેજી પોતે પણ તમે તેને અંકુશમાંથી છૂટા થયાના સંતોષનું સુખ ભોગવવા લાગ્યો. મૅકેજી રાજા નિરંકુશ બન્યાથી તેમને પુરેપુરો લાભ લેવાને વિચાર રઘુનાથપંતના વિરોધીઓ કરવા લાગ્યા. હણમંતે ગયા એ ઠીક ન થયું એવી માન્યતાવાળાઓને પોતાના વિચાર જોરજુલમથી પણ મનમાં જ દાબી દેવાના હતા, એટલે એવા માણસે દિલ નારાજ હોવા છતાં, હૈયામાં બળતી હોળીએ મોં ઉપર મિત બતાવવાને અખતરો અજમાવવામાં પડ્યાં. રઘુનાથપંતને રજા આપી દીધી એ કામ ઘણાને ન ગમ્યું પણ બૅકેજી રાજાના આ નિકાલની સામે એક પણ અક્ષર ઉચ્ચારી એમને નારાજ કરવાની કેઈની હિંમત ન હતી. દરબારનો રંગ બદલાઈ ગયો અને કેળનું તકદીર બદલાવાની શરૂઆત પણ થઈ ગઈ. ઘણી વખતે ખરા માણસની ખરી કિંમત ૨ ગેરહાજરીમાં જ અંકાય છે. ભાવીને ગર્ભમાં શું છે તેની ખબર બિચારા બૅકેજીને ક્યાંથી હોય ?
આત્મામાન સાચવવા ખાતર દરબાર છોડવો પણ હવે શું કરવું એ વિચારમાં હણુમંત પડવો. તેના હૈયામાં અનેક વિચારોની ગડમથલ થઈ રહી હતી. “જે સત્તાની એકનિષ્ઠાથી, નિમકહલાલીથી સેવા કરી, જે માલીકનું માન અને સત્તા વધારવા માટે અનિશ ચિંતા વહી, જે માલીકનું ભલું કરવા માટે અનેક સંકટ સહન કર્યો, જે માલીકના વિજયમાં અંતરને આનંદ માન્યો, જે માલીકની ચિંતા સાંભળી મોંના પાણી સુકાયાં, જે માલીકની કીતિ વધારવા માટે અનેક આપદાઓ વહોરી લીધી તેજ માલીકે અપમાન કર્યું! માલીકના સાચા હિતની વાત કરતી વખતે મેં મારા હિતની દરકાર ન કરી, તેને આજે મને આ બદલે આપે છે !' આ વિચારોથી હણમંતે બેચેન બની ગયો હતો. બૅકેજીએ કરેલા અપમાનને ઊંડો ઘા એના કલેજાને ભારે દુખ દઈ રહ્યો હતો. માણસ જ્યારે અપમાને પામે છે અથવા પોતાના અપમાન માટે વેર વસુલ કરવાનો વિચાર કરે છે ત્યારે સેંકડે ૯૯ માણસે ડાહ્યા, મુત્સદ્દી અને અનુભવી હેવા છતાં ભાન ભૂલે છે. ગુસ્સામાં ગાંડા બની જાય છે અને ગમે તે રસ્તે ગમે તેમ કરીને, ગમે તેવું પરિણામ આવે તે પણ વેર વસુલ કરવાનું સાહસ ખેડવા તૈયાર થઈ જાય છે. વેર વસુલ કરવાની ઝાળ જેનામાં પ્રગટે છે તે માણસની મનોદશા બહુ નબળી બની જાય છે. વેર વેરને વેર સિવાય એને બીજું કંઈ સૂજતું જ નથી અને વેર વસુલ કરવા માટેના રસ્તા કે સાધને નક્કી કરવામાં સારાસારનો વિચાર કરવાની શક્તિ અને તેના પરિણામ ધારવાની તાકાદ પણ એનામાં નથી રહેતી. પિતાનું વેર એને એટલું બધું સાલે છે કે એ હાંસલ કરવામાં અને જે રીતે અથવા જેની મારફતે એ હાંસલ કરવા ઈચ્છતા હોય તેથી ગામનું, ગાળાનું, ધર્માનું કે આખી મનુષ્ય જાતિનું નુક્સાન થશે એનું પણ એને ભાન નથી રહેતું. અપમાનથી તરતજ ઉશ્કેરાઈ જઈ ગાંડા બની વેર વસુલ કરવા બહાર પડે તેનામાં સાચી શક્તિની ખામી ગણાય. જે માણસ અપમાન પી જાય છે, પણ અપમાનને નીરંતર યાદ રાખી શાન્ત મગજે સારાસારને વિચાર કરી પગલાં ભરે છે તે માણસજ સાચો શક્તિવાળ હોય છે અને ધારી અસર ઉપજાવી શકે છે. વેરના ભકાથી બળી રહેલા માણસોમાંથી સારાસાર વિચાર ચાલ્યો જાય છે. દીર્ઘદ્રષ્ટિ પણ એવાની મંદ પડી જાય છે. પરિણામ કલ્પવાની શક્તિ પણ મંદ પડી જાય છે. વેરથી પ્રેરાયલે માણસ વેર વસુલ કરતાં ભાન ભૂલીને પિતાને, સામાને, સમાજને અને કેટલીક વખતે તે આખા દેશને નુકસાન કરી બેસે છે. હહુલીરાય અને પ્રધાન માધવના દાખલાઓ હિંદના હિંદુઓની નજર આગળ મોજુદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com