________________
પ્રકરણ ૯ મું ]
છ શિવાજી ચરિત્ર
૫૫૭
પોતાના માલીક્રની તિરાજી વહેારવી પડે તો તે વહેારવા માટે તૈયાર રહેતા. હણુમતે પાતાની ફરજ બજાવતાં અપ્રિય થઈ પડયો. દિવસે દિવસે અંતે વચ્ચેને અણુબનાવ વધી પડ્યો. રઘુનાથપત હણુમ તેના હાથમાં રાજ્યના મુખ્ય સૂત્રેા હતાં એટલે એની ઈર્યાં કરનારા ઘણા હતા. બકાજીના દરખારના ધણા માણસા ભડકામાં તેલ નાંખવા તૈયાર થયા. જેને કારભાર ચલાવવા છે, જેને રાજ્યને વહીવટ કરવા છે, જેને ખીન અનુભવી રાજાના મુખ્ય મંત્રીનું કામ કરવું છે, જેને અણુધડ રાજકર્તાને ઉત્તમ રીતે ઘડવાનું કામ કરીને કારભાર કરવા છે, તેવા માણુસની ઈર્ષા કરનારા ઘણા નીકળી આવે. એવા માણુસની દુશ્મનાવટ અને વિરોધ કરનારા તથા એવાની સાથે ઉપરથી મેળ રાખી અંદરથી કાતર મૂકનારા ધણા નીકળી આવે છે. એની પડતીમાં ધણા રાજી થાય. એનું બુરું ઈચ્છનારા ધણુા મળી આવે, એની સત્તા તાડવા માટે સાચું જુદું કરનારા પણ નીકળી આવે એ સ્વાભાવિક છે. રઘુનાથપર્યંતની સ્થિતિ પણ એવી જ હતી. બ્યકાળ રાજાની સાથે એનું દિલ ઊંચું થયું હતું તેમાં વધારા કરવાના પ્રયત્ને કેટલાક વિદ્મસંતાષી પુરુષા કરવા લાગ્યા. જેને માથે રાજ ચલાવવાની જવાબદારી હોય તેને તે અનેક માણુસાને, જવાબદાર અધિકારીઓને પણ અનેક કારણાને લીધે નારાજ કરવા પડે. જેને માથે ત ંત્ર ચલાવવાની જવાબદારી આવી પડે છે તે જવલ્લે જ લોકપ્રિય રહી શકે છે. કેટલાક પોતાનું ધાર્યું ન થાય માટે દ્વેષે બળે અને ખરાખરીઆ તેજોદ્વેષ અને ઈર્ષાને લીધે એના રાયતામાં રાજી હેાય. એક મોટા કુંટુંબના કે સસ્થાના કારભાર જેને માથે આવી પડે તેની આ દશા થઈ જાય છે તે આ તા તંજાવર રાજ્યના કારભારની જવાબદારી રઘુનાથપતના માથે આવી પડી હતી. રઘુનાથપતા દ્વેષ કરનારા અને ઈર્ષા કરનારા દરબારમાં હતા. વ્ય`ક્રાજી અને રઘુનાથપતની વચ્ચે વારંવાર ખેલાચાલી થતી હતી તે હણુમ`તેના વિરાધી ઝીણવટથી જોઈ રહ્યા હતા. વ્ય કાજી રાજાને રઘુનાથપતનું વન ગમતું નથી અને હણુમ તેને અંકુશ રાજાને સાલે છે, એ પણ હણુમ તેના વિરાધીઓએ જોયું અને એમણે આ સ્થિતિને લાભ લેવા માંડ્યો. રઘુનાથપતથી રાજા ગ્કાછ નારાજ છે એ જોઈ કેટલાક સ્વાર્થી માણુસાએ રાજાના કાન ભંભેરવા માંડ્યા અને એનું મન કલુષિત કરવા માંડયુ. · ચાડીયા માણુસ અને વાયડું ધાન (ધાન્ય) બધાને ગમે ' એ કહેવત પ્રમાણે ચાડીઆ અને ખુશામતખારાના પાસા વ્યક્રૂાજી રાજાની પાસે સવળા પડવા લાગ્યા. ખુશામતમાં તે બહુ ભારે શક્તિ હેાય છે. ભલભલા પીઢ માણુસા પણુ એમાં પ્રતિત થાય છે. અનુભવી, ડાહ્યા અને મુત્સદ્દી પણુ ખુશામતની અસર પાતા ઉપર નહિ થવા દેવાની સાવચેતી રાખે છે. તેમના ઉપર પણ તે ન જાણે એવી રીતે ખુશામત અસર કરી જાય છે તે આ બીનઅનુભવી અને ઉછરતા યુવાન વ્યંકાછ તા એમાં સપડાઈ જાય એની જરાએ નવાઈ નહિ. રાજાને હમ તેને અંકુશ ખૂંચતા હતા. અને તેમાં વળી સ્વાર્થી અને આજુબાજુના ખાંધીઆએ એમના કાન ભંભેર્યા એટલે પૂવું જ શું? સહેજ સહેજ વાતમાં જુવાન રાજા અને અનુભવી મંત્રીની વચ્ચે ઝગડા થતા. એક ખીજાનાં દિલ ઊંચા થયાં હતાં તેમાં રાજ વધારા થતા. રઘુનાથપત જખરે મહત્ત્વકાંક્ષી પુરુષ હતો. એની ઈચ્છા એ હતી કે શિવાજી મહારાજની માક વ્યાજી રાજા પશુ પ્રભાવશાળી થાય અને દેશમાં પંકાય, એમના રાજ્યના વિસ્તાર વધે, સત્તા વધે, દુશ્મન એમનાથી ચાંકતા રહે અને અનેક ગુણાના એમનામાં વિકાસ થઈ એ ઈતિહાસપ્રસિદ્ધ બને અને એના મુખ્ય મંત્રી હાવાનું માન પાતાને મળે. ' આ મહત્ત્વાકાંક્ષાને બર લાવવા માટે હણુમતે વ્યકાળનું જીવન ઘડી રહ્યા હતા. વ્યંકાળને આ જરાએ ગમ્યું નહિ. સિંહાજી રાજાના સતાને મહારાષ્ટ્રના રાન્ન અને, મુસલમાની સત્તા એમને નમતી રહે અને હિંદુત્વનું ડૂબતું નાવડું પાછું તરતું થઈ જાય એ પેાતાની ઈચ્છા ફળીભૂત કરવાના હેતુથી રઘુનાથપત વ્યકાળ રાજાને આ બધા કામા માટે તૈયાર કરવામાં સહેજ કડક હશે પણુ એની સખ્તાઈ ના હેતુ "કૈાજી સમજ્યા નહિ અને રઘુનાથપતના વિરોધીઓના હાથમાં એ રમકડાની માફક રમવા લાગ્યા. રઘુનાથપંતના જાણવામાં આવ્યું કે વ્યકાળ રાજા ખુશામતખારાની સાબતમાં રહે છે અને એ મેાખતીએ એને આડે રસ્તે દારવે એવા છે તેથી એ અધમ, ઈર્ષાખાર, સ્વાર્થી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com