________________
૫૫૬ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું એવા માણસને છૂટ રાખવો એ જોખમકારક છે એમ માની એને ગિરફતાર કરવાનો વિચાર કર્યો. વ્યું કે રાજાના આ વિચારનો ભેદ એ પામી ગયો એટલે પિતાની જાતને બચાવવા માટે પિતાના કિસ્મતને દોષ દેતા તે તંજાવરથી નાસી છૂટ્યો.
બૅકેજીએ આ નવા રાજ્યમાં બહુ સુંદર બંદેબસ્ત કર્યો. પ્રજાને સુખી કરવા માટે એણે બહુ સુધારા દાખલ કર્યા. ખેડૂતોને સુખી કરવા માટે અને ખેતીને ઉત્તેજન આપી, રાજય આબાદ કરવા માટે નવી નહેર બંધાવી અને તળાવ ખોદાવ્યાં. સત્તાવાળાઓની બેદરકારી અને સ્વાર્થીઓના ખેડૂતે ઉપરના જલમને લીધે એ રાજ્યમાં જમીનનો મોટો ભાગ પડતર પડી રહ્યો હતો તે જમીને લંકેજીએ બંદોબસ્ત કરી ખેડૂતો પાસે ખેડાવી. ખેતી આબાદ થાય, ખેડૂત સુખી રહે અને રાજ્યની તિજોરી તેથી તર રહે એવા સુધારા ખેતીમાં દાખલ કરાવ્યા. ખેતી સુધરી અને ખેડૂતે સુંદર પાક લેતા થયા. આવી રીતે લંકેજી રાજા પિતાને કારભાર ચલાવી રહ્યા હતા.
- સિંહા રાકન ભેંસલેના તાબામાં કાદેવ અને નારપંત હણમંતે બે બહુ કાબેલ અને ચકેર કારકુન હતા. આ બે કારકુનોમાંના દાદાજી કેન્ડદેવને સિંહાજી રાજા ભેસલેએ પૂનાની જાગીરનો વહીવટ કરવા માટે રાખ્યો અને નારોપંત હણુમંતેને સિંહાજી રાજા પિતાની સાથે કર્ણાટકમાં લઈ ગયા. દાદાજી કેનદેવની હોશિયારી સંબંધી આપણે પાછલા પ્રકરણોમાં વાંચી ગયા. એમના જેજ હોશિયાર, કાબેલ અને દીર્ઘદ્રષ્ટિવાળો મુત્સદ્દી નારોપંત ભોંસલેની નોકરીમાં જોડાયો તે પહેલાં નિઝામશાહીમાં મલીકંબરના હાથ નીચે કારકુન હતે. મલીકંબરના હાથ નીચે બહુ માણસે તૈયાર થયાં હતાં તેમાંને નારોપંત હસુમતે એક હતો. મલિકંબરની કારકીર્દિ માં ઘણુ બુદ્ધિશાળી પુરુષોને સાચું કારકુનનું શિક્ષણ મળ્યું હતું. મલીકબરની તાલીમ પામેલા ઘણું કારકુનોએ પિતાનું ભવિષ્ય ઉજળું કર્યું તેમાં નારોપંત અગ્રગણ્ય ગણાય. એ જાતમહેનત અને પિતાની અક્કલ હોશિયારીથી ઊંચી પદવીએ ચડ્યો હતો અને કારકુન તરીકે પ્રખ્યાત પણ થયા હતા. આ નારોપંત હણમતે સિંહાજી રાજાની સેવામાં ઈ. સ. ૧૬૫૩ માં ગુજરી ગયા. એમને રઘુનાથ અને જનાર્દન નામે બે પુત્ર હતા. પિતાના મરણ પછી તેમની જવાબદારી રઘુનાથે પિતાને માથે લીધી. પિતાની માફક પુત્ર પણ માલીકની સેવા વફાદારીથી કરવા લાગ્યા.
૨. બૅકેજી રાજા અને હણમંતેને અણબનાવ. તંજાવરનું રાજ્ય વૅકેજી રાજ ભેસલેના હાથમાં આવ્યું એટલે રઘુનાથ નારાયણે તે રાજ્યની બહુ કુનેહથી વ્યવસ્થા કરવા માંડી. રઘુનાથ હણુમંતેમાં હિંદુત્વનું અભિમાન હતું. શિવાજી મહારાજનો એ પરમ ભક્ત હતા. શિવાજી મહારાજ હિંદુત્વના તારણહાર છે, રક્ષક છે, બેલી છે અને તેથી એમની સત્તા આખા મહારાષ્ટ્રમાં ફેલાયેલી જોવા હણમંતે બહુ જ આતુર હતા. મહારાજને રાજ્યાભિષેક સમારંભ બહુ દબદબાથી અને ધામધુમથી થયે એ હનુમંતેને બહુ જ ગમ્યું હતું. પિતાના માલીક સિહાજી રાજાની બને સંતાને (૧) શિવાજી મહારાજ (૨) બૅકેજી રાજા ભળીને આખા મહારાષ્ટ્રમાં મરાઠાઓની સત્તા મજબૂત કરે એવી હણુમંતેની ઈચ્છા હતી, એટલે એ હંમેશ શિવાજી મહારાજના વખાણ કરી પિતાના ભાલીક બૅકેજી રાજાને પાણી ચડાવતા. બૅકેજી રાજા ના હતો અને એને ઉત્તમ, હિંમતબાજ, ઘર મને પ્રભાવશાળી રાજા બનાવવાની જવાબદારી રધુનાથપંતને માથે હતી, એટલે એને મૅકેજીને વણી ફેરા કડવું લાગે એવું કહેવું પડતું અને કેટલીક મહત્ત્વની બાબતમાં એને તૈયાર કરવા માટે, એને તાલીમ આપવા માટે ધાક બતાવવાની પણ જરૂર પડતી. હસુમતે લંકાને સેવક હતે. એ એના માલીકની સેવા બહુ વફાદારીથી કરતો હતો પણ પિતાના માલીકને ઉત્તમ બનાવવા માટે, એ પણ શિવાજી મહારાજ જે એક આદર્શ રાજા બને તે માટે તેને તૈયાર કરવાના કામમાં જેટલી સંખ્તાઈ વાપરવી પડતી તે પણ વાપરતે. પિતાના માલીકનું જ હિત એને કરવું હતું એટલે એ પોતાની ફરજ પૂરેપુરી બજાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com