________________
પપ૦ છે. શિવાજી ચરિત્ર
( પ્રકરણ ૮ મું પ્રતિસ્પધઓની હિલચાલની ખબર પડી એટલે એણે અડોની ઉપર ચડાઈ કરી. ખવાસખાનના પક્ષને પરાજ્ય કર્યો અને એ પક્ષને આશ્રય આપનાર અને એ પક્ષમાં જોડાનાર કસીરકુરને બહિલખાનના માણસેએ મારી નાંખ્યો.
ખવાસખાનના ખૂનની હકીકત દિલ્હી મુગલ શહેનશાહને મળી. ખવાસખાનનું ખૂન થયું તેથી બહુ લાગી આવે એવા કોમળ હૃદયને શહેનશાહ ઔરંગઝેબ નહતો, પણ એનું ખૂન થયાથી મરાઠાઓને કચડવાની જે બાજી મુગલેએ રચી હતી તે ઊંધી વળી તેથી શહેનશાહ બહુ ગરમ થા. એના તળીઆની આગ તાળવે ગઈ અને એણે આદિલશાહી સામે લડાઈ જાહેર કરવાના હુકમો દક્ષિણમાં મોકલ્યા. બાદશાહને હુકમ આવતાં જ બહાદુરખાને લડાઈ જાહેર કરી. મુગલ લશ્કર બિજાપુરની સલ્તનત સામે નીકળ્યું અને સોલાપુર નજીક છાવણી નાંખી. બહિલાલખાનને આ બધી ખબર મળી. મુગલાને કાર્યક્રમ બહિલખાને જાણ્યો અને એ મુગલ લશ્કરનો સામનો કરવા લશ્કર લઈને નીકળ્યો. બંને લશ્કરોને સામનો થયો અને કેટલીક ખૂનખાર ઝપાઝપી થઈ. આ વખતે મુગલ લશ્કરે ભારે બળ બતાવ્યું. બહિલખાન મુગલને મારો સહન ન કરી શક્યો એટલે એ વ્યવસ્થાપૂર્વક પાછો હઠયો અને બિજાપુરમાં જઈ ભરાયે. મુગલે એની પૂંઠે પડ્યા અને બિજાપુરની નજીક જઈ પહોંચ્યા. બહાદુરશાહ કંઈ કાચ નહતો. એને પણ લાગ્યું કે આ વખતે બિજાપુરની સતનતથી નારાજ થઈને હૈદરાબાદને શરણે આવી વસેલા બિજાપુરી સરદારોને આ વિગ્રહમાં પૂરેપુરો લાભ લેવો એટલે એણે પોતાના દિવાનને હૈદરાબાદ બિજાપુરી સરદારેને લેવા મોકલ્યો. સીદી મસુદ, શિરઝાખાન અને એવા એવા ઘણા બિજાપુરી સરદાર આવી મળ્યા.
આદિલશાહીમાં અફઘાન પક્ષ સત્તામાં આવી ગયો હતો. ખવાસખાનના માણસ અને મળતીઆઓને સત્તા ઉપરથી દૂર કરી દીધા અને જવાબદારીની જગ્યાએ અફધાન અમલદારોને ગોઠવી દેવામાં આવ્યા. બહાદુરખાને ખવાસખાનના પક્ષની પડતી સાંભળી અને મરાઠાઓને મસળી નાંખવા માટે ગોઠવવામાં આવેલ કાગળીઓ કિલ્લો જમીનદોસ્ત થયેલ જોઈ ભારે મુઝવણમાં પડ્યો. હવે એણે બાદશાહના ફરમાનથી આદિલશાહી સામે કમર બાંધી. મુગલોએ આદિલશાહીને હેરાન કરવાનું શરૂ કર્યું. બહિલેલખાને મુગલની ગોઠવણ અને મનસૂબા જાણ્યા અને એણે પણ પોતાની ગોઠવણ કરવા માંડી. ઈ. સ. ૧૬૭૬ ના મે માસમાં બહાદુરખાને આદિલશાહી સામે યુદ્ધ જાહેર કર્યું. બહાદુરખાન મુઝાયા હતા. બાદશાહના ઠપકાથી અને આજુબાજુના બનાવથી આદિલશાહી સામે યુદ્ધ પિકાર્યાનું પરિણામ શું આવશે તેનો ઠડ મગજે એણે વિચાર કર્યો જ નહતા.
મુગલની સામે થઈ મદદ કરે એવો દક્ષિણમાં શિવાજી જેટલો સમર્થ બીજો કોઈ હતું જ નહિ એટલે બહિલેલખાને મુગલે સામે ઝૂઝવા મરાઠાઓની મદદ લેવાનો વિચાર કર્યો. બિજાપુરના મુત્સદ્દીઓએ આ પ્રશ્નને જુદી જુદી દષ્ટિથી છે, અને અંતે મુગલેને હરાવવા માટે મરાઠાઓની મદદ લેવાનું નક્કી કર્યું. શિવાજી મહારાજને આ તક જોઈતી હતી અને તે એમને મળી. કુતુબશાહીના ખાસ જાણીતા મત્સથી અકારણ અને મદણણે ભાઈઓએ મહારાજ સાથે બહુ સારો સંબંધ રાખ્યા હતા અને કતબશાહી મરાઠાઓની સાથે સમજણ ઉપર આવી હતી. આ મુત્સદ્દી ભાઈઓએ પિતાની લાગવગ મહારાજ સાથે વાપરીને આદિલશાહી સાથે સલાહ કરવા મહારાજને આગ્રહપૂર્વક વિનંતિ કરી. આ સંદેશાઓ ચાલી રહ્યા હતા તે દરમિયાનમાં બહિલખાનને મુગલોનો સામનો કરવાની ફરજ પડી. ગમે તેમ લશ્કરની ગોઠવણ કરી બહિલખાને મુગલો સાથે હલગી મુકામે લડાઈ કરી હરાવ્યા. આખરે ગાવળકાંડાના મત્સલીઓની દરમિયાનગીરીથી આદિલશાહી સાથે શિવાજી મહારાજને સલાહ થઈ, પણ આ તહનામું લાંબા વખત સુધી ટકે એમ હતું જ નહિ કારણ આદિલશાહીના દરબારમાં અનેક પક્ષ વચ્ચે ભારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com