________________
પ્રકરણ ૭ મું]
છે. શિવાજી ચરિત્ર પ્રસંગે એમણે પોતાના રાજ્યના વહીવટની, કારભારની દિશા વગેરે નક્કી કરીને અને પ્રજાને સુખદાયક નીવડે એવી પદ્ધતિ ગોઠવીને, રાજા અને પ્રજામાં મીઠાશ વધતી જાય એવી જનાઓ અમલમાં મૂકીને, પ્રજા આબાદ થાય અને ગરીબ રેસાય નહિ એવી રીતને બંદેબસ્ત કરીને, મહારાજે હિંદવી સ્વરાજ્યને પાય બહુ મજબૂત કર્યો હતે. આ નવી સ્થપાયેલી સત્તા એ હિંદવી સ્વરાજય છે એ નજર સામે રાખી રાજ્યના અનેક ખાતાનાં નામે મુસલમાની પદ્ધતિના હતા તે બદલીને તેવાં નામને બદલે એમણે સંસ્કૃત નામે નક્કી કર્યા અને રાજ્યાભિષેક પ્રસંગે જાહેર કર્યા. દેશી ભાષા ઉપર પરદેશી ભાષાનું ઉપરીપણું એ દેશને નુકસાનકર્તા છે, રાષ્ટ્રીયત્વને હાનીકારક છે એ મહારાજ સમજી ગયા હતા. દેશની ભાષા ઉપર પરદેશી ભાષા પ્રભુત્વ મેળવી જાય અને દેશી ભાષા જરુરના, રોજ વપરાશના, મહત્ત્વના શબ્દો વગરની ભીખારી બની જાય અને દેશી ભાષામાં બોલતી વખતે પરદેશી શબ્દનો ઉપયોગ કરવાની માણસોને ફરજ પડે એવી સ્થિતિ થાય એ મહારાજને અત્યંત શરમભરેલું અને અસહ્ય લાગ્યું. દેશી ભાષામાં પરદેશી શબ્દો ઘુસાડી ઘાલવાથી દેશી ભાષાનું ગૌરવ ઘટે છે અને દેશી ભાષા ઉપર પરદેશી ભાષાનું પ્રભુત્વ વધતું જાય તે ધીમે ધીમે વધતાં વધતાં તે એટલે સુધી વધી જાય છે કે તે રાષ્ટ્રીયત્વને પણ નુકસાન કરનાર નીવડે છે.
૭. માતા જીજાબાઈને સ્વર્ગવાસ. રાજ્યાભિષેક સમારંભ બહુ આનંદથી નિર્વિલે પાર પડ્યો. માતા જીજાબાઈએ પોતાના પુત્રને માથે રાજમગટ પોતાની આંખે જોયો. જીજાબાઈને પિતાનું જીવન ધન્ય થયું લાગ્યું. જે માતાએ પિતાના મારા પુત્રનું જીવન ઘડવામાં બહુ આગળ પડતો ભાગ ભજવ્યો હતો, જે માતાએ પુત્ર શિવાજીને ગળથુથીમાં જ શૌર્ય, સાહસિક વૃત્તિ, હિંમત, હિંદુત્વ માટે અભિમાન વગેરે સદગુણોનું પાન કરાવી હિંદુ ધર્મના ઉદ્ધાર માટે તૈયાર કર્યો હતો, તે માતા પિતાના પુત્રને પ્રભાવશાળી, પ્રસિદ્ધ અને પ્રખર દેશભક્ત થયેલે જુએ તો તેને કેટલે અને કેવે આનંદ થાય તથા તેના આત્માને કે સંતોષ મળે એની તો ફક્ત કલ્પના જ કરવાની રહી. પિતાને પ્યારો પુત્ર સર્વસ્વને ભોગે પણ હિંદુત્વનું રક્ષણ કરવા તૈયાર થાય, હિંદુ ધર્મની લૂંટાતી ઈજ્જત સાચવવા મેદાને પડે, હિંદુ સ્ત્રીઓનાં શિયળ લૂંટાઈ રહ્યાં હતાં તે અટકાવવા માટે પ્રાણ પાથરવા તૈયાર થાય. મુસલમાનોની લમી ચૂંસરીમાંથી રેસાતી છોડાવવા જામેલી સત્તા સામે જંગ પોકારવા તૈયાર થાય એ હેતુથી માતા જીજાબાઈએ શિવાજી મહારાજને બચપણમાંથી જ તૈયાર કર્યો હતે. શિવાજી મહારાજ સાચા ક્ષત્રિય તરીકે દેશનો ઉદ્ધાર કરવા કમર કસે તે માટે હિંદુત્વ માટેનું અભિમાન એમનામાં માતા જીજાબાઈએ પ્રેર્યું હતું. પોતાના પ્રયત્ન પૂર્ણપણે યશસ્વી નીવડેલા જોઈ માતા જીજાબાઈને જીવનસાફલ્યનો પૂરેપુરો આનંદ થયો. હિંદુઓનું હિત સાચવવા માટે, હિંદુઓની હયાતી માટે, હિંદુ ધર્મ ઉપર અત્યાચાર ગુજારનાર મુસલમાની સત્તાને તેડવા માટે, હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારમાં મહારાજને માતા જીજાબાઈને પૂર્ણ ટેકો હતા, પૂર્ણ મદદ હતી. મુસલમાની સત્તાઓ સામે મહારાજે ભારે જંગ શરૂ કર્યો હતો. તેમાં જ્યારે જ્યારે નાસીપાસીની ઘડીઓ આવતી ત્યારે ત્યારે આ સાધ્વીએ બેય ધ્યાનમાં રાખી કેમળ હૃદયને પાષાણુત બનાવી પુત્ર માટેનો પ્રેમ પણું સહેજ દૂર કરી મહારાજમાં ઉત્સાહ પ્રેર્યો હતો. અનેક આફત, અડચણે અને અગવડોની ભઠ્ઠીમાંથી પસાર કરાવીને જે પુત્રને હિંદુત્વને સાચે તારણહાર બનાવ્યો હતો તે પુત્રને રાજ્યાભિષેક સમારંભ જીજામાતાએ પિતાની નજરે જોયો અને પોતાની જિંદગીનું કર્તવ્ય પુરું થયું એમ માન્યું. રાજ્યાભિષેક સમારંભની ધામધુમમાં પણ માતા જીજાબાઈ એ ખૂબ શ્રમ લીધા હતા. આ શ્રમથી એ તદન થાકી ગયાં હતાં અને સમારંભ પૂરો થયા પછી થાક અને શ્રમને લીધે બહુ જ બેચેન બન્યાં હતાં.
મહારાજે માતાની નાદુરસ્ત તબિયત સુધારવા માટે તરત જ ચાંપતા ઈલાજો લેવા માંડ્યા. ઔષધોપચાર, સેવા, સારવાર, વગેરેને બંદેબસ્ત તરત જ કરવામાં આવ્યું. જપ, જાપ, પૂજા, અર્ચા વગેરે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com