________________
૫૩૬ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ મું અતિથિઓનો યાચિત આદરસત્કાર કરવામાં યત્કિંચિત પણ ભૂલ કરવી નહિ. આ કાર્ય ઉપર પ્રમાણિક અમલદારો નીમી સમારંભના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી પ્રત્યેક દિવસે પ્રાતકાળથી સંધ્યાકાળ પયેત પ્રત્યેક અમલદારે કયાં કયાં કામ કરવાં, કઈ કઈ સામગ્રી ભેગી કરવી અને તૈયાર કરવી તથા કયા અમલદારના તાબામાં કઈ વસ્તુઓ સોંપવી તેના નિયમો લખી પ્રત્યેક અમલદારોને આપવામાં આવ્યા. વારંવાર તેમને માગણી કરવાની કિવા આપવા જવાની જરૂર ન પડે અને સર્વે વ્યવહાર શાંત અને વ્યવસ્થિતપણે ચાલ્યા કરે એ બંબસ્ત કરવામાં આવ્યો હતો તેથી ગઢ ઉપર અને ગઢ નીચે હજારો મનુષ્યોની મેદની થવા છતાં અમલદારોએ સર્વની સગવડ ઉત્તમ પ્રકારે રાખી હતી. સર્વ અમલદારેએ પિતાને સપિલા કાર્ય નિયમાનુસાર ઉત્સાહપૂર્વક અને ચપળતાથી બજાવ્યાં હતાં” (કેળસ્કર).
આ સમારંભ ઘણા દિવસો સુધી ચાલ્યો હતો પરંતુ તેમાં ૧૦ દિવસને વિધિ ખાસ મહત્વને હતો. આ સમારંભને અંગે આસરે એક લાખ માણસે રાયગઢમાં ભેગાં થયાં હતાં અને કેટલાએ દિવસ સુધી એમણે મહારાજની મહેમાનગીરી ચાખી હતી. આ સમારંભમાં ભાગ લેવા માટે હિંદના જુદા જુદા ભાગમાંથી જબરા પંડિતો પધાર્યા હતા. ઘણું રાજારજવાડાના સરદારો, ઉમરા, વકીલે, પ્રતિનિધિઓ મહારાજના રાજ્યાભિષેક માટે આવ્યા હતા. પરદેશી વેપારીઓ અને આબરૂદાર પ્રતિષ્ઠિત પુરુષે દેશના જુદા જુદા ભાગમાંથી રાયગઢ આવ્યા હતા.
ઉપવીત સંસ્કાર,
આ સમારંભની ધામધુમ ઘણા દિવસોથી એક નહિ પણ અનેક રૂપમાં ચાલી રહી હતી. ૧૪ ના મે માસની શરૂઆતમાં મહારાજ ચિપલુણ ગયા અને ત્યાં પરશુરામનાં દર્શન કરી રાયગઢ પાછા આવ્યા. ત્યાર પછી તેમણે પ્રતાપગઢની ભવાનીનાં દર્શન માટે જવાની તૈયારી કરી. તુળજાપુરની ભવાની એ મહારાજની કુલદેવી હતી એટલે એનાં દર્શન માટે મહારાજને વારંવાર જવાની જરૂર પડતી. વારંવાર તુળજાપુર જવાનું બહુ અડચણભરેલું હતું એટલે મહારાજે એવીજ પ્રતિમા પ્રતાપગઢ ભવાનીના મંદિરમાં પધરાવી હતી. આ ભવાનીનાં દર્શન માટે મહારાજ ગયા અને ત્યાં એમણે પૂજા અર્ચા કરાવી. ભવાનીના મંદિરમાં પૂજા, અર્ચા, અભિષેક, વગેરેની ધામધુમ થઈ. આ માતાના મંદિર માટે મહારાજે એક સૂવર્ણ છત્ર રૂ. ૫૬ હજારની કિંમતનું અર્પણ કર્યું. આ ઉપરાંત બીજી ઘણી કીમતી ચીજે મહારાજે મંદિરને ભેટ આપી. ભવાનીની પૂજા વગેરે વિધિ આટોપી મહારાજ પાછી રાયગઢ પધાર્યા. મહારાજના રાજગોર પ્રભાકર ભટ્ટના દિકરા બાલભટ્ટે રાયગઢમાં મહારાજ પાસે એકલીંગજી મહાદેવ અને ભવાનીની પૂજા વગેરે કરાવ્યાં. રાજ્યાભિષેકની ક્રિયા પહેલાં મહારાજને ઉપવીત સંસ્કાર થવાનો હતો તે માટે સર્વ તૈયારીઓ કરવામાં આવી. ૧૬૭૪ના મે માસની તા. ૨૮ને રોજ ઉપવીત સંસ્કાર વિધિ થયો. પંડિત ગાગાભટ્ટની ખાસ દેખરેખ નીચે વિધિની સંપૂર્ણ સમાપ્તિ થઈ. આ
વિધિ પૂરી થતાંજ મહારાજે ભારે દક્ષિણ આપી બ્રાહ્મણને સંતોષ્યા. પં. ગાગાભટ્ટને ૭૦૦૦ હેનની - દક્ષિણ આપવામાં આવી. ૧૭૦૦૦ હનની દક્ષિણ બીજા બ્રાહ્મણેમાં ઉપવીત સંસ્કાર નિમિત્તે
વહેંચવામાં આવી.
મહારાજની તુલા.
ત્યારપછી નીચેની ચીજોથી મહારાજની તુલા કરવામાં આવી અને એ બધી ચીજો બીજી કીમતી દક્ષિણ સહિત બ્રાહ્મણોમાં વહેંચી દેવામાં આવી. નીચેની દરેક ચીજની જુદી જુદી તુલા મહારાજની સાથે કરવામાં આવી હતીઃ–સોનું, ચાંદી, ત્રાંબું, જસત, કલાઈ. સીસું, લોઢુંઊંચા પ્રકારના શણનું કપડું, મીઠું, લેઢાના ખીલા, ઘી, ખાંડ, મેવા, નાગરવેલનાં પાન, સોપારી, લવીંગ, ઈલાયચી, જાયફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com