________________
પ્રકરણ ૭ મું] છે. શિવાજી ચરિત્ર
૫૩૫ જળાશ હેવાં જોઈએ, રાજધાનીની આસપાસના પ્રદેશમાં નાના પ્રકારનાં ધાન્ય ઉત્પન્ન થવાં જોઈએ, તે સ્થળ શત્રુઓ માટે દુષ્પાપ્ય હોવું જોઈએ. શિષ્ટ જનોની સૂચનાનુસાર રાયગઢ કિલ્લે ઉપરોક્ત લ@ોથી યુક્ત જણાય. એ સિવાય સ્વરાજ્યમાં શત્રુઓને માટે દુષ્મા સ્થળ બીજું કઈ જણાયું નહિં. એ ગઢ ઉપરજ રાજ્યાભિષેકને સમારંભ કરવાનો નિશ્ચય થયો.
ગઢ ઉપર નિવાસ કરવા માટે મહારાજે એક ઉત્તમ મહાલય બંધાવ્યો હતો. પ્રધાન, સર કારકુન વગેરે અધિકારીઓને રહેવા માટે અનેક મકાને બંધાવ્યાં હતાં. સિંહાસન માટે એક વિશાળ ગ્રુહ બનાવ્યું હતું. સભાગૃહ સિવાય મહાલયમાં વિકસભા (જયાં પંડિતની સભા ભરાતી), ન્યાયસભા ( જ્યાં પ્રજાની ફરિયાદનો ન્યાય થત), પ્રગટ સભા ( જ્યાં ગરીબ ગરબાની ફરિયાદ સાંભળવામાં આવતી), પ્રબોધસભા ( જ્યાં પુરાણની કથા અને કીર્તન થતાં), રત્નાગર સભા ( જ્યાં અલંકાર, વસ્ત્ર વગેરેની કિંમત અંકાતી), નીતિ સભા ( જયાં પરદેશીઓને આદરસત્કાર અને મુલાકાત થતી), વગેરે જુદાં જુદાં સભાગૃહે બંધાવ્યાં હતાં, તેમજ તેમ અતગૃહ, દેવાલય, ભજનગૃહ આદિસ્થાને બનાવ્યાં હતાં. સિંહાસનગૃહમાં હજારો મનુષ્યો બેસી શકે એટલી વિશાળ જગ્યા હતી. તેની રચના એવી ઉત્તમ હતી કે, અંદર બેઠેલાં મનુષ્યને કઈ પણ જાતની અડચણ પડે નહિ. રાયગઢ ઉપરની વ્યવસ્થા જતાં જણાય છે કે એ ગઢ ઉપર ગાદી સ્થાપવાને મહારાજનો પ્રથમથી જ વિચાર હિતે પંડિતની સંમતિ મળતાંજ મહારાજે ગઢ ઉપરના મહાલયની ભીતિ વિધ વિધ પ્રકારના રંગ વડે રંગાવી, તે પર સુંદર આકર્ષક ચિત્રો કઢાવી મહાલયને સુંદર બનાવ્યું. જે સભાગૃહમાં સિંહાસન સ્થાપવાનું હતું તે સ્થળે સેનાનાં પતરાંથી મઢેલા ચાર સ્થંભ રોપી તે પર અમૂલ્ય જરી કસબને ચંદર બંધાવ્યું. ચંદરવાની કિનાર૫ર મુક્તાફળના ઝુમખાવાળાં તોરણે લટકાવ્યાં. ગઢ ઉપરનાં ઈતર સ્થાને તથા મકાને રંગાવી સુશોભિત કરાવ્યાં. રાજ્યાભિષેકને પ્રસંગે આવનાર વિદ્વાન બ્રાહ્મણ અને માંડલિક રાજાઓને ઉતરવા માટે સગવડવાળી જગ્યાએ રાખી ત્યાં ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરી હતી. ભેજનપંક્તિ બેસાડવા માટે અને સભાઓ ભરવા માટે જુદે જુદે સ્થળે વિસ્તીર્ણ મંડપ ઉભા કર્યા હતા. સ્વરાજ્યના ગુણીજને, ગવૈયા, બજવૈયા અને રામજણીઓ વગેરેને બોલાવી પણુઓને ગમ્મત તથા આનંદ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્રાહ્મણભજન માટે એક જ સ્થળે પાંચ હજાર બ્રાહ્મણની પંક્તિ બેસી શકે એવાં પાંચ દશ સ્થળે નિર્માણ કર્યાં હતાં. એ પ્રત્યેક સ્થળે ભેજન તૈયાર કરવા માટે કેળવાયેલા પાકશાસ્ત્રીઓ, પીરસનાર અને પત્રાવળી ઉપાડી લેનાર મનુષ્યો નીમી સર્વ પ્રકારની ઉત્તમ તૈયારી રાખી હતી. નિત્ય જેટલા બ્રાહ્મણે આવે તેમને માટે નિત્ય નૂતન પકવાન્ન તૈયાર કરવાની પાકશાસ્ત્રીઓને સૂચના અપાઈ હતી. આપ્ત, સુહદ અને સેવકજનો માટે રહેવાના મકાનની સગવડ થાય અને તેમને કઈ પણ વસ્તુની ઉણપ ન પડે એવી પિતાનાં મનુષ્યોને સખત તાકીદ આપી હતી. તેમને જમવા બેસવા માટે પણ મોટા મોટા મંડપ બંધાવી તૈયાર કર્યા હતા.
એ પ્રમાણે કિલ્લા ઉપર અને કિલ્લા નીચેની મારી ઉપર સ્થળે સ્થળે મંડપ, તંબુ અને રાવટીઓ બાંધવામાં આવી હતી. સમારંભમાં આવનાર નાનાં મોટાં સર્વ મનુષ્યોને કોઈપણ પ્રકારની ન્યૂનતા પડે નહિ માટે ધાન્ય વગેરેના ઊંચા પર્વત જેવા કાઠાર ભરાવી તે ઉપર દેખરેખ રાખવા અધિકારીઓ નીમવામાં આવ્યા હતા અને સર્વ અધિકારી ઉપર દેખરેખ રાખવા એક અધ્યક્ષ નીમ્યો હતો. પ્રત્યેક પદાર્થો જુદા જુદા અધિકારીના તાબામાં સેપ્યા હતા અને તેમના હાથ નીચે કારકુનો તથા નેકરો નીમ્યા હતા. જે વસ્તુની જરૂર પડે તે તત્કાળ પૂરી પાડવાને અને કોઈપણ વસ્તુની કેાઈને ઉણપ પડે નહિ તેમજ કેઈ ને કદી પણ નકાર કહેવો નહિ એ મહારાજે સખત હુકમ ફેરવ્યો હતો. સમારંભમાં આવેલા સર્વ દરજાના મનુષ્યોની તેમની યોગ્યતા પ્રમાણે બંદોબસ્ત થાય છે કે કેમ તેની દેખરેખ રાખવા અધિકારીઓ નીમ્યા હતા. મહારાજે સર્વ કરોને સખત આજ્ઞા ફરમાવી હતી કે નાના મોટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com