________________
પ્રકરણ ૨ જું ] છે. શિવાજી ચરિત્ર
૨૯ નિઝામશાહી ઉપર આજે કોઈ પણ જાતનું વાદળ આવત નહિ એવી એવી વાતો જાધવરાવ બેગમ સાહેબાને કાને પડે એવી ગોઠવણ કરી. જાધવરાવે ચલાવેલી અને ફેલાવેલી વાતે બેગમ સાહેબાને ગળે ઊતરી અને જાધવરાવ પિતાની મતલબમાં સફળ નીવડ્યો એ પણ સિહાજી જાણી ગયો. જેને માટે સસરા સામે તલવાર ઉગામી છે, જેને માટે બળવાન શત્રુ સામે સામને કરવા તૈયાર થયા છીએ, તે બેગમ સાહેબા જ જ્યારે કપટજાળમાં ફસાઈ ઈરાદાપૂર્વક ઉડાવવામાં આવતી વાતોનો ભોગ થઈ પડી છે, ત્યારે હવે લડાઈ કરી લેહી કેને માટે રેડવાં એ વિચારે સિહાજીને બહુ દુખ થયું. બેગમ સાહેબ દમન સાથે બારોબાર સંદેશા ચલાવી રહી છે એ વાત સાંભળી સિંહા તદ્દન નાસીપાસ થયે. જે ગાદીની ઈજ્જત માટે લેહી રેડવાનાં અને માથાં કપાવવાનાં તે ગાદીના માલિક જ શત્રુ સાથે સંદેશા ચલાવે તો પછી એવા માલીક પાસે રહેવામાં કયે વખતે નાક કપાશે તેની ખબર સરખી પણ નહિ પડે તેથી સિંહાએ પોતાના કારભારી નારોપંત મજમુદારના ભાઈ બાળકૃષ્ણપત હણુમંતેને બિજાપુર દરબારમાં, “સિંહાજી લશ્કર સાથે જોડાવા ખુશી છે' એ સંદેશ લઈને મુરાર જગદેવ મારફતે બિજાપુર બાદશાહ તરફ મેક (૨. રાવ વિના . . ૪૨). સિંહાજીના મિત્ર રણદુલ્લાખાન બિજાપુરની બાદશાહતમાં સારી લાગવગ ધરાવતા હતા. સરદાર રણદુલ્લાખાન તથા મુરાર જગદેવની સલાહથી બાદશાહે સિંહાજીની સેવા સ્વીકારી અને ભારે માન સાથે એમને દરબારમાં આવવા આમંત્ર મોકલ્યું. એ વખતે સિંહાજીએ પોતાના કારભારીને બિજાપુર દરબાર પાસે મોકલ્યો હતો તે વખતના સંજોગ દરબારનું આમંત્રણ આવ્યું તેના કરતાં તદ્દન જુદા હતા. આ વખત તો નિઝામશાહી ભારે આફતમાં હતી. આવે વખતે આ આમંત્રણ આવ્યું એટલે સિંહાજી ભારે ગૂંચવણમાં પડ્યો.
આ વખતે મુગલ સેનાને ટક્કર આપી રણમાં રગદોળે એવો વીર નિઝામશાહીમાં એકલો સિંહજી જ હતિ. સિંહાજીનું શૌર્ય જાધવરાવ બરોબર જાણતા હતા અને તેથી જ બેગમ સાહેબાને બુદ્ધિભેદ કરી સિંહાને દૂર ખસેડી નિઝામશાહીને નમાવવાને જાધવરાવને ઘાટ હતો. આવે વખતે માલીકને છોડ કે નહિ એ પ્રશ્ન ભારે વિકટ હતા. સિંહાને આ પ્રશ્ન ભારે દુખ દઈ રહ્યો હતો. પણ જ્યારે ખૂદ બેગમ સાહેબ ખુલ્લે ખુલ્લું કહેવા લાગી કે સિંહાજીને લીધે બાદશાહતને ભારે નુકસાન પહોંચે છે, અને એ જ્યારે સિંહાજીના પિતાના સાંભળવામાં આવ્યું ત્યારે સિંહજીની ધીરજ ખૂટી ગઈ અને જ્યારે માલીકનું દિલ આપણે માટે આવું કલુષિત થયું છે ત્યારે નિઝામશાહીમાં રહેવામાં માલ નથી એમ એને લાગ્યું અને નિઝામશાહી છોડવાનો નિશ્ચય કર્યો. સિહાજની લાગણી દુભાઈ હતી. એને ભારે અપમાન લાગ્યું છતાં પણ એ બધું ગળી ગયો અને માલીકની સ્થિતિ બહુ જ નબળી હોય ત્યારે તેને નિરાધાર ન કરવી એમ વિચાર કરી પિતાના ભાઈ શરભોજીને નિઝામશાહીની સેવામાં જ રાખી, સાચી વાત અને પિતાની લાગણી તથા દિલનું દુખ બેગમ સાહેબને જણાવી સિંહા પિતાની ધર્મપત્ની જીજાબાઈને સાથે લઈ મહુલીના કિલ્લામાંથી નીકળી ગયો. સિંહાજી કિલ્લામાંથી નીકળી ગયાના સમાચાર જાધવરાવે જાણ્યા. જાધવરાવને તે જોઈતું હતું ને વૈદે કહ્યું. જાધવરાવે જોયું કે પોતે બિછાવેલી જાળમાં એ બેગમસાહેબાને આબાદ સપડાવી શકે છે. પિતાના પાસા સવળા પડવા તેથી જાધવરાવને વિજય મેળવવાની આશા બંધાઈ. સિંહાજીને આગળ વધવા દઈને જાધવરાવ તેને પકડવા માટે તેની પૂઠે પડયો. સિંહાજી બિજાપુર તરફ કૂચ કરતો જતો હતો. રસ્તામાં તક સાધીને સિંહજીએ મુગલેની રસદ લૂંટી. આ વખતે સિંહજીની ધર્મપત્ની જીજાબાઈને ૮ માસનો ગર્ભ હતો. એ પણ સિહાજીની સાથે છેડેસવાર થઈને મહુલીના કિલ્લામાંથી નીકળી કુચ કરી રહી હતી. સિંહાજીનો પાટવી પુત્ર સંભાજી પણ સિંહાજીની સાથે જ હતા. પોતાની પેઠે સસરો જાધવરાવ સિન્ય સાથે પડ્યો છે તેની ખબર સિંહજીને હતી. “સિંહાજીને હવે જોતજોતામાં પકડી મુગલ સત્તા આગળ એને ખડે કરીશ,” એ વિચારમાં જાધવરાવ પણ પિતાની કૂચ ઝડપથી કરી રહ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com