________________
પ્રકરણ ૭ શું ]
છે. શિવાજી શરિત્ર જતા અટકાવવાના હુકમે આપ્યા. મહારાજના હુકમે એમના માવળા અક્ષરશઃ પાળતા. આવી રીતે રાખવામાં આવેલા માવળાઓના ટોળાઓ અને કેકણ આવતા મુગલ લશ્કરની વચ્ચે એક ઠેકાણે લડાઈ થઈ. માવળાઓએ મુગલોને હરાવ્યા અને દિલેરખાનને પાછો વાળ્યો. ઉત્તર હિંદુસ્થાનમાં પ્રતિકૂળ સંજોગો ઉભા થયા એટલે ઔરંગઝેબ બાદશાહે દિલેરખાનને ઉત્તરમાં બોલાવી લીધો. દિલેરના ગયાથી દક્ષિણ મુગલ સૂબેદાર બહાદુરખાન એકલો જ જવાબદાર અમલદાર રહ્યો. આ અમલદાર પિતાનું સંભાળીને જ બેસે એવી પ્રકૃતિને હતો એટલે એના તરફથી મરાઠાઓને હેરાનગતિ થશે એવી બીક હવે મહારાજને રહી નહિ.
૪. રાજ્યાભિષેક સમારંભ. માણસના જીવનના ઘડતરની જવાબદારી ઘણું કરીને તેની માતા, સાથી અને શિક્ષકની હેય છે. બચપણમાં માતા બાળકની ગળથુથીમાં જે ગુણનું પાન કરાવે છે તેને વિકાસ થતાં સાથીઓનું કામ તે પિષવાનું હોય છે અને શિક્ષક તેને વધારી વિકાસ કરે છે. હિંદુ ધર્મ માટેનું અભિમાન, ક્ષત્રિયત્ન જુસ્સ અને હિંદુત્વના રક્ષણની ધગર
અને હિંદુત્વના રક્ષણની ધગશ એ ગણોનો મહારાજમાં વિકાસ થવા લાગ્યો. ગળથુથીમાંથી જ હિંદુત્વ માટે એમનામાં ભારે પ્રેમ પેદા થયો હતો તે ધીમે ધીમે વધવા લાગ્યો. મહારાજ મેટા થતાં એમના સાથીઓની સેબતમાં એ ગુણો પોષાયા અને ગુરુ દાદાજી કેન્ડદેવની તાલીમમાં એ ગુણો બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવાયા અને મહારાજનું જીવન ઘડાવા લાગ્યું, બચપણમાં મહાભારત અને રામાયણની વાતો સાંભળ્યાથી મહારાજમાં ક્ષત્રિયને જુસ્સો પેદા થયો હતો. પિતે શ્રી રામચંદ્રજીના વંશના ક્ષત્રિય છે એ વાતે વારંવાર એમના કાન ઉપર આવવાથી એમનામાં એક પ્રકારનું અભિમાન પેદા થયું હતું અને હિંદુસ્તાનમાં મુસલમાની સત્તા ભારે જોર ઉપર છે, તે હિંદુસ્થાનના હિંદુઓ ઉપર ભારે અત્યાચાર કરી રહી છે. હિંદુ દેવમંદિર ઉપર આક્રમણ થયાં જાય છે, ગૌમાતાની કતલ ચાલી રહી છે, હિંદુસ્ત્રીઓનાં શિયળ લૂંટાઈ રહ્યાં છે, હિંદુઓની ઈજ્જત આબરૂના કાંકરા થઈ રહ્યા છે, હિંદુઓનો કોઈ વાલીવારસ નથી, હિંદુસ્થાનમાં કે જગતમાં હિંદુઓનો કઈ બેલી નથી, કોઈ ત્રાતા નથી, મુસલમાનેએ સત્તાના જોર ઉપર હિંદુઓ ઉપર ભારે જુલમ કર્યા છે અને કર્યું જાય છે, વગેરે વાતો વારંવાર શિવાજી મહારાજને માતા જીજાબાઈ અને બીજાઓ કહી સંભળાવતા અને આ વાતની બહુ ઊંડી અસર આ કુમળા બાળકના અંતઃકરણ ઉપર થઈ હતી. આવી રીતની તાલીમમાં, કેળવણીમાં આ બાળકનું બચપણું ઘડાયું હતું.
હિંદુત્વરક્ષણ માટે કંઈપણ કરવું જોઈએ. ધર્મનું રક્ષણ કરવાની હિંદુઓની અને તેમાં વળી દરેક ક્ષત્રિયની તે ખાસ ફરજ છે એ વિચારો બહુ કુમળી વયે મહારાજના મગજમાં ઉભા થયા હતા. આ વિચારને અમલમાં મૂકવા માટે શું કરવું એની આ બાળકને સૂઝ પડતી ન હતી. યવનસત્તાને નમવાની બાબતમાં મહારાજે એમના પૂજ્ય પિતા સાથે બિજાપુરમાં બહુ વિનયપૂર્વક વિરોધ કર્યો હતો. તેને પરિણામે તેમને બિજાપુર છોડવું પડયું હતું. બિજાપૂરથી પૂને આવ્યા પછી પોતાના સ્નેહીઓ, સેબતીઓ અને ગઠીઆઓની સાથે મસલત કરી મહારાજે બહુ નાની ઉંમરમાં જ હિંદુત્વરક્ષણ માટે અને મુસલમાનોની સત્તામાંથી દેશને મુક્ત કરવા માટે હિંદુરાજ્ય સ્થાપવાનો નિર્ધાર કર્યો હતે. હિંદુધર્મ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે, યવને ઠેકઠેકાણે હિંદુ સ્ત્રીઓની ઈજ્જત લૂંટી રહ્યા હતા તેમને સજા કરી સતીઓનાં શિયળનું રક્ષણ કરવા માટે, હિંદુસંસ્કૃતિ અને હિંદુત્વ ટકાવી રાખવા માટે, હિંદુઓને જોરજુલમથી વટલાવી મુસલમાન કરનાર સત્તાને નાશ કરવા માટે, મહારાજે હિંદવી સ્વરાજ્ય સ્થાપન કરવાની યોજના ઘડી કાઢી હતી. આ યોજના પ્રમાણે સ્નેહી અને સાથીઓને સંપૂર્ણ સહકાર મેળવી, પિતાના વિચારનો પ્રજામાં ફેલાવો કરી, હિંદુત્વને બુઝાતો દીપક લેકમાં સતેજ કરી, જામેલી મુસલમાન સત્તાની જડ ઉખેડવા માટે જુવાનનું સુંદર જૂથ ઉભું કરી, યોજેલી પેજના પાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com