________________
પ્રકરણ : ૬] -
છે. શિવાજી ચરિત્ર મળ્યું હતું. એ શહેરમાં પરદેશના પણ ધનવાન અને નામીચા વેપારીઓની દુકાન હતી, પણ વખારે હતી. આ શહેરમાં અંગ્રેજ કઠીવાળાઓને પણ મરાઠાઓએ લુટયા હતા. અંગ્રેજ વેપારીઓને આ ભેટમાં આસરે હજાર હેનનું નુકસાન થયાનું કહેવામાં આવે છે. આ વખતે મુંબાઈને અંગ્રેજ ગવર્નર મી. ગીઅર હતો. એણે મહારાજને પિતાના મૃત્યોથી રાજી રાખ્યા હતા. એક વખતે તક સાધીને મહારાજને ખુબળીની અંગ્રેજોની કરેલી લંટના સંબંધમાં ગીઅર વાત કાઢી અને એ નુકસાન માટેના બદલે આપવા વિનંતિ કરી. મહારાજે તેને જણાવ્યું કે મારા સિપાહીઓએ અંગ્રેજોને લૂંટા હશે પણ તમે કહે છે એટલું નુક્સાન એમને થયેલું નથી. એમણે તરત જ લૂંટમાં મેળવેલા માલની યાદી પિતાના અમલદારો પાસેથી મંગાવી અને ગીઅરને બતાવી આપ્યું કે એ યાદીમાં અંગ્રેજોની વખારમાંથી ફત બસ હેનની કિંમતને માલ લૂંટવામાં આવ્યો હતો. “આ નુકસાન અને રાજાપુરમાં થયેલા નુકસાનનો બદલે અમે આપીશું' એવો જવાબ મહારાજે આપ્યો હતો. આ લૂંટ વખતે શિવાજી મહારાજે અંગ્રેજ, ફેંચ, ડચ અને એવા બીજા યુરોપિયન કાઠીવાળાઓ પાસેથી ખંડણી લીધી હતી.
૬. કારવાર, અકેલા અને શિવેશ્વરના થાણાં શિવાજીએ સર કર્યો. આ વખતે કારવારમાં મિયાંસાહેબ રાજુમિયાં નામને ફોજદાર બહુ બળીઓ અને હિંમતબાજ હતા. આદિલશાહી દરબારની નબળાઈ દેખી એ સત્તા સામે બંડ કરવાનો એણે વિચાર કર્યો. એણે કારવારના સરકારી (આદિલશાહી) અમલદારને કેદ કર્યા, એ ગાળાના દેશમુખને દાબી દીધા અને ફીરંગીઓને પણ એ સતાવવા લાગ્યા. કારવારમાં અંગ્રેજો હતા તેમની પાસે પણ એણે દારૂગળ અને બંદુકેની માગણી કરી. અંગ્રેજોએ એની માંગણી પ્રમાણે દારૂગળ અને હથિયારો ન આપ્યાં તેથી એમની વખારો લૂંટી એમને હેરાન કર્યા. રાજુમિયાંના બંડની ખબર બિજાપુર ગઈ એટલે એને દાબી દેવા માટે વજીરે ૮ હજાર સિપાહીઓને લશ્કર કારવાર મેકર્યું. મહારાજના જાસૂસેએ મહારાજને રાજુમિયોના બંડની ખબર આપી. મહારાજ આ તક જવા દે એવા ન હતા. એમણે આદિલસાહીના આ મુલક ઉપર ચડાઈ કરી અને મિયાં રાજુના તાબાના કારવાર, અકેલા અને શિશ્વરના થાણાઓ કબજે કર્યો.
૭મરાઠાઓએ ઘણા કિલાએ કબજે કર્યા. મહારાજે હબળી ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાં મુજફરખાન નામનો અમલદાર બિજાપુર સરકાર તરફથી વહીવટ કરી રહ્યો હતો. મરાઠાઓએ હુબળી લુંટવાના સમાચાર બિજાપુર પહોંચ્યા ત્યારે દરબારના સરદારોને ઘણું લાગી આવ્યું. મુજફરખાન પણ શિવાજીને મળી ગયો છે એવી વજનદાર સરદારોમાં પણ વાતે થવા લાગી. મુજફરખાન ઉપર નિમકહરામીનો આરોપ આવ્યા એટલે બિજાપુર બાદશાહના વાલીએ એને એ જગ્યાએથી દૂર કર્યો. મુજફરખાને આદિલશાહી સત્તા સામે બંડ ઉઠાવ્યું. શિવાજી મહારાજે આદિલશાહીની નબળી સ્થિતિને લાભ લેવાનો વિચાર કર્યો. મહારાજના મરાઠા લશ્કરે ઘણી મુલક લીધે અને ઘણા કિલ્લાઓ કબજે કર્યા. મરાઠાઓને દિગ્વિજય જોઈ બેદનુરને રાણે ગભરાઈ ગયે અને એણે મરાઠાઓની સત્તા સ્વીકારી અને મરાઠાઓને વકીલ પિતાના દરબારમાં રાખ્યો. આ વખતે ઈતિહાસપ્રસિદ્ધ પરળીને કિલ્લે આદિલશાહીના હાથમાં હતા તે જીતી લેવા માટે મરાઠાઓએ પ્રયત્નો કરવા માંડ્યા. મહારાજે એ કિલ્લે કબજે કરવાનો નિશ્ચય કરી માવળાઓની એક ટુકડી એ કિલ્લા ઉપર હલે કરવા મોકલી. માવળાઓએ એ કિટલા ઉપર ચડાઈ કરી કિલે સર કર્યો. આ કિલ્લો સર થયા પછી મહારાજની નજર સતારાના કિલા ઉપર પડી. એ કિલ્લે બહુ મજબૂત અને મહત્વનો હતે. મહારાજ એ કિલ્લે લેવા માટે ભારે ઈન્તજારી રાખતા હતા. મરાઠાઓની સત્તા ટકાવી રાખવા, વધારવા અને મજબૂત કરવા આ કિલ્લાની જ૨ મહારાજને જણાઈ મહારાજે પોતે આ કિલા ઉપર ચડાઈ કરી ઘેરો ઘાલ્યો. કિલ્લામાં અન્ન, સામગ્રી વગેરેની બરાબર ગોઠવણ કરવામાં આવી હતી. આ કિલ્લા ઉપરને આદિલશાહી કિલ્લેદાર બાહેશ, હિંમતબાજ તથા હિકમતી હતીમરાઠાના
66.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com