________________
પ્રકરણ : ૩
છે. શિવાજી ચરિત્ર કરેલી યેજના આપે અમલમાં મૂકવાની છે. તે પેજના પ્રમાણે શહાદુર્ગ કિલ્લો મને સેંપવાને છે એ તાકીદે મારા કબજામાં રોપવો જોઈએ.’ ખવાસખાનની દાનત ફરી ગઈ એટલે એણે જવાબ આપ્યો કે ‘બધી વાત ખરી પણ બાદશાહ તદ્દન બાળક છે, અજ્ઞાન છે, અણસમજુ છે. એ પિતાનું હિત અથવા લાભ સમજી શકે એવું નથી. એને નફાનુકસાનીનું ભાન નથી. આવા સંજોગોમાં સત્તનતને કઈ પણ કિલ્લો કેઈના કબજામાં સેંપવાની મારી સત્તા નથી. હું કોણ? વરસ બે વરસ થેભો એટલે આપણે કઈ વસેલે માર્ગ શોધી લઈશું. ” અબદુલ મહમદને આ જવાબથી ભારે અપમાન લાગ્યું. ખવાસખાનને અબદુલ મહમદનું દિલ ખાટું થયું છે તેની ખબર મળી. એણે મીઠા શબ્દોથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એવી મીઠાશથી ભોળવાઈ જાય એ અબદુલ મહમદ ભટ ન હતો. એણે લોહીનું પાણી કરીઅનેકનાં અપમાને ગળી જઈ, અનેક અડચણે સહન કરી વરસ સુધી હિથી આદિલશાહી સલતનતનું વહાણ ભારે તોફાને અને અનેક ખડકો હોવા છતાં સહીસલામત હંકાર્યું હતું. તેની સાથે વખત બદલાતાં ન વછર અપમાનભર્યું વર્તન કરે એ એનાથી સહન ન થયું. એણે રાજકારભારમાંથી હાથ ધોઈ નાંખ્યા એટલું જ નહિ પણ જે રાજ્યની ઈજજત સાચવવા માટે એણે અનેક કષ્ટો વેઠયાં હતાં તે રાજ્યના દરબારની આવી દુર્દશા થાય એ એને બહુ અસહ્ય થઈ પડ્યું. આવી સ્થિતિમાં બિજાપુરમાં પડી રહેવા કરતાં રાજધાનીનો ત્યાગ કરવો એ એને એ સંજોગોમાં ડહાપણભર્યું દેખાયું એટલે એણે બિજાપુર છોડયું. અબદુલ મહમદના જવાથી શિવાજી મહારાજની સાથે મીઠે સંબંધ રાખનાર બિજાપુર દરબારમાં કેઈ રહ્યું નહિ. - ખવાસખાનની ખાસિયત મહારાજ જાણતા હતા. ખવાસખાનના હાથમાં આદિલશાહીની સત્તા આવી એ મહારાજના જાણવામાં આવ્યું એટલે એમણે પોતાની તૈયારીઓ ઝડપથી કરવા માંડી. ખવાસખાન જેવાને હાથે આદિલશાહીને શુક્રવાર થવાને નથી એની મહારાજને ખાતરી હતી. ખવાસખાનની નિર્બળતાને લાભ લઈ મુગલ અને કુતુબશાહી સુલતાન આદિલશાહીના ફનાફાતિયા કરવા ચૂકશે નહિ એની મહારાજને ખબર હતી એટલે એમણે આવા સંજોગોમાં શું કરવું તેને વિચાર કરવા માંડયો.
મહારાજના જાસૂસે આદિલશાહી દરબારમાં અને રાજ્યમાં બહુ કુશળતાથી કામ કરી રહ્યા હતા. આદિલશાહી વજીર અને સરદારને મુગલે મરાઠાઓ સામે ઉશ્કેરી રહ્યા છે એની ખબર મહારાજને હતી. આ વખતે હાથ જોડીને બેસી રહેવું એ કેવળ મૂર્ખાઈ છે માટે સંજોગો બરાબર ધ્યાનમાં લઈ આદિલશાહી ઉપર હાથ નાંખવાને મહારાજે નિશ્ચય કર્યો. આદિલશાહી મુલાકે લેવાની મહારાજે તૈયારી કરી.
આદિલશાહી દરબારમાં તહનામાની કલમ મુજબ મહારાજનો વકીલ રહેતો હતો. આ વખતે બિજાપુર દરબારમાં બાબાજી નાઈક પંડે નામને શિવાજી મહારાજને વકીલ હતા. મહારાજે બિજાપુરથી પોતાના વકીલને પાછો બોલાવી લીધે. શિવાજી મહારાજે માવળાઓનું લશ્કર ભેગું કર્યું. પોતાના લશ્કરની કેટલીક ટુકડીઓ સરદાર આણંદરાવને આપી એને મુગલ અને બિજાપુરના મુલકે લૂંટવા માટે રવાના કર્યો. આ સરદારને મહારાજે વાઈથી લમેશ્વર સધીને મુલક જીતવાનો હુકમ કર્યો હતો. મુગલ અને આદિલશાહીને મુલક સર કરવા માટે પન્હાલાને કિલ્લો બહુ મહાન હતા. એ કિલ્લાને કબજે એ મુલકો જીતવામાં ભારે મદદરૂપ થઈ શકે એમ હતું એટલે આવો મહત્ત્વનો કિલો કબજે લેવા માટે મહારાજે સરદાર આણુજી દત્તોને હુકમ કર્યો. મરાઠા લશ્કરમાંથી ૧૫૦૦૦ યુદ્ધાઓ સાથે લઈ આપણા દત્તો નીકળ્યો અને એણે આદિલશાહી સલતનતના પહાળા કિલ્લાને ઘેરે ઘાલ્યો. પહાળા કિલ્લાને મરાઠાઓએ ઘેરે બાલ્યો છે એ સમાચાર આદિલશાહી અમલદારોને મળતાં જ સરદાર અબદુલકરીમ મોટું લશ્કર લઈને મરાઠાઓને હાંકી કાઢવા માટે તૈયારી કરવા લાગ્યો. મરાઠાઓ પ~ાળા સર કરવામાં નિશ્ચયથી જ ઘેરો ઘાલીને પડયા હતા. મરાઠા સરદાર અણછ દત્તના હાથ નીચે કેડાછ, ગુણાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com