________________
છે પ્રકરણ ૪
પાટ
છે. શિવાજી ચરિત્ર બહુ વહેમી હતી. ડોશીએ દિકરાને સોગન દીધા કે આ કામમાં તું પડતો નહિ કારણ કે જે નવા શાહજાદાને ગાદી ઉપર બેસાડે છે તેનું ખૂન થાય છે. તને જે તારી મા વહાલી હોય તે આટલું મારું કહ્યું માન. માતાના શબ્દોની દિકરાના અંતઃકરણ ઉપર ઊંડી અસર થઈ કે નહિ તે ખાતરીથી કહી શકાય નહિ પણ બાદશાહે નક્કી કરેલી યોજના અમલમાં મૂકવામાં અબદુલ મંદ બની ગયા હતા. બાદશાહ વછરનું અંતરંગ સમજી ગયા અને એણે એ વાત પડતી મૂકી બીજી વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. પિતાના મરણ પછી સલ્તનતની ખરાબી થવાની છે એની એને ચિંતા હતી. દરબારના કુસંપથી બાદશાહી તૂટી પડશે એવું એને લાગ્યા કરતું હતું. પિતાના મરણ પછી પણ સલ્તનત સહીસલામત રહે તે માટે બાદશાહે પિતાના મરણ પછી કેવી વ્યવસ્થા કરવી તે મરણ પહેલાંજ નક્કી કરી દીધું હતું. સ. ખવાસખાનને સગીર શાહજાદા સિકંદરના પાલક અને ગાદીના કારભારી નીમવામાં આવ્યું હતો. અબદલ મહમદને શાહદુર્ગનો કિલ્લો અને ગુલબર્ગ સોંપવામાં આવ્યા અને ગુલબર્ગ ખાતે રહીને એણે મગલ સાથેની લડાઈ જારી રાખી સલ્તનતને મજબૂત બનાવવી. અબદુલકરીમ બહિલેલખાનને તાબામાં ~ાળા અને મીરા એ બે નામીચા કિલ્લાઓ આપ્યા અને તેને શિવાજીનો સામનો કરી તેમને સતાવવાનું કામ સોંપ્યું. મુજફરખાનને બેદનુર સર કરવાનું કામ સોંપવામાં આવ્યું. અબદુલ મહમદને માથે ખવાસખાનના હાથ નીચે રહીને તેની સૂચના મુજબ તેની યોજનાઓ અમલમાં મૂકવાની જવાબદારી નાંખવામાં આવી હતી. આવી રીતે પિતાના મરણ પછીની વ્યવસ્થા બિજાપુર બાદશાહે કરી હતી.
ઈ. સ. ૧૯૭૨ના નવેમ્બરની ૨૪મી તારીખે આદિલશાહી સુલ્તાન અલી આદિલશાહ બીજો મરણ પા. પિતાના મરણ પછી રાજ્યમાં ઝગડા, અવ્યવસ્થા અને અધેર ન પ્રવર્તે તે માટે એણે પહેલેથી ગોઠવણ કરી હતી છતાં બાદશાહને હેતુ બર ન આવ્યો. એના મરણ પછી શાહજાદા સિકંદરને ૫ વરસની સગીર વયે ગાદીએ બેસાડવામાં આવ્યો. બાદશાહના મરણ પછી દરબારના સરદારોના ઝગડાઓ ઘટવાને બદલે વધ્યા. આજ સુધી આદિલશાહી રાજ્યના સૂત્રે અબદુલ મહમદના હાથમાં હતા. તેને શિવાજી મહારાજ સાથે સારો સંબંધ હતા. સુલતાનના મરણ પછી એની ઈચ્છા મુજબ વછરના વસ્ત્રો ખવાસખાનને આપવામાં આવ્યાં. ખવાસખાનને અને શિવાજી મહારાજને તે બારમે ચંદ્રમાં હતે.
મરાઠાઓની સમશેરનો સ્વાદ ચાખ્યા પછી આદિલશાહી વછરે મહારાજની સાથે તહનામું કર્યું હતું તે સંબંધમાં અમે પાછળ જણાવી ગયા છીએ. એ ઉપરાંત મહારાજ અને સિંહાજી રાજની ભેટ થઈ તે વખતે છૂટા પડતી વખતે પિતાએ પુત્રને આદિલશાહી સાથે નહિ બગાડવાનું કહ્યું હતું. અનેક વખતે આદિલશાહી સાથે લે પાટલે બેસવાનો પ્રસંગ આવ્યું હતું પણ, પિતાના પૂજ્ય પિતાના શબ્દોને માન આપી મહારાજ બનતા સુધી એ પ્રસંગે ટાળતા હતા. મુગલે અને મરાઠાઓ વચ્ચે સળગી હતી ત્યારે મુગલ મુત્સદ્દીએ આદિલશાહીના કેટલાક સરદારને મરાઠાઓની સામે ઉશ્કેરી રહ્યા હતા, પણ શિવાજી મહારાજે બનતા સુધી આદિલશાહી સુલ્તાન અલી આદિલશાહ બીજે જેના દરબારમાં સિંહાજી રાજ સરદાર હતા અને જેના સંબંધમાં પિતાએ અનેકવાર મીઠાશ રાખવા કહ્યું હતું તેની સાથે નહિ બગાડવાને માટે ઘણી વખતે જતું કર્યું હતું. હવે સુતાન મરણ પામ્યા અને બાદશાહતની નાડીઓ એમના દુશમન ખવાસખાનના હાથમાં આવી એટલે મહારાજે પણ આદિલશાહી સામે કમર બાંધી. અલી આદિલશાહના મરણ પછી તરતજ એણે નક્કી કરી રાખેલી યોજના અમલમાં મૂકવાની હતી. તે યાજના મુજબ ખવાસખાન બાળ બાદશાહ સિકંદરને પાલક અને ગાદીને વછર બન્યો. એ યોજના મુજબ અબદુલ મહમદને શહાદુર્ગને કિલો સોંપવાનું હતું. તે કિલ્લો ખવાસે તેને સો નહિ એટલે એણે વછરને સંદેશ મોકલ્યો કે “ જીન્નતનશીન સુલતાનની ઈચ્છા પ્રમાણે એમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com