________________
મરણ છે ! છે. શિવાજી ચરિત્ર
પ૧૫ ૭ હજાર ઘોડેસવારની એક ટુકડી ત્યાં મેકલી. પ્રથમથી ગુપ્ત ગોઠવણ કરી રાખી હતી તે મુજબ બહાદુરખાને મુગલ લશ્કર નજીકમાં તૈયાર રાખ્યું હતું. મરાઠાઓ આવ્યા એટલે મુગલ અમલદારને ખબર પડી અને જિલ્લાનો કબજો લેવા આવેલા મરાઠાઓ ઉપર મુગલોએ અચાનક હુમલો કર્યો. મુગલોએ મરાઠાઓ ઉપર છાપો માર્યો તેથી મરાઠાઓ એકદમ ચમક્યા પણ સાવધ હતા એટલે ગભરાટમાં ન પમા. તરતજ લડાઈ શરૂ થઈ. મરાઠાઓએ મુગલોને હરાવવાના પ્રયત્ન કર્યો પણ મુગલોને જય થયો અને મરાઠાઓ હાર્યા. આ લડાઈમાં મરાઠાઓને બહુ નુકસાન થયું.
૩. ગોવળકડા પાસેથી મરાઠાઓએ ખંડણી લીધી. મુગલ સરદાર બહાદુરખાન ઉર્ફે ખાનજહાન મરાઠા બળને તેડી પાડી, મરાઠાઓની સત્તાને ઉખેડી નાંખી, મરાઠાઓને દાબી દઈ ઔરંગઝેબ બાદશાહની મરજી સંપાદન કરવાને માટે ભારે પ્રયત્નો કરી રહ્યો હતો. અનભવથી એણે માન્યું હતું કે મરાઠાઓને દાબી દેવાના પ્રયત્નો કર્યાથી બાદશાહ સલામતની કૃપા મેળવી શકશે પણ એની એ ધારણું ખેતી કરી. ભગીરથ પ્રયત્ન કર્યા છતાં પણ બાદશાહની મહેરબાની મેળવવાનું મહાભારત કામ એ કરી શક્યો નહિ. કરેલા પ્રયત્નો સફળ ન થયા એટલે એણે થાકીને અને નાસીપાસ થઈને દોડધામ કરવાનો કાર્યક્રમ માંડીવાળી એક જ ઠેકાણે પડાવ નાંખે. મુગલ સરદારને આરામ લેતે રાખી મરાઠાઓએ પિતાનો મેર ગવળકેડા તરફ ફેરવ્યો. દક્ષિણની જુદી જુદી સત્તાઓ શું કરી રહી છે, એમના રાજ્યમાં શું શું ચાલી રહ્યું છે, એમના વિરોધીઓના દરબારમાં શા શા રંગઢંગ ચાલી રહ્યા છે વગેરે ઝીણી વાતે શિવાજી મહારાજ તપાસી રહ્યા હતા. મહારાજ મુગલ સાથે ઝગડામાં રોકાયા હતા પણ બિજાપુરની આદિલશાહીમાં શું ચાલી રહ્યું છે અને કેવળકેડાને મામલે કેવો છે તે તરફ એ દુર્લક્ષ રાખતા નહિ. વળડાની સલ્તનતમાં ફ્રેંચ લેકેએ માથું ઊંચું કર્યું છે એવા સમાચાર મહારાજને મળ્યા એટલે એમણે વિગતવાર તપાસ કરાવી અને મોટા લશ્કર સાથે ત્યાં જવાનો નિશ્ચય કર્યો. મહારાજ જે રીતે પિતાને કાર્યક્રમ હમેશાં ગુપ્ત રાખતા તે જ રીતે આ વખતે પણ એમણે લશ્કરની જબરી તૈયારી કરી અને એ ક્યાં ચડાઈ લઈ જાય છે તેની કોઈને ખબર સરખી પડી નહિ. લેકે પોતપોતાની ક૯૫ના પ્રમાણે અટકળ કરવા લાગ્યા. મહારાજના લશ્કરના જોખમદાર અમલદારો અને મહારાજના ખાસ વિશ્વાસમાં હોય એવા સરદાર અને અધિકારીઓ સિવાયના બીજા કોઈ પણ માણસો મહારાજને સાચે કાર્યક્રમ જાણી શકતા નહિ અને આવી રીતને સખત બંદોબસ્ત હોવાથી જ એમની ધારણું વારંવાર સફળ થતી. મહારાજે ચડાઈની બહુ જબરી તૈયારી કરી હતી અને તૈયારીના રંગઢંગ ઉપરથી મજલ બહુ દૂરની હશે એમ બધા અનુમાન કરતા હતા. લેકને અનેક કલ્પનાઓ કરવાનાં એમણે કારણો આપ્યાં હતાં. પિતે લશ્કર સાથે કુચ કરી પૂરઝડપે ગોવળકાંડાની કુતુબશાહીના પ્રાંતમાં પ્રવેશ કર્યો. કુતુબશાહી પ્રજાએ જાણ્યું કે શિવાજી ગવળાંડાને દાબી દેવા આવ્યો છે. મહારાજ પૂરઝડપે ગેવળકેડાના મુકેમાં આગળ વધે જતા હતા.
શિવાજી મહારાજ લશ્કર સાથે હૈદ્રાબાદ લૂંટવા આવ્યા છે એ સાંભળી પ્રજા ગભરાઈ ગઈ લોકે ચિંતામાં પડયા. નાસભાગ થવા લાગી. મહારાજે શહેરના શ્રીમંતને અને આગેવાનોને બોલાવ્યા અને જણાવ્યું કે –“ અમને ૨૦ લાખ હેનની ખંડણી વગર આનકાનીએ તરતજ આપી દેશે તો અમે કઈ પણ જાતને ઉપદ્રવ શહેરને કે શહેરીઓને કર્યા સિવાય ચાલ્યા જઈશું. જો માગેલી ખંડણી આપવા તમે તૈયાર ન હે તે અમે તમારું શહેર લૂંટી, બાળીને ભસ્મ કરીશું” આગેવાને ડાહ્યા અને દીર્ઘદ્રષ્ટિવાળા હતા. એમણે ઊંડી નજર પહોંચાડી અને મહારાજે માગેલી ૨૦ લાખ હેનની ખંડણી ચુકવી આપી. માગ્યા પ્રમાણે ખંડણી મળ્યાથી મહારાજે કતુબશાહી પ્રજાને જરા પણ હેરાન ન કરી અને ખંડણી લઈ રાયગઢ ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com