________________
૧૦૮
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરજી પામું
આવી રીતે સાલેરના સંગ્રામમાં મરાઠાઓની પૂરેપુરી ક્રૂત્તેહ થઈ. મુગલા હાર્યાં અને એમની છાવણીના માલ મરાઠાઓને હાથ લાગ્યા.
સાલેરના સંગ્રામમાં શિવાજી મહારાજને વિજય મળ્યા તેથી તેમને અનેક લાભ થયા પણ તેમાં મુખ્ય લાભ તા એ થયા કે આખા મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્ર બહાર પણ શિવાજી મહારાજની કીતિ વધી. મુસલમાનની જામેલી સત્તાની સામે ટક્કર ઝીલવાની મરાઠાઓ શક્તિ ધરાવે છે એની હિંદના હિંદુઓને ખાતરી થઈ હતી તે મક્કમ થઈ અને હિંદુઓને પણ પેાતાની શક્તિનું ભાન થયું. સાલેરની જીતથી મરાઠાઓમાં આત્મવિશ્વાસ વધ્યા. મરાઠાઓ પાકા મુત્સદ્દી હતા એ પણ અનેક અનાવાથી પુરવાર થયું છે અને મરાઠાઓ ખડી લડાઈમાં, ખડે ખાંડે લડવામાં મુસલમાનાથી જાય એવા નથી એ પશુ અનેક વખતે સાબિત થયું છે. સાલેરને સંગ્રામ હિંદની અનેક લડાઈ એામાં અગ્રસ્થાને રહેશે. મહારાજના લાભ એ આખા મહારાષ્ટ્રને લાભ હતા અને મહારાષ્ટ્રના મરાઠાઓના લાભમાં આખા હિંદના હિંદુઓના ભાગ હતા. હિંદના હિંદુઓની નજર પેાતાના છૂટકારા માટે શિવાજી મહારાજ તરફ હતી અને તેમને સાલેરના સંગ્રામમાં મરાઠાઓના વિજયથી ભારે સ'તેાષ થયા.
હિંદના ઇતિહાસમાં જે મહત્વની અને ભારે લડાઈ એ થઈ તેમાં સાલેરનેા સંગ્રામ ખુશીથી મૂકી શકાય. શિવાજી મહારાજ કદી પણ હિંદુ મુસલમાનને ભેદ ગણીને મુસલમાનને મુસલમાન હેાવાને કારણે કનડતા ન હતા. એવી હતને પક્ષપાત એમણે કર્યાં નથી એ એમના જીવનના અનેક બનાવા ઉપરથી સાબિત થાય છે, તેવી જ રીતે કાજે આવેલા દુશ્મનેને યુદ્ધના કેદી ગણી તેમનું માન જાળવી તેમને નજરાણાં આપી એમની મરજી પ્રમાણે એમને પાછા મોકલવાના એમનાં નૃત્ય હિંદના ઇતિહાસને શાભાવે છે. જગતના ઇતિહાસમાં શિવાજી મહારાજ જેવા રાજાએ કેટલા નીક્ળશે ? સત્તરમા સૈકાની શિવાજી મહારાજની આ યુદ્ધનીતિ, દુશ્મન હાથમાં આવે તેના પ્રત્યે ભારે અત્યાચાર અને અવીવેકી વન ચલાવનાર સુધરેલા ગણાતા આજના રાજ્યેા કરતાં હિંદી સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને ઉમદા હતી તે બતાવે છે.
બહાદુરખાન ભાગલાણુમાં ન ફાવ્યો એટલે નાસીપાસ થઈને અહમદનગર ગયા. ૧૬૭રના ઉનાળામાં મહાબતખાને દક્ષિણ છેાડયુ અને ઉત્તર હિંદુસ્થાનમાં ગયા. શાહıદા મુઆઝીમ પણ ઉત્તર હિંદુસ્થાનમાં ચાલ્યેા ગયા. આ બંને અમલદારા ગયા એટલે દક્ષિણની સૂબેદારીની લગામ બહાદુરખાનના
હાથમાં આવી.
બાદશાહ ઔરંગઝેબે મુગલાની હારના સમાચાર જાણ્યા. શિવાજી વધારેને વધારે બળવાન થતા જાય એ એને ખીલકુલ ગમતું નહિ. સંજોગે અનુકૂળ હેત અને ઉત્તરમાં અણુધાર્યાં મનાવા ન અન્યા ઢાત તા બાદશાહ પોતે લશ્કર લઈને દક્ષિણમાં મરાઠાઓને કચડવા આવી પહેાંચત, પણ તે શક્ય ન હતું. ઉત્તરમાં સતનામી પંથના લેાકાના બળવાએ અને ખૈબરઘાટના અફધાનાના ખડ઼ે બાદશાહને ઉત્તર હિંદુસ્થાનમાં જ રાકી રાખ્યા હતા.
૩. કર્ણગઢની લડાઇ.
મરાઠા સરદાર રામાજી પાંગેરા અને મુગલ સરદાર દિલેરખાન વચ્ચે કણેરગઢ આગળ ભારે લડાય થઈ. આ વખતે રામાજી પાંગેરાની પાસે ફક્ત ૭૦૦ માવળાએનું જ લશ્કર હતું. દિલેરખાનનું લશ્કર બહુ ભારે હતું એટલે દિલેરખાનને વિજય માટે ખાતરી હતી. મુગલેનું લશ્કર બહુ ખરું અને સંખ્યા પણ બહુ મેટી હતી, એટલે મરાઠાઓએ પાછાં પગલાં ભવા મળ્યાં. રામાજીએ મરાઠાઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com