________________
પ્રકરણ ૩ જો ]
છ શિવાજી ચરિત્ર
૪૫
એણે કંઈ બીજું જ કર્યું. ધણીને કહે કે ધાડ અને ચેરને કહે કે દોડ એવી ખાજી એ રમી ગયા. એને પરિણામે બન્ને વચ્ચેની કડવાશ ઘટવાને બદલે વધી. દક્ષિણના મુગલ અમલદારોની છાવણીઓમાં શું ચાલી રહ્યું છે તેની ઝીણામાં ઝીણી તપાસ કરવા માટે મહારાજે માણસા નીમ્યા હતા અને મુગલ છાવણીની છૂપી ખાતમી મેળવવાની ગાઠવણુ કરી હતી. જ્યારે આ બે વચ્ચે અણુબનાવ વધ્યા, ત્યારે શિવાજી મહારાજે પ્રતાપરાવ ગુજ્જરને લશ્કર લઈ મંગી પૈઠણુ ઉપર ચડાઈ કરવા માકલ્યો. દિલેરને આ વાતની ખબર પડતાં જ એ તેની પાછળ પડચો પણ ઊંચા મન અને ખાટાં દિલની કામગીરી હતી એટલે કઈ શુક્રવાર વળ્યે નહિ. મે માસમાં આ બનાવ બન્યાનું જણાય છે.
આવી ફેાડી દશામાં દક્ષિણમાં રહેવા કરતાં બાદશાહની હજુરમાં રહેવું એ વધારે સારૂં છે, એમ વિચાર કરી હજીર તરફ્ જવા દિલેરે વિચાર કર્યાં, દિલેરના દિલના વિચાર। મુઆઝીમને કાઇએ કલા એટલે એણે બાદશાહને તરતજ ખબર આપી ૐ · દિલેર ખુલ્લી રીતે મારા હુકમનેા અનાદર કરે છે અને ખાનનું એફ્રામ બનેલું લશ્કર આપણી પ્રજાને પીડે છે' આ પ્રમાણેનું લખાણ મુઆઝીમે બાદશાહ તરફ રવાના કર્યું અને તેની સાથે દિલેરના લશ્કર તરફથી રૈયતની થતી સતામણીના સંબંધના લેખી પુરાવા પણ માકલી દીધા. આ પત્રમાં શાહજાદાએ શહેનશાહને એક ચેતવણી પણ આપી હતી કે - ઉત્તર હિંદુસ્થાનમાં તાફાન કરવા માટે દિલેર અત્રેથી નીકળી ઉત્તરમાં જવાની તૈયારી કરી રહ્યો છે. ’ મુઆઝીમના પત્ર વાંચી બાદશાહતે દુખ થયું.
દિલેર જો આટલી હદે ગયા હૈાય તે તેને ઠેકાણે લાવવા અને તેની પાસે હુકમ પળાવવા માટે મુઆઝીમે બિટત કરવું એવા જવાબ શાહજાદાને ખાદશાહ તરફથી મળી ગયા એટલે એના ઉપર પૂરેપુરુ· વેર લેવાના મુઆઝીમે નિશ્ચય કર્યાં. દિલેર જખરા ચાહ્યો હતા, અસામાન્ય લશ્કરી અમલદાર હતા. તેને દબાવવા માટે ભારે લશ્કરની જરુર પડશે એ મુઆઝીમ સમજી ગયા હતા એટલે એણે લશ્કર ભેગું કરવા માંડડ્યું. દક્ષિણમાં જીદે જુદે ઠેકાણે જુદાં જુદાં મુગલ થાણુાંએમાં લશ્કર હતું તેની કેટલીક ટુકડીઓ શાહજાદાના હુકમથી ભેગી કરવામાં આવી.
આ વખતે દિલેરખાન ચામાસાની ઋતુમાં ગાદાવરી નદી નજીક મરાઠાઓને સામને કરી પદ્માવ નાંખીને પડત્રો હતા, ત્યાં તેને બાદશાહના ગુસ્સાની જાણ થઈ અને મુઆઝીમતી તૈયારીની પણ બાતમી મળી. આ આતા અને સંકટાથી દિલેર બહુ જ ગભરાઈ ગયા અને હવે ગમે તેવી રીતે આ આફતોમાંથી સહીસલામત નીકળી જવાના એણે વિચાર કર્યાં. પેાતાની સાથે તંત્રુ, રાવટીઓ અને લડાઈ ના કેટલાક વજનદાર સામાન હતો. દિલેર તા નાસી જવાને નિશ્ચય કર્યાં હતા એટલે મા બધે સામાન પેાતાની સાથે રાખી શકાય એમ ન હતું અને ત્યાંજ નાંખીને જતા રહે તે દુશ્મનના હાથમાં એ આવી જાય તેથી દુશ્મનના હાથમાં તંબુ, રાવટી વગેરે ન જાય તે માટે એવા બધા સામાન લેિરે ત્યાંજ બાળી નાંખ્યા. સામાન બાળીને અને નાશ કરવા જેવા હતા તેને નાશ કરીને સાથે લેવા જેવા હતા તે સાથે લઈ પોતાના ઘોડેસ્વારા સાથે દિલેર ગાદાવરી કિનારેથી નાઠા. કેટલેક ઠેકાણે તે એને ભરેલી નદીઓ, નાળાં, ક્રાતર અને કાતરડાં એળ’ગવાં પડવાં. દિલેર અને એના માથુસાએ નાસી જવામાં ભારે સાહસ ખેડયું હતું. કેટલેક ઠેકાણે એના માજીસો પાણીમાં ડૂબીને અને કેટલેક ડેકાણે તાઈને મરણુ પામ્યા. હાડમારી વેઠતા વેઠતા દિલેર ઉજ્જન જઈ પહોંચ્યા અને ત્યાં આરામ માટે રાકાયા.
દિલેર નાઠાના સમાચાર મુઆઝીમને મળ્યા એટલે એ એની પૂર્વ પડયો. મુઆઝીમ આગળ વધતા જ જતા હતા પણ ખાનદેશના બહાણુપુર આગળ આવતાં સૂબેદાર દાઉદખાને શાહજાદમ આગળ વધતા અટકાવ્યેસ અને પેાતાની હદમાં થઈ તે નહિ જવા દેવાનું ચેખ્ખુ સંભળાવી દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com