________________
૪૮૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૩ જ વિરૂદ્ધમાં વિચાર કરવા મંડી જતા. ઘડીમાં દિલેરને પત્ર સાચા છે એમ માની મુઆઝીમના સંબંધમાં ઊંડા વિચારમાં પડી જતા. ઔરંગઝેબનું મન ઝેલે ચડયું. વિચાર કરતાં કરતાં બાદશાહને દિલેરના લખવામાં વધારે સત્ય હાય એમ લાગ્યું. મુઆઝીમ શિવાજી સાથે મીઠે। સંબંધ રાખીને આપ સામે બંડ ઉઠાવવાની તૈયારી કરતા હશે એમ બાદશાહને લાગ્યું, પોતે આપની સામે સત્તાની લાલચે બળવા જગાડયો હતા એટલે પેાતાના છોકરા એ પગલે ચાલશે એમ એને લાગ્યું. બહુ વિચાર કરતાં ઔરંગઝેબની ખાતરી થવા લાગી કે શાહુજાદા મુઆઝીમ મરાઠાએ સાથે મળી ગયા છે. આ બન્ને મળી જવામાં પોત પોતાના સ્વાર્થ સાધી રહ્યા છે. બન્નેને સામને તે એકતાજ કરવાને હો એટલે બન્ને મળી ગયા છે એવી બાદશાહની ખાતરી થઈ ગઈ.
શાહજાદાની ખેવફાઈની ખાતરી થઈ હતી છતાં બાદશાહ બહેશ હાવાથી ઉતાવળીએ ન થયેા. ઔરંગઝેબને બદલે કાઈ સાધારણ બુદ્ધિવાળા બાદશાહ હાત તા આવા સંજોગામાં વિવાહની વરસી કરી દેત પણ આ કુનેહબાજ બાદશાહે ડહાપણ વાપર્યું. એણે ન તે શાહજાદાને ઠપકા દીધા કે ન તો દિલેરને ખાવ્યા. તટસ્થ માણસ પાસે એની ઝીણવટથી તપાસ કરાવી ખરી ખીના ખેાળી કાઢી સાચા ગુનેગારને કડક શિક્ષા કરવાના એણે નિશ્ચય કર્યો.
મુઆઝીમ અને દિલેરને સબંધ બગડ્યા હતા. દિલ ખાટાં થયાં હતાં. આવા સંજોગમાં બન્ને એક બીજા ઉપર ભારેમાં ભારે આક્ષેપ મૂકે એ બનવાજોગ છે અને એ આક્ષેપ સંબધી પૂરી તપાસ કર્યા સિવાય ફક્ત લાગણીવશ થઈ ઉશ્કેરાઈ જતે નાહક કાઈ તે દુશ્મન બનાવવા બાદશાહ રાજી ન હતા. એણે આ એ બનાવની પૂરેપુરી તપાસ કરી સાચી હકીકત શી છે તે શોધી કાઢી ને તે સંબધી વીગતવાર લખાણુ બાદશાહ તરફ રવાના કરવા માટે પેાતાના રાજમહેલના જવાબદાર અમલદાર ( ખાન. ઈ. સામાન—chamberlain) મક્તીઆરખાનને ખાસ સૂચના આપીને દક્ષિણ તરફ રવાના કર્યાં. શિવાજી સાથે મુઆઝીમને કેવા સંબધ છે તેની ઝીણી તપાસ કરી શાહજાદા મુઆઝીમ બાદશાહ પ્રત્યે ખેવફા બન્યા છે કે શું તે તપાસી બાદશાહને તાકીદે જણાવવા ખાસ સૂચના કરવામાંઆવી હતી. શાહજાદાના લખવા મુજ્બ જો દિલેર ગુનેગાર હાય ! તેને હરપ્રયત્ને શાહજાદા સામે લઈ જઈ બાદશાહતની આબરૂ સચવાય એવી એને સા કરી આ ગૂંચવાયલા કાકડાના ખૂબ સંભાળથી અને ખૂબીથી નૌકાલ આણુવાનો એને સત્તા આપી,
મુગલ દરબારમાં કૃિતીઆરખાનને ભાઈ લાગવગ ધરાવતા અમલદાર હતા અને તે દિલેરને દિલોજાન દોસ્ત હતા. દિલેરની તપાસ કરવાના સંબંધમાં અને ગમે તેમ કરી તેની પાસે શાહજાદાના હુકમા પળાવવાના સંબધમાં અને બહુ જક્કી માલમ પડે તેને સજા કરવાના સંબંધમાં બાદશાહે ખાનગીમાં કૃિતીઆરખાનને જે સૂચના આપી હતી તે તેણે છૂપી રીતે દિલેરને લખી માકલી, દિલેર ખાદશાહતી ગેડવણથી ચેતી ગયા હતા. શાહજાદાની જાળમાં નહિ ફસાઈ પડવા માટે એણે ખાસ ખબરદારી રાખી હતી.
ઈતીરખાન દક્ષિણુ આવી પહુંચ્યા અને દિલેરને મળ્યા. દિલેરને અનેક રીતે સમજાવવાની એણે પ્રયત્ન કર્યા. દિલેર અને મુઆઝીમ વચ્ચે સમજુતી કરવા એણે ઘણા પ્રયત્નો કર્યાં. શાહજાદાને મળવા જવા માટે દિલેરને એણે સમજાવવાના પ્રયત્ન કર્યો, પણ દિલેર એકને બે ન થાય. શાહજાદાને મળવા જવામાં જરાએ જોખમ નથી એવી પ્રકૃતીઆરખાને દિલેરને ખાતરી આપવા માંડી ત્યારે દિલેરે તેને તેના ભાઈ એ આપેલી છૂપી ખબરવાળાપત્ર વંચાવ્યા. ઈફતીઆરખાન આ પત્ર વાંચી આભેજ બની ગયા. એ તા ભેાંઠા પડી ગયા. પછી ઈતીઆરખાતે બાજી બદલી અને એણે દિલેરને બનતા સુધી શાહજાદાથી દૂર રહેવાની સલાહ આપી. આ તરફ દિલેરને આ સલાહ આપી અને મુઆઝીમને મળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com