________________
૪૮૮ છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૨ જી માટે મુગલે કંઈ પણ કરી શક્યા નહિ. આવી રીતે મહારાજના મરાઠા લશ્કરે સિંહગઢ, પુરંદર અને ચાંદેરમાં ઉપરા ઉપરી મુગલ ઉપર વિજય મેળવ્યો. આથી મહારાષ્ટ્રમાં પાછા ફર્યા પછી મહારાજે મુગલો સામે જેટલી લડાઈ કરી તેમાં લડાયક પદ્ધતિમાં ઘણે ફેરફાર કર્યો હતો. આ વખતની મુગલ સાથેની લડાઈમાં મરાઠાઓએ પિતાનું બળ અને શક્તિ બતાવી હતી.
૬. કલ્યાણ ભીમડીને કબજો. માહુલીના પહેલા હલ્લામાં પરાજય પામીને સ. મેરેપત પિંગળે તથા સ. આબાજી સનદેવ કલ્યાણ ભીમડી તરફ વળ્યા. આ વખતે કલ્યાણ ભીમડીમાં મુગલ થાણેદાર ઉઝબખાન હતું. એણે મરાઠા લશ્કરને સામને કર્યો. માહુલીમાં મુગલેએ મરાઠાઓને મારી હઠાવ્યાના સમાચાર આ મુગલ અમલદારને મળી ગયા હતા એટલે મુગલોની બાજી જોરમાં હતી. મરાઠાઓએ પણ માહુલીમાં ખાધેલે માર અહિં મુગલેને પાછું વાળવાનો નિશ્ચય કર્યો હતો. આવી રીતે મુગલે અને મરાઠાઓ બને દમમાં હતા. મુગલાએ શરૂઆતમાં સખત મારો ચલાવ્યો. મુગલેના મારાથી મરાઠાઓ જરા તપ્યા અને એમણે પણ ઘુમવા માંડયું. મરાઠાઓને માર મુગલોને અસહ્ય થઈ પડ્યો. મુગલે ટકી ન શક્યા, થાણાદાર ઉઝબખાન લડતાં લડતાં રણમાં પડ્યો. મરાઠાએ જીત્યા અને કલ્યાણ ભીમડીમાંથી મુગલ થાણું એમણે ઉઠાડી મૂક્યું. આવી રીતે મુગલેને હરાવીને મરાઠાઓએ કલ્યાણ ભીમડીને કબજે લીધે.
૭. કર્નાળા અને લેહગઢની છત. કલ્યાણ ભીમડીનો કબજો મરાઠાઓએ લીધે છતાં કલ્યાણ પ્રાંત ઉપર મરાઠાઓની સત્તા પૂરેપુરી જામી ન હતી. એ પ્રાંત ઉપર પિતાની સત્તા બેસાડવા માટે મરાઠાઓએ ભારે પ્રયત્ન કરવા માંડ્યા. આ પ્રાંતમાં કર્નાળા અને લોહગઢના કિલ્લાઓ મહત્વના હતા. તે કબજે આવ્યા સિવાય કલ્યાણ પ્રાંત પૂરેપુરો સર થવાનો નથી એ શિવાજી મહારાજ જાગી ગયા હતા એટલે એમણે કર્નાળા અને લોહગઢ જીતવાનો નિશ્ચય કર્યો. મહારાજની ઈચછા થતાંની જ સાથે જ વિજયમથી રંગાયેલું મરાઠા લશ્કર આગળ ધર્યું અને મુગલોના કબજામાંના લોહગઢ અને કર્નાળાના કિલ્લાઓ લડીને હસ્તગત કર્યા. આવી રીતે આ બે કિલ્લાઓ છતીને શિવાજી મહારાજે કલ્યાણ પ્રાંત ઉપર પોતાની સત્તા પાછી સ્થાપી.
૮. મુગલ ફોજદાર લુદીખાનને ઘાયલ કર્યો. મરાઠા લશ્કરે કણ પ્રાંતમાં મુગલોને જંપવા દીધા નહિ. મુગલોની સત્તા તોડી પાડવા માટે દક્ષિણમાં મરાઠાઓએ ઠેકઠેકાણે ભારે પ્રયત્નો કરવા માંડ્યા હતા. કેકણ પ્રાન્તમાં મરાઠા મુગલેને સામનો ભારે ઇર્ષ ભરેલું હતું. મુગલ મુલકે કબજે કરવા માટે કાંકણ પ્રાન્તમાં મહારાજના સરદાર તનતોડ મહેનત કરી રહ્યા હતા કેકણનો મુગલ ફોજદાર લુદીખાન મરાઠાઓની સામે થયે. મુગલ અને મરાઠા દળની અનેક ઠેકાણે ઝપાઝપી થઈ. હિંદુત્વનો જુસ્સો મરાઠાઓની નસ નસમાં વ્યાપી ગયેલે દેખાતો હતો. મરાઠાઓ સામે લડવામાં મુગલોએ કંઈ બાકી રાખી ન હતી. બન્ને પક્ષે એક બીજાનાં મૂળ ઉખેડી નાંખવા પિતાનું સઘળું બળ વાપરી રહ્યા હતા. મરાઠાઓમાં અજબ શૌર્ય પ્રગટેલું નજરે પડતું હતું. લુદીખાને મરાઠાઓને મારી કાઢવા પ્રયત્ન કર્યો. મરાઠાઓએ મુગલેને પિતાની સમશેરને ઠીક ઠીક સ્વાદ ચખાડો. મરાઠાઓએ ફરજદાર લુદીખાનને ઘાયલ કર્યો, એના કબજામાંને મુગલ મુલક જીતી લીધું અને એને હાંકી કાઢયો.
૯ નાંદેડને મુગલ અમલદાર ફત્તેહજંગખાન નાસી ગયે. લુદીખાનને ઘાયલ કરી મહારાજનું લશ્કર નાંદેડ તરફ વળ્યું. નાંદેડના ફેજિદાર ફત્તેહજંગખાને મરાઠાઓનો સામનો કરવા માટે તૈયારી કરી પણ મરાઠાઓના પરાક્રમની વાતો અને ચારે તરફ એમને મળતી કીર્તિના સમાચાર સાંભળી આ અમલદાર તદ્દન હેબતાઈ ગયો અને ઢીલો પડી ગયો. આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com