________________
પ્રકરણ ૨ જી )
છે. શિવજી ચરિત્ર ઈ. સ. ૧૫૭૦ષ્ના ફેબ્રુઆરી માસમાં જે માસમાં સમરસિંહ તાનાજીએ સિંહગઢ લીધે તેજ માસમાં સ. મોરોપંત પિંગળેએ માહલી ઉપર ચડાઈ કરી. કિલ્લાના કિલેદાર રાજા મનહરદાસે કહેવડાવ્યું કે “અમે તે બાદશાહ સલામતના વફાદાર રજપૂત સેવકે છીએ, અમે મરણથી ડરતા નથી. અમને પ્રાણની પરવા નથી. બાદશાહ સલામત પ્રત્યેની અમારી વફાદારી અડગ છે. પ્રાણુને ભાગે પણ અમે કિલ્લે સેંપવાના નથી.' કિલ્લેદાર મનહરદાસ પાસે કેઈપણ પ્રકારની લડાયક સામગ્રી નહતી તેમજ જબરું લશ્કર પણ ન હતું. આ કિલ્લા ઉપરનું લશ્કર, સાધન સામગ્રી વગેરે જોતાં મુગલની સ્થિતિ આ કિલ્લા ઉપર નબળી જ હતી, પણ રાજા મરદાસ જાતે બહુ બહેશ અને હિંમતબાજ હતો. આ અનુભવી અમલદાર પિતાની જવાબદારી સમજતો હતો. મરાઠાઓએ માહલીને ઘેરો ઘાલ્યો. રાજા મનહરદાસ કિટલે લડાવવા તૈયાર થયા. એક રાત્રે બરાબર તક જોઇને મેરેપંત પિંગળેએ દોરડાની નીસરણીથી કિલ્લાની દીવાલ ચડી જવાની ગોઠવણ કરી. મારપંતે અજબ યુક્તિથી ૫૦૦ મરાઠાઓને કિલ્લામાં દાખલ કર્યા. મરાઠાઓ કિલ્લામાં ભરાયા છે તેની મનહરદાસને તરતજ ખબર પડી ગઈ. એણે તરત સામનો કર્યો અને અંદર આવેલા મરાઠાઓ ઉપર હલે કરી તેમને કાપી નાંખ્યાં. મરાઠાઓએ લડાઈ કરી પણ ફાવ્યા નહિ. આ ઘેરામાં મરાઠાઓની હાર થઈ. મરાઠાઓએ જોયું કે આ વખતે રાજા મનહરદાસ સામે આટલા બળથી કાવી શકાય એમ નથી એટલે મારે પંત પિંગળેએ ઘેરો ઉઠાવ્યો અને એ તથા એના હાથ નીચેના સરદારો પોતાના લશ્કર સાથે કલ્યાણ
ભીમડી તરફ ચાલ્યા ગયા. - મરાઠાઓનું ન ફાવ્યું એટલે ઘેશ ઉઠાવીને એ ચાલ્યા ગયા, પણ મનોહરદાસ જાણતા હતે કે મરાઠાઓ આવી હાર ગળી જાય એવા ન હતા. વધારે બળવાન લશ્કર લઈને અને ભારે તૈયારી સાથે એ પાછી અચાનક હલ કરશે એવી એની ખાતરી હતી અને બીજા હલ્લામાં આ લશ્કર અને લડાઈના સાધનોથી મરાઠા સામે ટકાય એમ નથી એ જાણતો હતો એટલે એણે બાદશાહ પાસે કિલ્લાના બચાવ માટે વધારે લશ્કર તથા સામગ્રીની માગણી કરી. શહેનશાહી અમલદારો તરફથી પોતાની વાજબી માણસનો સ્વીકાર ન થતાં વૃદ્ધ રાજા મનોહરદાસને દિલમાં માઠું લાગ્યું. સાધન સામગ્રી વગર કિલ્લેદાર તરીકે રહીને અપયશ લે તેના કરતાં અમલદારી છોડવી એ વધારે શ્રેયસ્કાર છે, એમ માની મનોહરદાસે કિલેદારી છેડી દીધી. બાદશાહે મનેહરદાસની જગાએ અલીવદ બેગ નામના એક હેશિયાર અને કાબેલ અમલદારની નિમણૂક કરી. મરાઠાઓ મનહરદાસની હિંમત અને બળ જાણતા હતા એટલે ભારે તૈયારીથી માહલી ઉપર ચડાઈ કરવાને એમનો ઇરાદો હતો, પરંતુ જ્યારે મરાઠાઓને ખબર મળી કે મનોહરદાસ ગૌરે મહુલીની કિલ્લેદારી છોડી દીધી છે ત્યારે મહારાજના લશ્કરે મહુલી ઉપર અચાનક હુમલે કર્યો. અલીવર્દી બેગ સામે થયો પણ મરાઠાઓએ મુસલમાન કિલ્લેદાર અને એના ૨૦૦ માણસોની કતલ કરી કિલ્લે કબજે લીધો. આવી રીતે પરાજય પામેલા મરાઠા લશ્કરે વિજય કરી કિલ્લો સર કર્યો.
૫. ચાંદેરની લૂંટ. પુરંદર કિલ્લો કબજે કર્યા પછી મરાઠાઓની નજર ચાંદેર તરફ ગઈ. મુગલ કબજાના આ ગામમાં શહેનશાહી ખજાનો રહેતો હતો તેની મરાઠાઓને ખબર હતી. મુગલ ખજાનામાં આ વખતે રૂ. ૪૦,૦૦૦) હતા. મરાઠાઓએ બાદશાહી ખજાનો કબજે કરવાનો વિચાર કર્યો. બરાબર તક જોઈ મરાઠાઓએ ચાંદેર ઉપર ચડાઈ કરી. મુગલ સામે થયા પણ એમનું કંઈ ફાવ્યું નહિ. બાદશાહી ખજાને મરાઠાઓને હાથ લાગ્યો. આ ગામમાં એક શહેનશાહી હાથી અને ૧૨ ઘોડા હતા તે મરાઠાઓએ કબજે લીધા. સરકારી માલ કબજે કરી તેનો બરોબર બંદોબસ્ત કરી મરાઠાઓ શહેરમાં પેઠા અને શહેરના કિલ્લામાં મુગલ અમલદારને પૂરી રાખીને મરાઠાઓએ શહેર લૂંટયું. ચાંદેરની પ્રજાને બચાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com