________________
પ્રકરણ ૧ લું]
છે. શિવાજી ચરિત્ર નહિ તે હરિ ઈચ્છા.” મહારાજના આ શબ્દો સાંભળી તાનાજી અને શેલાર મામાં ભારે ચિંતામાં પડ્યા પણ તરતજ મૂઠ ઉપર હાથ ફેરવી તાનાજીએ કહ્યું- મહારાજ હું જીવતે છું અને મારા જેવા કેટલાએ સરદારો આપની હજૂરમાં છે તે આપ કેન્ડાણુની ચિતા શું કામ કરો છો ? મારા રાયબાના લગ્નની તિથિ પણ મહા વદ ૯ ની જ છે. મહારાજ! આપ દુશ્મન સામે લડાઈમાં લડતા હે તે વખતે હ લગ્ન સમારંભમાં આનંદ ભગવતે હોઉં એ કોઈ દિવસ બને? મહારાજ, હું આપને સેવક, હજી જીવતે છું. આપની પ્રતિજ્ઞા સફળ કરવાની જવાબદારી તે મારી છે. આપના કામો વિશ્વાસથી આપે આજ સુધી મને સંયાં છે અને મેં તે આપના આશીર્વાદથી યથાશક્તિ પાર ઉતાર્યા છે. આ વખતે આપ જાતે કેન્ડાણા ઉપર જવાનું કહે છે એ તે આપ મારું હડહડતું અપમાન કરે છે. શું આષ એમ માને છે કે આપની પ્રતિજ્ઞા અને નિશ્ચય કરતાં રાયબાના લગ્નનું મહત્ત્વ મને વધારે છે ? મહારાજ ! આ સેવકને આપ અન્યાય ન કરે. હજુ આપે મને બરોબર નથી પિછાન્યો. આપના કરતાં મને આ જગતમાં કઈપણ ચીજ વધારે વહાલી નથી. ઘરબાર, બાળબચ્ચાં, વતનવાડી વગેરે સર્વે ચીને હું આપને માટે લાત મારવા તૈયાર છું, એટલું જ નહિ પણ મને મેક્ષ મળતો હોય તો તે પણ હું આપની સેવા માટે જ કરે. રાયબાનું લગ્ન પછી થશે. પહેલો કોન્ડાણુનો નિકાલ પછી રાયબાનું લગ્ન. કેન્ડાણ આપને ચરણે મૂકી વચનમાં બંધાયેલ આપનો હાથ છૂટે કરું પછી રાયબાને હસ્તમેળાપ કરાવીશ.” શિવાજી મહારાજે તાનાજીને બોલતા અટકાવીને કહ્યું:–“ તાનાજી! નહિ. તું ઉતાવળે ના થતું. તું લગ્ન સમારંભ આટોપી લે. હું કેન્ડાણાને કિર્લ કબજે કરવા જાઉં છું. મારી હાજરીની ખોટ તને ભારે સાલસે એ હું જાણું છું પણ ભાઈ મારો ઈલાજ નથી. તું બીજી ત્રીજી વાત જવા દે અને કેન્ડાણાને સર કરવાના સંબંધમાં કંઈ ખાસ સૂચનાઓ તારે મને કરવાની હોય તે બેલ. લગ્ન મેક્ફ ન રખાય. તારે મારું માનવું જ પડશે. તારી હઠ નહિ ચાલે.” તાનાજીમહારાજ ! આજ સુધી જિંદગીમાં આપના હુકમે મુંગે મેંઢ ઉઠાવતે આવ્યો છું પણ સ્નેહી તરીકેને મારે હક્ક બજાવી આજે તે હું આપનું નથી જ માનવાને આજે તે આપને મારું જ માનવું પડશે. હું આપનું મન મનાવીશ. નહિ માને તો હું હઠ કરીશ અને મારે રસ્તે આપને ઘસડી જઈશ. આજે આ બાબતમાં હું મારું ધાર્યું કરવાનો છું.' શિવાજી મહારાજ–તાનાજી! જીદ મૂકી દે. કેટલીક વખતે તુ ભારે છઠ્ઠી બની જાય છે. રાયબાનું લગ્ન મોકૂફ નહિ રહે. મારા વિચાર તું નહિ ફેરવી શકે. રાયબા ઉપર તારા જેટલે મારો પણ હક્ક છે. એનું લગ્ન નક્કી કરવાનું કે મોકુફ રાખવાનું કામ મારું છે. એનું લગ્ન મહા વદ ૮ ને રોજ નક્કી થયું છે તે મુલ્લવી નથી રાખવાનું, સમજ્યો તાનાજી. હવે આ વાતની જીદ નહિ કરતો.” તાનાજીએ કહ્યું –મહારાજ ! આપ આપના વાક્ચાતુર્યથી અમારે મેઢે ડૂ મારો છે પણ આજે તે કટિ ઉપાયે પણ માનવાને જ નથી. હું આપને કોન્ડાણા ઉપર નથી જવા દેવાને એ વાત નિશ્ચિત માનવી. રાયબા તમારો છે. તમે એને મારા કરતાં વધારે લાડ લડાવ્યાં છે. એનું લગ્ન નામને રોજ કરવાનો જ આપને આગ્રહ હોય તે આપ ઉમરાંઠે જાઓ અને લગ્ન સમારંભ આટોપી લે. હું એ તિથિએ કેન્ડાણું કબજે કરીને આપના ચરણ પાસે આવી પહોંચીશ. આજે તે મેં આપને કેન્ડાણે નહિ જવા દેવાનો નિશ્ચય જ કર્યો છે. તાનાજી માલુસરે જે દેશસ્ત. સાથી, સ્નેહી, મિત્ર શિવાજી મહારાજનો હતો છતાં કેન્ડાણ લેવા માટે મહારાજને જાતે જવું પડયું. કારણ તાનાજી એના દિકરાના લગ્ન સમારંભમાં રોકાયા હતા, એ બીના તવારીખ વાંચનારાઓ વાંચશે તો મારી સ્વામીભક્તિ, મિત્ર પ્રેમ માટે કેવો હલકે અભિપ્રાય બાંધશે ? મહારાજ ! આપને રાયબાના લગ્ન માટે ખાસ આગ્રહ હાયતે આપ મુખત્યાર છો. આપ મારા વગર લગ્ન આટોપી લે. હું તે કે જાણે કબજે કરવા જઈશ. મારો નિશ્ચય થઈ ચૂક્યો, હવે એ ફરવાનું નથી. આપના આશીવો હું એ ઉદયભાણને જોતજોતામાં નાશ કરીશ. આપ જરા પણ ચિંતા ન રાખે. એના શા ભાર છે. મહા વદ ૯ સુધીમાં કેવાણું આપણો છે એમ નક્કી માનજે. મહા વદ ૧૦ ને રેજ કનાણા ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com