________________
પ્રકરણ ૧ ( ]
છે. શિવાજી ચરિત્ર
૪૫
તાનાજી માલુસરે આ વખતે પોતાના ગામ ઉમરેઠામાં હતા. તાનાજીને સૂજી નામનેા ભાઈ હતા અને શેલારમામા નામે એક ૮૦ વરસના મુદ્ના મામા હતા. આ વખતે ઉમરેઠા ગામ આનંદમાં ડાલી રહ્યું હતું. તાનાજી પોતે પરાક્રમી વીર હતા. મહારાષ્ટ્રમાં એમની પ્રતિષ્ઠા ભારે હતી. એમના દિકરા રાયખાનું એમણે લગ્ન લીધું હતું, તેને લીધે ઉમરેઠામાં આનંદ વર્તી રહ્યો હતા. લગ્નની તિથિ મહા વદ ૯ ની નક્કી કરવામાં આવી હતી. ઉમરેઠા ગામ અને તે ગાળાના પ્રતિષ્ઠિત પુરુષો અને આગેવાન પટેલા તાનાજીને ત્યાં ભેગા થયા હતા. એમણે તાનાજીને વિનતિ કરી કે તમારે ત્યાં આ માઁગળ પ્રસંગ છે તે તમે આગ્રહ કરીને, મનાવીને શિવાજી મહારાજને આ ગાળામાં ખેલાવે. એમનાં પુનિત પગલાં આ ગાળાને માટે શકય નથી તેા પ્રસંગના લાભ લેવા આપ એટલા પ્રયત્ન કરે! અને આપણા ગામને પાવન કરાવેા. આપના સિવાય કાઈ થી આ કામ થાય એમ નથી. ગમે તેવું મહત્ત્વનું કામ હશે તેા પણ મહારાજ તે પડતું મૂકીને તમારા આગ્રહને વશ થશે. ' લેકાની ઉપર પ્રમાણેની માગણીથી તાનાજીના મનના વિચારને પુષ્ટિ મળી. તાનાજી અને વૃદ્ધ શેલારમામાં કચેાખા સાથે મહારાજને સહકુટુંબ રાયખાના લગ્નમાં પધારવા આમંત્રણ કરવા રાયગઢ જવા તૈયાર થયા. તાનાજી રાયગઢ જવા માટે નીકળ્યા તેજ વખતે શિવાજી મહારાજ તરથી એક સવાર મારતે ધેડે તાનાજીને ખેલાવવા માટે આભ્યા. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. રાયખાના લગ્નની એ આખા ગાળામાં ધામધૂમ માલમ પડતી હતી. આખું ગામ શગારવામાં આગેવાને ગૂંથાયા હતા. ઠેકઠેકાણે માંગલિક ચિહ્નો નજરે પડતાં હતાં. આવે વખતે શિવાજી મહારાજને સવાર મારતે ધેડે આવતા દેખી લેકે ભેગા થઈ ગયા. મહારાજના પત્ર વાંચ્યા અને તાનાજી ખેલ્પેશ પડેલું કામ શિક્ષાનું અને પછી લગ્ન રાયખાનું. મને મહારાજે એકદમ ખેલાવ્યા છે. લશ્કરની ટુકડી સાથે જ એલાવ્યે છે. આપણે ત્યાં લગ્ન છે તે વાત મહારાજ જાણે છે. આ લગ્ન તા એમને ત્યાં જ છે એમ એ માને એવા છે અને હું લગ્નના કામમાં ગૂંથાયા છું એ જાણે છે છતાં મને તાકીદે એવાગ્યે છે એટલે કઈ ગંભીર બનાવ બન્યા હાવા જોઈ એ. સાધારણ સંજોગામાં તે એ મને ન જ એલાવે. ' તાનાજીએ લશ્કર તૈયાર કર્યું અને રાયગઢ જવા નીકળ્યા. લગ્ન લગ્નને ઠેકાણે રહ્યું અને લગ્ન માટે ઉભા કરેલા મંડપમાં તાનાજીનું લશ્કર આવીને ખડું થઈ ગયું. મૉંગળવાદ્યો બધે થયાં અને રણવાદ્યોના અવાજો સંભળાવા લાગ્યા. લમસમારંભ યુદ્ધ સમારભમાં ફેરવાઈ ગયા. તાનાજી પોતાના લશ્કર સાથે નીકળ્યા અને રાયગઢ જઈ પહોંચ્યા.
મહારાજ અને તાનાજી અચપણના સાથી હતા. લગાટિયા મિત્ર હતા, એટલે એક બીજાની સાથે અરાબરિયા તરીકે સરખી છૂટ લેતા હતા. મહારાજ પોતે જગપ્રસિદ્ધ થયા હતા, અહુ મેટા માણસ અન્યા હતા. સાધારણ જાગીરદારના પુત્રની પાયરીથી સ્વપરાક્રમથી ચડતા ચડતા પોતે રાજા થયા અને તે વળી મુલ્કમશહુર પ્રભાવશાળી અને પ્રતાપવાન રાજા બન્યા હતા. લાખા માણસાના એ પાલનકર્તા અને અન્નદાતા બન્યા છતાં પોતાના જૂના સાથીઓના અને માતા જીજાબાઈના તે ‘ શિવબા ’જ રહ્યા હતા. બચપણના સાથીઓને એમણે પોતે પોતાના વર્તનથી એમ નહેાતું લાગવા દીધું કે મહારાજ તો હવે શિખરે ચગ્યા અને એમની સાથે કાઈપણ જાતની સ્નેહી અને સાથી તરીકેની છૂટ ન લેવાય. મહારાજ તા પોતાના બચપણના સાથીઓ, સ્નેહીઓની સાથે પહેલાના જેટલી જ છૂટથી વતા હતા અને એમને પણ સ્નેહીની છૂટ લેવા દેતા હતા. તાનાજીની સાથે, એ એમના બચપણના સાથી હાવાથી બહુ જ પ્રેમથી વતા. મોટા થયા તેને મહારાજને કાં ન હતા. એમણે એમનું મન મારું રાખ્યું હતું. મેટા થતાં એમણે દૃષ્ટિ અને હૃદયના વિકાસ કર્યાં હતા. તાનાજીની સાથે એમના જૂની દાસ્તીના સંબંધ જેમ જેમ વરસે જતાં ગયાં તેમ તેમ વધતે જ ગયા હતા. મહારાજ પેાતાના અમલદારા પ્રત્યે કડક હતા. મહારાજ નિયમન અને શિસ્ત માટે બહુ સખત હતા. પોતાના સરદારા ઉપર
59
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com