________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ હું ખેલ આ બન્ને બળવાન પુરુષો મહારાષ્ટ્રની સમરભૂમિ ઉપર ખેલી રહ્યા હતા. ઔરંગઝેબે જોયું કે શિવાજીને હમણાં જ છંછેડવામાં માલ નથી એટલે એણે મહારાજની માગણીઓ મંજૂર તે રાખી પણ એની આંખોમાં તે શિવાજી મહારાજ સિવાય બીજી બે સત્તાએ ખટકી રહી હતી અને તે આદિલશાહી અને કુતુબશાહી. આ બે સત્તાઓને શિવાજીના હાથે નાશ કરાવી પછી મહારાષ્ટ્રમાં એકલા પડી ગયેલા શિવાજીના મૂળ ઉખેડવાને બાદશાહે ફરીથી ઘાટ ર. મહારાષ્ટ્રની સમરભૂમિ ઉપર ઘણું વરસોથી ખેલાઈ રહેલા ચાર સત્તા વચ્ચેના ચતુરંગી સામનાનો આખરનો ફેંસલે કરવા માટે નિશ્ચય કરી બાદશાહે આ આખરને અખતર અજમાવવાની યુક્તિ રચી. ગવળડા અને બિજાપુરને શિવાજી રાજા સાથે લડાવી ત્રણે સત્તાને નબળી કરવાને બાદશાહને ઈરાદો હતો. આ ઝગડામાં ગમે તે સત્તાનો નાશ થાય તે પણ મુગલેને તે લાભ જ હતા. બિજાપુર અને ગોવળકેડાનો નાશ શિવાજીને હાથે થઈ જાય એટલે આ બન્ને સતાઓની સામે લડી વિડીને થાકેલું શિવાજી રાજાનું લશ્કર ઢીલું પણ થઈ જાય અને તેમ થાય એટલે શિવાજી ઉપર મુગલ સલ્તનતનું બળ અજમાવી તેને પણ સહેલાઈથી દાબી દેવામાં મુગલે ફાવી જાય એવી રીતને ઘાટ ઘડવામાં આવ્યા હતા. દક્ષિણની ત્રણ સત્તાઓ એકસંપ કરીને મુગલને સામને કરે તે મુગલ સત્તાનાં મૂળ મહારાષ્ટ્રમાંથી જોતજોતામાં ઉખડી જાય એમ હતું પણ આ ત્રણ સત્તાઓમાં પણ દિલસફાઈ નહતી, અંતરને મેળ નહતો. એકબીજાને ગળી જવાની દાનત હતી એટલે પરદેશી મુગલ ફાવી જતો હતો.
બાદશાહે જોયું કે શિવાજી મહારાજ પિતાના લશ્કરને આરામ આપી, તેમાં નવી ભરતી કરી, કિલ્લાઓ સમરાવી મુગલેને સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેને લાગ્યું કે શિવાજીને ગમે તે પ્રકારે લડાઈમાં જ રોકી રાખવો જોઈએ. બાદશાહે શિવાજીને કહેવડાવ્યું કે “બિજાપુર અને ગોવળાની બેફામ બની ગયેલી સત્તાઓને જેમ બને તેમ તાકીદે નાબૂદ કરવાના કામમાં હવે તમારે જરા ઢીલ કરવી નહિ” અને પિતાના શાહજાદા મુઆઝીમને પણ કહેવડાવ્યું કે ‘શિવાજી રાજાને બિજાપુર અને નેવળકાંડાની સત્તા તેડવાના કામમાં ઉત્તેજન આપવું. આદિલશાહી અને કુતુબશાહીને જે ભાગ શિવાજી રાજા આપણે માટે તે તેમાં થોડો મુલક એમને જાગીર તરીકે આપવા. આમ કરવાથી બે સત્તાઓ તેડવાના કામમાં એમને ચાનક રહેશે.બાદશાહને સંદેશ મળ્યો એટલે શિવાજી મહારાજે એના ઉપર વિચાર કર્યો. આ બને સત્તાઓને શિવાજી મહારાજ નમાવવાની ઈચ્છા તે રાખતા જ હતા, કારણ આ બે સત્તાઓને પિતાની પડખે લઈ મુગલે શિવાજી રાજાએ રેપલા, હિંદુ સત્તાના વૃક્ષને બહુ સહેલાઈથી ઉખેડી શકે એમ હતું. શિવાજી મહારાજની સત્તા તેડવામાં મુગલો આ બે સત્તાઓનો ઉપયોગ ન કરે એવી સ્થિતિમાં આ બે સત્તાઓને મૂકવાની શિવાજી મહારાજની બીજી હતી. શિવાજી મહારાજની ઈચ્છી આ બંને સત્તાઓને જીવતી રાખી, એમને ઉપયોગ કરી મુગલની, જામેલી જડ મહારાષ્ટ્રમાં ઢીલી કરવાની હતી. મુગલોને હઠાવવામાં મદદરૂપ થઈ પડે તે માટે આ બંને સત્તાઓને નબળી કરી જીવતી રાખવા ઈચ્છતા હતા. મહારાજને એ બીક હતી કે મુગલેને પિતાના ઝગડામાં મશગુલ થયેલા જોઈ મરાઠા સત્તાને એ ભેગા થઈને વખતે હલાવી દે. આ બે સત્તાઓને એટલી મજબૂત ન થવા દેવી કે તે આ નવી ઉભી થયેલી હિંદુ સત્તાને દાબી દે. મહારાષ્ટ્રના સર્વે સંજોગો ધ્યાનમાં લેતાં મહારાજને લાગ્યું કે આ બંને સત્તાઓને હમણાં જ નરમ કરવાની જરૂર છે. મુગલોની સામે ફરીથી માથું ઊંચકતાં પહેલાં આ બે સત્તાઓને નમાવી સલાહ કરવાનો નિશ્ચય કર્યો.
શહેનશાહ તરફની સૂચના અને શાહજાદા તરફના સંદેશા મળતાં જ મહારાજે આદિલશાહી અને કતુબશાહીને ઘાટ ઘડવા માંડ્યો. શિવાજી મહારાજને મુગલેએ આગ્રામાં કેદ રાખ્યા હતા ત્યારે પણ આદિલશાહી સરદારએ મહારાજના મુલકમાં તોફાન મચાવી મહારાજની પ્રજાને સતાવવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com