________________
પ્રકરણ ૧ ૯ ]
છે. શિવાજી ચરિત્ર નામના એક સરદારે યુસુફશાહી ની આગેવાની લઈ એમને બંડ માટે ઉશ્કેર્યો અને વાયવ્ય સરહદ ઉપર મુગલ સત્તા સામે બંડ ઉઠાવ્યું. યુસુફશાહી લેકે બહુ કાઠા અને લૂંટફાટના કામમાં અનુભવી, કસાયેલા અને કાબેલ હતા. ભાગુ ધાંધલ અને ધમાલ કરતો પિતાની ટોળી સાથે અટકની ઉત્તરે સિધુ નદી ઓળંગીને હજારા જીલ્લામાં આવી પહોંચ્યા અને ત્યાં એણે લેકેને લૂંટવા માંડ્યા. ભાંગુ બહુ બળીઓ થઈ પડ્યો. એને તેડવા માટે અટકના મુગલ અમલદાર કામીલખાન, કાબુલના સૂબેદાર અને દિલ્હીથી ગયેલા મહમદ અમીનખાન ભેગા થયા. પેશાવરના મુગલ અધિકારીની કુમક પણ આવી પહોંચી. આમ ચારે અમલદારેએ ભાગુ ઉપર સામટા હલ્લા કર્યા ત્યારે આ બંડ સમ્યું. બંડ તે સમ્યું પણ પૂર્ણ શાન્તિ પથરાઈ નહિ.
ઉપરના કારણોને લીધે બાદશાહનું ધ્યાન ઉત્તરના સરહદ પ્રદેશ તરફ ખેંચાયેલું હતું એટલે અને દક્ષિણમાં બિજાપુર અને ગવળાંડો મુગલોને નમાવી રહ્યા હતા તેથી એણે શિવાજી ઉપર સતનતનું જોર અજમાવવાનું માંડી વાળ્યું અને શિવાજી મહારાજનો દાવ સમજવા છતાં એને છંછેડવામાં આ વખતે લાભ નથી એમ સમજી વખતને માન આપી ઔરંગઝેબે શિવાજી મહારાજે કરેલી માગણીઓ મંજૂર કરી અને શિવાજી મહારાજને “રાજા”ને ખિતાબ આપ્યો. આથી મહારાષ્ટ્રની પ્રજામાં એવી માન્યતા ફેલાઈ કે બાદશાહે પણ શિવાજી મહારાજને રાજા તરીકે સ્વીકાર્યા છે.
ઈ. સ. ૧૬૬૮ના માર્ચની ૯ મી તારીખે બાદશાહે શિવાજી રાજાને પત્ર લખ્યો હતો તેમાં લખ્યું હતું–અમારી તમારા ઉપર પૂર્ણ કૃપા છે અને અમારી મહેરબાનીની નિશાની તરીકે તમને “રાજા” ને ખિતાબ એનાયત કરવામાં આવે છે. આજ સુધી કર્યા તેના કરતાં વધારે પરાક્રમ કરજે એટલે તમારા સર્વ મનોરથ પૂર્ણ થશે” (૫. સા. સં. ખંડ ૧. નં. ૧૨૮૦).
આ નવા કરારથી શિવાજી મહારાજને કરિયાત માળવાને પ્રાન્ત અને વરાડ પ્રાતમાં ભારે આવકની એક જાગીર મળી. આ જાગીરની અંદર વ્યવસ્થા કરવા માટે મહારાજે રાવજી નામના એક વિશ્વાસુ અમલદારને સર્વ સાધને સાથે એકાસદારને નો હોદ્દો આપીને મેક અને સંભાજી રાજાને મનસબ મળી તેથી તેમને સર સેનાપતિ પ્રતાપરાવ ગુજજરની સાથે ઔરંગાબાદ રવાના કર્યા. શંભાજી મહારાજની ઉંમર બહુ નાની હોવાથી શાહજાદા મુઆઝીમે એમને પિતાના પિતા સાથે રહેવાની પરવાનગી આપી અને એકલા પ્રતાપરાવ ગુજરને તેના લશ્કર સામે ઔરંગાબાદમાં રાખ્યા. ગ્રાન્ટ ડફને આધારે કહી શકાય કે પૂના, ચાકણ અને સૂપા પરગણા ઉપર શિવાજી મહારાજની સત્તા સ્થાપન થઈ થઈ હતી. હવે સિહગઢ અને પુરંદર ગઢ જેવા મહત્વના કિલ્લાઓ પાછા લેવાના બાકી રહ્યા હતા.
ખીલા શાહજાદા અને જસવંતસિંહની જોડીને લડાઈ, ઘેરા, છાપા, ઝપાઝપીઓ વગેરેને શોખ ન હતે. આવી પડે તે ફરજ બજાવે ખરા, પણ તે પ્રસંગ ટળે તે ટાળે એ આ જોડીને સ્વભાવ હતે. શિવાજી મહારાજ સાથે શહેનશાહે સલાહ કરી તેથી શાહજાદા અને જસવંતસિંહને આનંદ થયે. દક્ષિણના મુગલ અમલદારોને મન તો જે થયું તે લાભદાયક જ હતું પણ ચાલાક ઔરંગઝેબ અને ચાલાક શિવાજી આ સુલેહનું ખરું સ્વરૂપ સમજી ગયા હતા. આ સુલેહમાં તે તે જમાનાના આ બંને મલકમશહર મુત્સદીઓ પોતપોતાના પાસા ખેલી રહ્યા હતા. બન્નેની ઈચ્છા થડ વખત લડાઈ વગર પસાર કરવાની હતી. ઔરંગઝેબની સામે બીજી અડચ હતી તેથી અને શિવાજી મહારાજને તૈયારી માટે વખત જોઈતા હતા તેથી બંનેએ એક બીજાને ઓળખી પારખીને સલાહ કરી હતી.
૩, બિજાપુર અને ગોવળકડા સામે શિવાજી મહારાજ, બાદશાહ ઔરંગઝેબ અને શિવાજી મહારાજ બન્ને પોતપોતાની મતલબ હાંસલ કરવા માટે પિતાની અનુકૂળતા પ્રમાણે બિજાપુર અને ગોળકેડા એ બે સત્તાને ઉપયોગ કરતા હતા. કેટલાએ વર્ષોથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com