________________
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણુ ૧૪ કું
ઉપયાગ મુસલમાના સામે કરે, તેથી એવી રીતે મુગલેથી જે કિલ્લાઓનું રક્ષણ થઈ શકે એમ ન હતું તે કિલ્લા નિરુપયેગી બનાવવાનું જયસિંહું રાજાએ શરૂ કર્યું. કેટલાક કિલ્લાના દરવાજા ખાળી નાંખ્યા, ધણુા કિલ્લાઓની દિવાલા ઠેકઠેકાણે તેડી નાંખવામાં આવી. કેટલાક કિલ્લાના ક્રાટ વચ્ચે વચ્ચેથી તેાડી પડાવ્યા. આવી રીતે કિલ્લાઓના રક્ષણની સત્તા ન રહી એટલે તેના નિષ્વંશ કરી, તેમને નિરુપયેગી બનાવવાના કાય'માં મિરઝારાજા મડી પડ્યા. જોતજોતામાં સિંહ રાજાએ ઘણા કિલ્લા નિરુપયેાગી કરી નાંખ્યા.
મુગલાના હજારા સિપાહીએ અને સેકડા અમલદારાની આંખમાં ધૂળ નાંખીને શિવાજી મહારાજ આગ્રંથી, શહેનશાહના કબજામાંથી નાસી છૂટા છે, એ વાત તે વિજળીવેગે આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. મરાઠા સરદારાએ આ ખબરની ખાતરી કરી. ખાતરી થયા પછી એમણે વિચાર્યું કે હવે મુગલા ઉપર ચારે તરફથી હલ્લા કરવા જ જોઈએ. સરદાર મેરાપત પિંગળે તે। તકની જ રાહ જોઈ તે સજ્જ થઈ ઉભા હતા. એણે મુગલ મુલકા ઉપર હલ્લા કરવા માંડથા. લશ્કરની ટુકડીઓ પાડી, મુગલાના મુલકા ઉપર તથા લશ્કર ઉપર અચાનક હલ્લાએ કરવાનું તથા છાપા મારવાનું કામ મરાઠાઓએ શરૂ કરી દીધું. મરાઠાઓ પાસેથી મિરઝારાજાએ પડાવેલા કિલ્લા એક પછી એક સરદાર મારાપતે સર કરવા માંડ્યા. મુગલેએ નિરુપયોગી બનાવેલા કિલ્લાઓ કબજે લઈ તે સરદાર મારાપતે તેમને તાકીદે સુધરાવ્યા. કિલ્લાનું સમારકામ ઝડપથી શરૂ કરી કિલ્લાઓ પાછા મજબૂત બનાવ્યા. આવી રીતે મુગલાના હાથમાંથી મરાઠાઓએ ધણા કિલ્લાએ લીધા. મુગલાને ઠેકઠેકાણે હકાવવાના અને હેરાન કરવાના મેરાપ`તે સપાટા ચલાબ્યા. રાહીડા કિલ્લા નજીક મરાઠાઓનું લશ્કર આવી પહોંચ્યું. મરાઠાઓ આગળ વધતા જ જતા હતા. મિરઝારાજાને આ લશ્કરની ખબર મળતાં જ એણે રાહીડા કિલ્લાના બચાવ માટે ૫૦૦ સવારાની એક ટૂકડી રવાના કરી.
મહારાજના જમાઈ મહાદજી નિબાળકરે પોતાના લશ્કરને સજજ કર્યું અને પૂના નજીક મુગલ મુલા ઉપરના મુગલ લશ્કરને હેરાન કરી એ ગાળામાં ધમાલ મચાવી મૂકી. મિરઝારાજાએ આ બેફામ અનેલા મરાઠા સરદારને કબજે કરવા માટે પેાતાના લશ્કરી અમલદારા મેકલ્યા. રાજા જયસિંહે સૂસા અને તે ગાળાનું રક્ષણ કરવા માટે બાબાજી ભાંસલેને તેના લશ્કર સાથે રવાના કર્યાં. હલાલખાનને ઈંદાપુર તરફ અંદીબસ્ત માટે મોકલ્યા. ધલીબખાનને ચાંભારગાંદારના ગાળામાં રવાના કર્યાં. ત્રિભાજી ભોંસલેને રાસીન તરફ મોકલ્યા. હસનખાન અબદુલ રસુલ અને એવા એવા ખીજા સરદારને તેમના લશ્કર સાથે જુદા જુદા ભાગમાં મુલકાના રક્ષણુ માટે માકલવામાં આવ્યા. મિરઝારાજાને હુકમ થતાં જ બાબાજી ભાંસલેએ મહાદળ ર્નિભાળકર ઉપર ચડાઇ કરી. બંને વચ્ચે બહુ જબરી લડાઈ થઈ. મહાદજીનાં ઘણાં માણસો માર્યા ગયાં. મરાઠા તરફથી લડનાર ર્નિભાળકરના લશ્કરની મુગલા તરફથી લડનાર બાબાજી ભાંસલેના લશ્કરે બહુ ખરાબી કરી. મહાદજી પતે પણ આ લડાઇમાં લડતાં લડતાં ધવાયા. મરાઠાઓની મદદે બિજાપુરની ટુકડી આવી પહેાંચી. લડાઇ પાછી જોસમાં ચાલી. મહાદજીએ બાબાજી ભોંસલે ઉપર મરણિયા હલ્લા કર્યાં. મહાદજીએ આ છાપામાં શૌય અને સમરકૌશલ્યની કમાલ કરી. બહુ બહાદુરીથી લડતાં બાબાજી ભાંસલે રણમાં પડયો. મુગલાની આ હારથી મરાઠાઓમાં નવું ખળ આવ્યું. બાબાજી ભોંસલેની આ હાર સાંભળી મિરઝારાજાને ધણું લાગી આવ્યું. રાજા જયસિંહ પેતે મરાઠાઓને કચડવા માટે સજ્જ થઈને નીકળ્યા, પણ સજોગો બદલાયા અને એને લાગ્યું કે જો પેાતે પૂનાના ગાળા તરફ જશે તેા બિજાપુરવાળાએ આગળ ધસારો કરશે અને કડી લેતાં પાટણ પરવાર્યું. એ ઘાટ થશે. આથી એણે પોતે પૂના તરફ જવાનું માંડી વાળ્યું અને મહાજીને ચડવા માટે સરદાર હમીદખાનને ૫૦૦૦ માણસોનું લશ્કર આપીને માલ્યા, પંઢરપુર તરફ સરદાર અણુાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com