________________
પ્રકરણ ૧૪ મું].
છે. શિવાજી ચરિત્ર ૬. મહારાજની ગેરહાજરીમાં મહારાષ્ટ્ર,
શિવાજી મહારાજ દિલ્હી જવા માટે દક્ષિણથી નિકળ્યા ત્યારથી તે પાછા રાજગઢ આવી પહોંચ્યા ત્યાં સુધી મહારાષ્ટ્રમાં જે હિલચાલ થઈ તેની વિગતવાર માહિતી મળી નથી છતાં જે જે પુરાવા મળી આવ્યા છે તે ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે મહારાજની ગેરહાજરીમાં સરદાર મેરોપંત પીંગળે જેવા હિમતવાન બહાદુરો મૂંગા બેઠા ન હતા. મુગલેની સામે મરાઠાઓએ પોતાની તલવાર માન કરી હતી તે ફરી પાછી જ્યારે ખેંચી તે ઇતિહાસ ઉપરથી કલ્પી શકાય છે. ઈતિહાસની કેટલીક વીગતે ઉપરથી અને મરાઠાઓનું મુત્સદ્દીપણું ધ્યાનમાં લેતાં એટલું તે કહી શકાય કે મહારાજ દક્ષિણથી નીકળ્યા ત્યારથી તે આગ્રામાં મુગલ દરબારમાં ગિરફતાર થયા તે દરમિયાન મરાઠા અને મુગલેને સંબંધ મીઠે રાખવામાં આવ્યો હશે જ કારણ કે, શિવાજી મહારાજ મુગલ દરબારમાં મિરઝારાજા જયસિંહના કહેવાથી ગયા હતા અને ત્યાં ગયા પછી બાદશાહ એમને વખતે દક્ષિણની સૂબેદારી આપે એવી પણ એમને આશા હતી. અંદરખાનેથી એમને જરાએ આશા ન હોય છતાં આ ગયા હતા એટલે, મુગલ તરફથી કોઈપણ પ્રકારનું ગંભીર કારણ મળ્યા સિવાય મુગલની છેડતી કરી મહારાજની સહીસલામતી જોખમમાં નાંખે એવા મરાઠાઓ મૂર્ખ ન હતા એટલે મહારાજ ગિરફતાર થયો ત્યાં સુધી તે મરાઠાઓએ એ મીઠાશ જાળવી રાખી હોવી જ જોઈએ. હવે એ પ્રશ્ન ઉભો થાય છે કે મહારાજની ગિરફતારી પછી તે એમની જિંદગી પૂરેપુરી મુગલાના હાથમાં આવી ગઈ ઔરંગઝેબ જેવા ક્રર દુશ્મનના હાથમાં શિવાજી મહારાજની ગરદન આવી ગઈ હોય ત્યારે તેને કળે કળે છોડાવવાને બદલે મુગલેને દુભવી મહારાજના ગળામાં મુગલોએ નાખેલ ફાસો સજજડ કરવા મુગલેને કારણ આપે એવા મરાઠાઓ ન હતા. ઉપર જણાવેલાં બે કારણોને લીધે એમ ખાતરીથી કહી શકાય કે શિવાજી મહારાજ આગ્રેથી છટકી ગયાના સમાચાર દક્ષિણમાં પહોંચ્યા ન હતા ત્યાં સુધી તે મરાઠાઓએ મુગલ સાથેની કૃત્રિમ મીઠાશને પણ ભંગ કર્યો ન હતો. મહારાજ આગ્રેવી નાઠાની ખબર દક્ષિણમાં આવી પહોંચી એટલે મોરોપંત પીંગળે અને મહારાજના બીજા સરદારે અને અમલદારોને લાગ્યું કે હવે મુગલેના હાથમાં આપણી ગરદન નથી એટલે એમણે મુગલે સામે કમર બાંધી અને મુગલેને ફરીથી મરાઠાઓનું પાણી બતાવવાના અખતરા અજમાવવા માંડ્યા.
શિવાજી મહારાજ દક્ષિણથી નીકળ્યા પછી પણ મિરઝારાજા અને આદિલશાહીની ઝપાઝપીઓ ચાલુ જ હતી. મહારાજના ફેણમાંથી નીકળી ગયા પછી તો મુગલ અને આદિલશાહી વચ્ચે ખૂબ જામી હતી. આ વખતના યુદ્ધમાં મુગલેની ભારે ખુવારી થઈ હતી. બિજાપુરે મુગલ લશ્કર માટે ચંદીચારો, બળતણ, અનાજ, વગેરે ચીજોને દુકાળ પાડ્યો. ગવળકાંડાના કાબશાહે પણ બિજાપુરની મદદ લશ્કર કહ્યું હતું એટલે હવે મુગલેના હાંજા ગગડી ગયા હતા. જયંસહ ઉપર પણ બાદશાહને પૂરેપુરે ભરોસે ન હતો, એટલે મિરઝારાજાને એ જોઈતી મદદ પણ મોકલતે નહિ. મિરઝારાજા બહુ બળિયો સરદાર બની ગયો હતો એ બાદશાહની આંખોમાં ખેંચી રહ્યું હતું અને દક્ષિણની જીતથી એ ભારે પ્રબળ થઈ જાય તે વખતે “નાક કરતાં વાળી વધારે વજનદાર થઈ પડે ” તેથી બાદશાહે જોઈતી મદદ મોકલવામાં ઢીલ કરવા માંડી. મિરઝારાજ સંજોગ અને બળ આંકીને એક એક પગલું વ્યવસ્થીત રીતે પાછા હઠતા હતા. આદિલશાહી સાથેના વિગ્રહમાં મહારાજ સાથે લડીને થાકેલા જયસિંહ તદ્દન લેથ થઈ ગયો હતો. મરાઠાઓ પાસેથી લીધેલા સંખ્યાબંધ કિલ્લાઓમાંથી પુરંદર, સિંહગઢ, લેહગઢ, માહલી અને કર્નાલા એ કિલ્લાઓનેજ ફક્ત બરાબર બંદોબસ્ત કરીને તેમાં પોતાના લશ્કરની ટુકડીએ રાખી. બીજા કિલ્લાનું રક્ષણ કરવાની શક્તિ આ વખતે મિરઝારાજામાં ન હતી. ખાલી પડેલા શિલાઓનું રક્ષણ જ કરવામાં ન આવે તો દુશ્મન એને કબજો લઈ લે અને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com