________________
૪૨૧
છે. શિવાજી ચન્નિ
પ્રકરણ ૧૪ સુ
ધર્મને ખાતર વેઠી રહા છે. આપે આપનું સુખી જીવન ધર્મને માટે દુખી મનાવી રહ્યા છે. ધર્મ માટે આપે શિર હાથમાં લીધું છે, તે એજ અમારા વહાલા ધની ખાતર તેના તારણહારને સાથ આપતાં સટ આવી પડે તે તેને સામને કરવામાં એક સાચા હિંદુ તરીકે અમે કદી પણ પાછી પાની નહિ કરીએ. શ‘ભાજી મહારાજનું જતન કરવું, એતા અમારા ધર્માંનું રક્ષણ કરવા બરાબર છે. આપ પ્રત્યે, ધમ પ્રત્યે અને હિંદુત્વના અભિમાની પ્રત્યે, મુગલપતિ કેટલા બધા રાષે ભરાયા છે એ હું બરાબર જાણું છું. એની જબરી સત્તાનું મને ખરાખર ભાન છે. એના અમલદારાના હિંદુઓ પ્રત્યેને કડક અમલ મે' સાંભળ્યો છે, જોયા છે અને અનુભવ્યો છે. એના રાષ જેના ઉપર ઉતરે તેની કેવી માટી વલે થાય છે. એ હું સમજું છું. આપને ખેાળી કાઢવા માટે એ અને એના અમલદારેા આકાશ પાતાળ એક કરશે. આપને મદદગાર નિવડ્યાને સહેજ પણ વહેમ જેના ઉપર આવે, તેનું નિકંદન કાઢવા એ શું શું કરશે અને એ ક્રૂર અમલદારા કેવાં કેવાં જૂઠાણાં ચલાવશે, તેની કલ્પના હું કરી શકુ છું. લાગણી વશ થઈને મેં' આ જોખમદારી માથે લીધી નથી. ધર્મીકા ગણીને તે મે' સુખેથી માથે લીધી છે. ખળવાન મુસલમાની સત્તાના આપે સામના કર્યાં છે, એ હું જાણું છું. તેની સાથે હું એ પણ જાણું છું કે હું હિંદું છું અને તેમાં વળી મહારાષ્ટ્રના હિંદુ છું. મારા ધર્મના તારણહારની સેવામાં મારા દેશની ઈજ્જતને માટે, મારું સર્વસ્વ ખાવા મારે તૈયાર રહેવું જોઈએ, એ મારા ધ' સમજને ખુલ્લી આંખે મે આ જોખમદારી સ્વીકારી છે અને તે પાર ઉતારીશ. બાદશાહે લાખા રૂપિયાનાં ઈનામા કઢળ્યાં છે, અનેક લાલચા આપી છે, ધમકીઓ પણ આપી છે, બધું કર્યું છે પણ એના લાખેા રૂપિયાના ઢગલાએ પણ દિલને નહિ ડગાવી શકે, ટેક વાળાને નહિ લલચાવી શકે, મહારાજ ! આપે અમારા ઉપર વિશ્વાસ મૂકી અમારા જીવન ધન્ય કર્યા છે. આપે મૂકેલા વિશ્વાસને અમેા પાત્ર છીએ એ ખતાવવાની જવાબદારી હવે મારે શિરે છે. ભાજી મહારાજની સહીસલામતી માટે આપ નચિંત રહેા. જ્યાં સુધી આ દેહમાં જીવ છે જ્યાં સુધી હું અને મારા ભાઈ તથા મારી મા જીવતાં છીએ ત્યાં સુધી શભાજી મહારાજના વાળ પણ વિા નહિ થવા ઈએ. બાદશાહ તરફની લાખ્ખો રૂપિયાની લાલચાને લાત મારવાની આપના સેવકમાં શક્તિ છે, એ આપ જોશો. આપની કૃપા અતે આપની મીઠી નજર એ આ લાકમાં અમને કરોડા રૂપિયા સમાન છે, એટલું જ નહિ પણ અમે તે એને પરલેાકમાં પણ અમારી મુક્તિના સાધનો છે એમ માનીએ છીએ. મહારાજના પોતાના અક્ષરનો પત્ર આવશે ત્યારે આપની સૂચના મુજબ શંભાજી મહારાજને લઈને મહારાષ્ટ્રમાં આવીશું અને આપના યુવરાજને સહીસલામત સાંપીશું. ગમે તેવી ભારે અડચણા આવશે તેા પણ અમે તે સર્વે દૂર કરીશું. ગમે તેવાં સકા આવશે તેા પણ અમે તે સકા સામનો કરીશું. ગમે તેવી આફત આવશે તે પણ અમેા તેને હઠાવીશું. ખળ, કુળ, યુક્તિ, શક્તિ, હિંમત અને હિકમત એ બધાનો ઉપયેાગ કરી માથે લીધેલું કામ અમે પાર પાડીશું, આવે વખતે સસ્વને ભાગે પણ આપની સેવા કરવી એ અમારા ધર્મ છે, એટલે અમેા તેને પાર ઉતાર્યાં વિના નહિ રહીએ. આ સ’કટમાંથી પાર તરી જવા માટે પ્રભુ અમને સન્મતિ અને અખૂટ શક્તિ આપશે એવે અમને વિશ્વાસ છે. મહારાજ ! આપને ચરણે આ સેવકની એક વિનંતિ છે, તેનો સ્વીકાર કરવા કૃપાવત થા. શભાજી મહારાજની સહીસલામતી માટે હવે મહારાજને વધારે ખાતરી આપવાની ન હેાય. મારા અને ભાઈ એ અને મારી મા એમની પૂરેપુરી સભાળ લેશે અને આપના પત્ર આવશે એટલે એમને લઈને એ દક્ષિણમાં આવશે. આપ અને આપની સાથેનાં માણસામાં ઉત્તર હિંદુસ્થાનના પૂરેપુરા ભામયા નથી. આ ભાગના અજાણ્યા છે. અજાણ્યા અને આંધળા એ સરખા જ ગણાય. વળી આવા સંજોગામાં સીધા રસ્તા બાજુએ મૂકીને, ધારી રસ્તા છેાડી દઈને, દૂરના રસ્તા લેવાના અનેક પ્રસગે આવવાનો સંભવ છે. કેટલેક પ્રસંગે વખતે વિકટ પથ પણ કાપવા પડે. આ ખંધા ઉપર વિચાર કરીને હું મારી મેવા આપને ચરણે યરું છું. મેં આ ભાગમાં ખૂખ મુસાફરી કરી છે. આ તરફના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com