________________
પ્રકરણ ૧૪ મું 1
છે. શિવાજી ચરિત્ર પૂરેપુરા વિશ્વાસ વગર કોઈને સ્વાધીન કદી પણ ન કરું. ઔરંગઝેબ જેવો બળવાન મને મારી પૂઠ પડ્યો છે, એના અમલદારો બહુ સખ્તાઈથી અને અતિ ઝીણવટથી મારી શોધ કરી રહ્યા છે, એવે વખતે હું મારા દીકરાને તમારે હવાલે કરું છું. મારી ભવિષ્યની આશાને હું તમારે કબજે સોંપું છું. તમારા કબજામાં મારા સંભાજી તદન સહીસલામત છે એની મને પૂરેપુરી ખાતરી હેવાથી જ મેં એને તમારે ખેળે મૂક્યો છે. અને કઈ રીતે મદદગાર નિવડવામાં ભારે જોખમ છે, અતિ ત્રાસ છે, જીવનની કસોટી છે એ તમે જાણે છે છતાં મારા દીકરાને આવા સંકટના સમયમાં સાથે રાખીને મારા ઉપર તમે ભારે ઉપકાર કરવા તૈયાર થયા છે એ તમારે હિંદુત્વ પ્રત્યેને પ્યાર અને મહારાષ્ટ્ર માટેનું અભિમાન બતાવી આપે છે. શંભાજીને આ સંજોગોમાં સંઘરવો એ બાદશાહને ગુસ્સો વહેરી લેવા જેવું છે. સર્વસ્વ નાશને આમંત્રણ આપવા જેવું છે, છતાં તમે આ બધા વિચારો કર્યા પછી પણ અમારી ખાતર. હિંદુ ધર્મની ખાતર. મહારાષ્ટ્રના નાકની ખાતર આ સાહસ ખેડવા તૈયાર થયા છો એ તમારા ઉપકાર ભૂલાય એમ નથી. કૃષ્ણાજીપત! આ વખત તે જતા રહેશે, સકો દૂર થઈ જશે, પરિસ્થિતિ બદલાઈ જશે, પણ તમે આ સંકટ વખતે કરેલી સહાય તે જ્યાં સુધી મહારાષ્ટ્રને ઇતિહાસ દુનિયામાં હયાત રહેશે ત્યાં સુધી અમર રહેશે. આ વખતે સહાય કરવા તૈયાર થાય એને જ સાચા સાથી હું સમજું છું. આ મદદનું મૂલ્ય નથી. તમારી આ અનેરી સેવાને માટે જે જે બદલે આપવામાં આવે, જે જે કરવામાં આવે તે બધું ઓછું જ છે. મારો પોતાને દીકરો મારી પછી મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવેલી હિંદુ સત્તાને દિપક, મારા પચપ્રાણ, હું આજે તમારે ખોળે મૂકી રહ્યો છું. તેને બરાબર સંભાળજો. એને કેવી રીતે સંભાળવે, એનું જતન કેવી રીતે કરવું એ તમને મારે કહેવાનું ન હોય. એ મારા પંચપ્રાણ છે, મહારાષ્ટ્રની ઈજજત છે, મારી પછી હિંદુત્વ રક્ષણની નૌકાને એ સુકાની છે, એ વાત તમે ભૂલતા નહિ. એને સાચવવાની જવાબદારી, જોખમદારી તમારે શિરે નાંખીને અમે મહારાષ્ટ્ર તરફ જવા હવે ઉપડીશું. મહારાષ્ટ્રમાં સહીસલામત પહોંચ્યા પછી તમને મારા હાથને લખેલે પત્ર અને સૂચનાઓ ન મળે ત્યાં સુધી તમે એને આ ગાળામાં જ તમને અનુકુળ લાગે ત્યાં રાખજે. મારી પત્ર તમને મળે કે તરત જ તમે એને લઈને મહારાષ્ટ્રમાં આવશે. શું કરવું અને શી રીતે આવવું, ક્યાં થઈને આવવું, વગેરે સૂચનાઓ તમને તે વખતે મળી જશે. કૃષ્ણાપંત ! તમે તે જાણે છો અને જુવે છે કે અમે તે ધર્મ અને દેશને માટે જિંદગીના સટ્ટા ખેલી રહ્યા છીએ. અમારી જિંદગીની સલામતી નથી. અમારી પાછળ બળવાન દુશ્મન છે. ન કરે નારાયણ અને જે રસ્તામાં જ મારું મરણ થાય તે સંજોગ જોઈને હિંદુત્વ રક્ષણ માટે, હિંદુસત્તા સ્થાપવાની યોજના ઉપર નજર દેડાવીને તમને ધર્મ અને દેશના લાભમાં જે ગ્ય અને વાજબી લાગે તે કરજે. આપણું આબરૂ અને નાક સાચવવા વખત વિચારીને, સંજોગો જોઈને, હિંદુત્વને ધ્યાનમાં રાખીને, વર્તન કરજે. તમારી આ સેવા બહુ ભારે છે. એનો બદલે તમને કઈ આપી શકશે નહિ. પ્રભુ જ તમને એને બદલે આપશે. અણી વખતે હિંમતથી આ સાહસ એવું છે તે મારાથી કદી પણ ભૂલાશે નહિ. બદલામાં ફુલ નહિ અને કુલની પાંખડી આપી તમારી સેવાની કદર કરવાની પ્રભુ મને તક આપે એટલી જ એને ચરણે વિનંતિ છે. કચ્છાપંત ! શંભૂ બાળક છે. એને સાચવજે.” આ શબ્દો બોલતી વખતે મહારાજના મેં ઉપર ગાંભીય છવાઈ રહ્યું હતું. પિતાના પ્યારા કુમારને કૃષ્ણજીપંતને સ્વાધીન કરતા મહારાજની આંખો ભીની થઈ. આ દશ્ય બહુ હદયસ્પર્શી હતું. મહારાજના શબ્દો સર્વે શાંતિથી સાંભળી રહ્યા હતા. સંભાજી કણાને સે અને એ ભાઈઓને ખૂબ ધન આપ્યું. કૃષ્ણજી૫તે બહુ ગંભીરપણે મહારાજને કહ્યું કે –“ મહારાજ ! મનુષ્યના જીવનમાં જીવન ધન્ય કરી લેવાની એકાદ તક પ્રભુ આપે છે. એ તક પ્રભુએ આજે મને આપી છે. હું તેનો સદુપયોગ કરી, મારું જીવન સાર્થક કરીશ. મહારાજ ! આપ તો રાજા છે. આપને શું ઓછું છે? આપ તે અમારા સુખને માટે દુખ વેઠી રહ્યા છે. આ બધાં સંકટ અને આમતે આપ તે આપણા વહાલા
64
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com