________________
પણ ૧ ]
છે. શિવાજી ચરિત્ર પરાક્રમ જોઈ ચકિત થઈ ગયો. માજી અને વિઠોજીને રણમદ ચડ્યો. દુશ્મનને હરાવી પાછા વળ્યા છતાં આ બન્ને ભાઈઓને રણમદ ઉતર્યો નહિ. પછી નિબાળકરના મોટા મોટા સરદારોએ આ બન્ને ભાઈઓને પકડી બળે બળે એમના હાથમાંથી હથિયાર છોડાવ્યાં. આ પરાક્રમથી આ બન્ને ભાઈઓને નિબાળકરના લશ્કરમાં ખૂબ માન વધ્યું અને રાજદરબારના સરદારો તથા પ્રજામાં આ બન્ને ભાઈ બહુ માનીતા થઈ ગયા.
૭. નિઝામશાહનું આમંત્રણ. અહમદનગરના મુરતુઝા નિઝામશાહ ૧ લાના દરબારમાં માલજી અને વિઠજીના સાહસની અને પરાક્રમની વાત ગઈ. આ બન્ને ભાઈઓએ “કાળતળે” રંકાળાતલાવના રણમાં જે પરાક્રમ અને અસાધારણ શૌર્ય બતાવ્યું હતું તે શૌર્યની વિગત સાંભળી બાદશાહ બહુ જ ખૂશ થયો. નિઝામશાહીમાં આજ વખતે સિંદખેડના જાધવરાવ વજીર હતા. બાદશાહે આ બન્ને ભાઈઓના ખુબ વખાણ કર્યા ત્યારે દરબારમાં માલકર્ણજીના વખતના વકીલ અને કારકુને હાજર હતા. તેમણે નિઝામશાહને જણાવ્યું કે “આ બન્ને ભાઈઓ તે આ બાદશાહના સેવકે છે. માલકર્ણજીના આ પૌત્ર થાય. એમની દેલત તે અનામત તરીકે સરકામાં જમે થયેલી છે. એ તે આ ગાદીના જ સેવકે છે. બાદશાહ સલામત દેશે જો કે બને બાદશાહ સલામતના કદમાં આવીને ઉભા રહેશે.” આ સૂચના ઉપરથી બાદશાહે પત્ર લખ્યો અને બને ભાઈઓ બાદશાહ પાસે આવીને હાજર થયા. બાદશાહે આ બન્ને ભાઈ એને માન આપ્યું અને એમની બહાદૂરીના ભારે વખાણ કર્યાં. એમને પિશાક અને અલંકારો આપ્યા અને તેમના દાદાની દોલત પાછી આપવા હુકમ ફરમાવ્યો. બન્ને ભાઈઓને અહમદનગરના બાદશાહના ૧૫૦૦ સ્વારોની શિલેદારી આપી અને તેની તહેનાત માટે જુન્નર પરગણું શિવનેરી કિલ્લા સાથે આ ભાઈઓને આપ્યાની સનદ બાદશાહે કરી આપી (૧. ભોંસલે બખર પાનું ૬.). આપણું ચરિત્ર નાયક શિવાજી મહારાજનો જન્મ આ શિવનેરી કિલ્લામાં થયો હતો.
અહમદનગરના બાદશાહે માજી અને વિજીના પરાક્રમની કદર કર્યાની હકીકત અને આ બન્ને ભાઈઓને તેમના વડીલોનું ધન સરકારને ત્યાં જમે હતું, તે પાછું આપ્યાની ખબર તથા બન્ને ભાઈઓને બાદશાહતમાં શિલેદાર બનાવ્યાની હકીકત વછર જાધવરાવે પિતાના સગા રાજા વતંગપાળ નિબાળકરને લખી જણાવી. આ ખબરથી રાજા વનંગપાળને બહુ આનંદ થયો અને તેમણે પિતાની બેન દીપાબાઈનું લગ્ન માલજીરાવ જોડે કરી દીધું. હિંમત, પરાક્રમ અને બહાદુરીથી માલજી ભોંસલેએ પિતાની અને પિતાના કુટુંબની ઈજ્જત વધારી. ભોંસલે કુટુંબનો ઉદયકાળ શરૂ થયો. અહમદનગરના બાદશાહે માલજીરાવ ભોંસલેને રાજાનો ખિતાબ આપ્યો. આવી રીતે મુંજ, ભેજ વગેરે પરાક્રમી પુરુષ પરમાર વંશ આ લમથી બાપ્પા રાવળ અને રાણી લક્ષ્મણસિંહના સિસોદિયા વંશની સાથે જોડાયો. આવી રીતે આ લગ્નથી પ્રસિદ્ધ પરમાર કુળ અને શુરવીર સિસોદિયા કુળના દક્ષિણમાં જોડાણ થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com