________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૧ હું
દરબારમાં મનસબદાર બન્યો. તેને છોકરા વિઠ્ઠલદેવ તાલીકેટના સંગ્રામમાં (૧૫૬૫ ) મુસલમાને તરફથી લડ્યો હતો. તેને છોકરો લક્ષ્મણદેવ અથવા લખુજી જાધવ હતા. આ લખુજી જાધવને સાત છોકરા અને એક છોકરી હતી. તે છોકરીનું નામ જીજાબાઈ હતું. આપણું ચરિત્ર નાયકની પૂજ્ય માતા તે આજ જીજાબાઈ લખજી જાધવ એ શિવાજી મહારાજના દાદા (માના બાપ ) થતા હતા.
લખજી જાધવ સંબંધી આટલું જાણ્યા પછી ભોંસલે વંશના માજી અને વિઠજી તરફ આપણે વળીશું. સિદખેડવાળા જાધવરાવની પાસે માજી અને વિઠા નોકરી માગવા માટે આવ્યા. આ વખતે લખુજી જાધવરાવ અહમદનગરના દરબારમાં કરતા કાવતા હતા. તેમણે આ બન્ને ભાઈઓને પિતાના તાબામાં બારગિરની નોકરી આપવા હા પાડી. ઈ. સ. ૧૫૭૭માં માલજી અને વિઠોછ ભોંસલેએ સ્થિતિ, સમય અને સંજોગો જોઈ આ નોકરી સ્વીકારી હતી.
માલોજી સેંસલે શરીરે કદાવર, મજબૂત અને બહુ વજનદાર હતે. એનું વજન સાધારણ ઘોડાને ઝીલવું બહુ ભારે થઈ પડતું. સાધારણ ઘોડે એની સ્વારી ખમી શકતા નહિ. તેથી જાધવરાવે માલજીને દેવડીની નોકરી મેંપી. જાધવરાવે આપેલી નોકરીઓ બને ભાઈઓએ સ્વીકારી હતી. પરંતુ આ ભાઈઓને આ નોકરીથી સંતોષ થયો ન હતો. આપેલી નોકરી થડા દિવસ બજાવી બન્ને ભાઈઓએ જાધવરાવ સાથેની મિઠાશ જાળવી આ નેકરીથી ફારેગ થવું દુરસ્ત ધાર્યું હતું. આ નેકરીથી ફારેગ થઈ નાસીપાસ થઈ ઘેર જઈ બેસે એવા આ ભાઈએ નમાલા ન હતા. જાધવરાવની નોકરીમાંથી મસ્ત થયા પછી બને ભાઈ ઓ ભવિષ્યનો વિચાર કરી લશ્કરી નોકરી મેળવવા કટિણ ગયા. આ વખતે ફલાણુમાં વનંગપાળ નિબળકરની આણ વતી રહી હતી. રાજા નંગપાળ નિબળકર બહુ
પર અને બહાદુર હતું. જે વંશમાં મુંજ, ભેજ વગેરે પરાક્રમી પુરુષો થઈ ગયા તે પરમાર વંશના ક્ષત્રિયોને આ વનંગપાળ વંશજ હતા. એની કીર્તિ ચારે તરફ ફેલાઈ હતી. તે કાળમાં કહેવત કહેવાતી કે “પ વાપા, યા વીdવા ” એક નંગપાળ, બાર વછરને કાળ.
શ્રી. બાબાજી રાજે ભોંસલેના ઘર સાથે આ લિંબાળકર ઘરાણાને સારે ઘરેબે હતા. માલજી અને વિઠજીને વનંગપાળ સારી રીતે પીછાનો હતો. તેણે તરત જ આ બન્ને ભાઈઓને પિતાને ત્યાં નોકરીએ રાખ્યા અને ૧૨૦૦ હેનની આસામી કરી આપી. રાજા વતંગપાળે આ બન્ને ભાઈઓને પિતાના લશ્કરમાં બહુ રાજી થઈને રાખ્યા. એમને દરેકને સુંદર ઘડે, પિશાક, અલંકાર વગેરે આપી લશ્કરમાં સારો હોદ્દો આપ્યો.
થોડા વખત પછી પિતાના ૧૨૦૦૦ બાર હજાર ઘોડેસ્વાર લઈને રાજા વનંગપાળ કલ્હાપુર પ્રાન્ત ઉપર ચડાઈ કરવા નીકળ્યો. આ ચડાઈમાં વનંગપાળે માલજી અને વિઠછ ભોંસલેને તેમના લશ્કર સાથે રાખ્યા હતા. કોલ્હાપુર જતાં રસ્તામાં “ કાળેતળે” નામનું સરોવર હતું ત્યાં લશ્કરે પડાવ નાંખે. એક દિવસે રાજા વનંગપાળ, માલજીરાવ, વિઠજીરાવ વગેરે સરોવર ઉપર સ્નાન કરતા હતા. બિજાપુરના બાદશાહની ફોજે આ તકનો લાભ લઈ કા નોબત સાથે ચડી આવી નિંબાળકની છાવણી ઉપર છાપે માર્યો. આ અચાનક છાપાથી નિંબાળકરનું લશ્કર ભારે ગભરાટમાં પડયું. આ છાપો તદ્દન અચાનક અને અણધાર્યો હતો એટલે છાવણીના લેકે અવ્યવસ્થિતપણે ગભરાટમાં આમતેમ દોડવા લાગ્યા. પિતાના લશ્કરના માણસને આવી રીતે અવ્યવસ્થિત દોડતા જોઈ ભાલેજ તથા વિઠળ સરેવરનું સ્નાન અધુરું મૂકી રક્તસ્નાન માટે તરત જ બહાર નીકળ્યા અને પિતાના ઘોડાઓ ઉપર સ્વાર થઈને એમણે દુશ્મન દળ ઉપર ધસારો કર્યો. માલેજ તથા વિઠજીને મરણીઆ થઈ દુશ્મનદળને સંહાર કરતા આગળ વધતા જોઈ એમના સિપાહીઓ પણ રણે ચડ્યા. આ બન્ને ભાઈઓના પરાક્રમથી નિંબાળકરના લશ્કરને પણ શૂર ચડયું. જોત જોતામાં આ બન્ને ભાઈઓએ દુશ્મન દળમાં ત્રાસ વર્તાવ્યો. બિજાપુરના લશ્કરના માણસો તેબા પોકારતા નાસવા લાગ્યા. રાજા વતંગપાળ તે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com