________________
પ્રકરણ ૧૩ મું ]
છે. શિવાજી ચરિત્ર થડે કાળ વીત્યા પછી બાદશાહે શિવાજીને પત્ર લખી જણાવ્યું હતું કે ઈરાન સામે લડાઈ જાહેર કરવાને એને ઈરાદો છે અને એ કામમાં એને એણે સહકાર માંગ્યો હતે. એ પત્રમાં શિવાજીના શૌર્યના અને અનેક સદણનાં બાદશાહે ભારે વખાણ કર્યા હતાં. આ લખાણથી શિવાજી દિલ્હી જવા પ્રેરાયો. શાહિતખાનની બેગમ ઔરંગઝેબ બાદશાહની સગી થતી હતી અને તે બાદશાહની સાથે જ હતી. શિવાજી કે જેણે એના પુત્રને મારી નાંખ્યો હતો અને પતિનાં આંગળાં કાપ્યાં હતાં તેને કેદ કરવાની તે વારંવાર વિનંતિ કર્યા જ કરતી હતી. એ બેગમની વારંવાર વિનંતિને પરિણામ એ આવ્યું કે શિવાજી ગિરફતાર થઈ ગયો x x x.”
() આ સંબંધમાં મી. થેનેટ નામના પ્રવાસીએ જે ઉદ્દગાર કાઢયા છે તેને ટુંક સાર નીચે મુજબ છે –“ સંજોગે જઈ શિવાજીને નાશ કરવા ઔરંગઝેબ બહુ આતુર અને 'તે સાધવા એણે યુક્તિઓ રચી. ઔરંગઝેબ જાણતું હતું કે એના દરબારમાં શિવાજીને વખાણનારાઓ
છે એટલે દરબારના સરદારે સન્મુખ ઔરંગઝેબ શિવાજીના અને ખાસ કરીને સુરતની ચડાઈના વખાણ કરવા લાગે. ઔરંગઝેબે કેટલાએક હિંદુ રાજાઓને પોતાના આ વિચારે શિવાજીને જણાવવા કહ્યું. કેટલાએકને મેઢે એણે જણાવ્યું કે આવા બહાદુર રાજાની એ કદર કરવા ઈચ્છે છે. શિવાજી જે મુગલ દરબારમાં આવે તો તેનો વાળ સરખે પણ વાંકે નહિ થાય એવી બાદશાહે હિંદુ રાજાઓને ખાતરી આપી અને મુગલ દરબારના વિચારો શિવાજીને જણાવવામાં આવ્યા. કેટલાએક હિંદુ રાજાઓએ શિવાજીને તેની સહીસલામતી માટે વચન આપ્યાં. એવી રીતે શિવાજી આખરે મુગલ દરબારમાં ગયો. દરબારમાં એનું અપમાન થયું ત્યારે એણે બાદશાહને ખુલ્લે ખુલું કહી દીધું કે એ તે બાદશાહના વચનો ઉપર વિશ્વાસ રાખીને ત્યાં આવ્યો છે અને એનો નાશ કરવા બાદશાહ ઈરાદો રાખે છે એવું એને હવે લાગે છે. બાદશાહે એને મારી નાંખ્યો હતો પણ એણે જોયું કે શિવાજીને મારી નાંખવામાં આવશે તો હિંદુ રાજાઓ એની સામે થશે. શિવાજીની સહીસલામતી અને માન મરતબો જાળવવાના વચનો આપી એનું અપમાન કર્યું તે માટે રાજાઓ બડબડાટ કરી રહ્યા હતા અને જે એની જાતને નુકસાન થાય તે મુગલ સત્તા સામે ઘણું રાજાઓ શિંગડાં માંડશે, તેવું બાદશાહને લાગ્યું તેથી એને
ન કર્યો. બાદશાહે એને મીઠા મીઠા સંદેશાઓ મોકલવાના શરૂ કર્યા અને જણાવ્યું કે એને મારી : નખવાનો બાદશાહનો જરા વિચાર ન હતું. એ જે સેનાપતિ થઈને કંદહારમાં જઈ વિજય મેળવશે
તે તેને મુગલ બાદશાહ તરફથી જબરો લાભ થશે. બાદશાહના આ સંદેશાનો શિવાજીએ જવાબ પ આપ્યો કે “ હું જવા ખુશી છું, પણ હું એ ચડાઈ ઉપર મારું લશ્કર લઈને જાઉં. મારા પિતાના લશ્કરની સરદારી લઈને કંદહાર જવા હું ખુશી છું અને જે બાદશાહની ઇચ્છા હોય તો મને મારું લશ્કર બોલાવી લેવાની પરવાનગી આપે.” બાદશાહે તેનું પિતાનું લશ્કર બોલાવવા શિવાજી રાજાને રજા આપી અને શિવાજીએ લશ્કર બોલાવવાને બહાને માણસે મોકલ્યાં અને તેમની સાથે પિતાને માટે અમુક ઠેકાણે ઘડાઓ લઈને ભવાની છૂપી સૂચનાઓ આપી અને એ સૂચનાઓ એમના માણસેએ અચૂક પાળી.”
(૫) આ સંબંધમાં મી. ડાઉએ કહ્યું છે તેને ટૂંક સાર નીચે મુજબ છેઃ “શિવાજીને જ્યારે બાદશાહની મુલાકાત માટે દરબારમાં લાવવામાં આવ્યા ત્યારે ઝનાનખાનામાં પડદામાં બેઠેલી બેગમમાં ઔરંગઝેબ બાદશાહની બેટી ઝેબ-ઉન-નિસ્સા પણ હતી અને એ શિવાજી દરબારમાં આવ્યો ત્યારે દરબારના રંગરાગ જોઈ રહી હતી. બાદશાહની બેટી બ–ઊન-નિસ્સા શિવાજીનું રૂપ જોઈને મેહી
પડી અને બન્ન-નિસ્સાની દરમિયાનગીરીથી અથવા ખટપટથી શિવાજીને બીજી વખત ઔરંગઝેબની | મુલાકાત મળી હતી. બીજી વખત જ્યારે એને, બાદશાહ પાસે લઈ જવામાં આવ્યા, ત્યારે બાદશાહની
ગાદી નજીક ઊભા રહીને એણે કહ્યું કે –“ હું તે એક રાજકુમાર તરીકે જન્મ્યા, છું, ગુલામને પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com