________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મું ઈરાદાપૂર્વક મારું અપમાન કર્યું છે. આગ્રાની ભાગોળે મેં પગ મૂકો ત્યારથી જ મારું ઈરાદાપૂર્વક અપમાન કરવામાં આવ્યું છે. આ અપમાન તે મને બહુ જ અસહ્ય થઈ પડયું છે. દક્ષિણમાં અણીના વખતે મેં. બાદશાહની અમુલ્ય સેવા બજાવી, તે બધી જ અફળ ગઈ કેમ? આવા અપમાન ખમવા છે અહી આવ્યો નથી.” દરબારમાં પેસતાંજ એમણે ક્ષત્રિય રાજાઓને હિંદુ સરદારને હાથ જોડીને યવન દરબારમાં ઉભેલા જોયા ત્યારથી જ મહારાજને દિલમાં ક્રોધ ઉત્પન્ન થયો હતો અને આ અંગત અપમાનથી ભડકે થયે. સરદાર રામસિંહ સાથે બહુ મેટે અવાજે શિવાજી મહારાજ વાતે કરવા લાગ્યા. મહારાજે ખરું રૂદ્ર રૂપ ધારણ કર્યું. ગુસ્સાથી મહારાજ લાલચેળ થઈ ગયા હતા. દાંત હેઠ પીસીને એમણે રામસિંહને કહ્યું કે “ આ અપમાન અસહ્ય છે. આ અપમાન સહન કરવા કરતાં તે મને આપનું ખંજર આપે. એનાથી હું બધી વાતને અંત આણું.” શિવાજી મહારાજ બહુ મેટે અવાજે બોલતા હતા એટલે બાદશાહે રામસિંહને પૂછયું “રામસિંહ! શું ચાલી રહ્યું છે?” રામસિંહ - જવાબ આપ્યો “ દક્ષિણના જંગલને વાધ મુગલ દરબારમાં જરા ગરમ થયે છે.” મહારાજનો કે બહુ જ વધી ગયો હતો. જેથી એ બેશુદ્ધ થઈ ગયા. મહારાજને તરતજ પાસેના ઓરડામાં લઈ ગયા અને ત્યાં એમના માથા ઉપર ગુલાબજળ છાંટી, એમને મુકામે લઈ જવામાં આવ્યા. ફરી બીજો હુકમ થતાં સુધી શિવાજી રાજાને પિતાની પાસે ન લાવવાનો હુકમ કર્યો.
આ બનાવના સંબંધમાં જુદા જુદા ઇતિહાસકારોએ જુદી જુદી હકીકત લખી છે. તેમાંના કેટલાએક લેખકેએ આ બનાવ સબંધી જે લખ્યું છે તેનો સંક્ષિપ્ત સાર વાંચકેની જાણ માટે નીચે આપીએ છીએ.
(૧) આ બનાવના સંબંધમાં મનુષી લખે છે કે “બાદશાહના દરબારમાં શિવાજીને પહેલી બેઠક આપવાને કરાર હતું. આ કરાર જયસિંહે બાદશાહને લખી મોકલ્યો હતો, છતાં તે પાળવામાં ન આવ્યો. સોનેરી કઠેરાની અંદરના વલમાં છેલ્લી બેઠક શિવાજીને આપવામાં આવી એ જોઈ શિવાજી લાલાળ થઈ ગયા હતા. “કરેલા કરાર તેડીને મારે. આવી રીતે અપમાન કેમ કરો છો ? મારી તેલમાં આવે એને મારી જોડમાં ઉભા રહી શકે એવો એક સરકાર તે તમારા દરબારમાં મને બતાવ. ” એમ બેલી..શિવાજી દરબાર છોડીને બહાર નીકળ્યા.”
(૨) આ બનાવ સંબધી અંગ્રેજ વેપારી મંડળે પોતાને દેશ ખબર મોકલી તેને સાર આ પ્રમાણે છે –“બંખેર શિવાજી આખરે બાદશાહ ઔરંગઝેબની જાળમાં સપડાઈ ગયો. બાદશાહે યુક્તિ રચી શિવાજીને લલચાવનારાં વચનો આપ્યાં. બાદશાહના વખાણુથી ફલાઈ અને વચનો ઉપર . વિશ્વાસ રાખી શિવાજી મુગલ દરબારમાં ગયા. ત્યાં દરબારમાં એને બહુ નીચી બેઠક આપવામાં આવી. મગલ દરબારમાં બીરાજેલા કેટલાએક સરદારો કે જેમને એ પોતાથી ઉતરતા માનતા હતા તેની પણ નીચે શિવાજીને બેઠક આપી એટલે એને ભારે અપમાન લાગ્યું. એ બાદશાહના દરબારમાં તે છતાં, આ અપમાન એ વિરે ખમ્યું નહિ. ગુસ્સાથી લાલચોળ થઈને દરબારમાંથી એ બાદશાહના દેખતાં બીજા ઓરડામાં ચાલ્યા ગયા. બાદશાહે એને બેલાવવા માટે કેટલાએક ઉમરાને મેકલ્યા, પણ શિવાજી મનાય નહિ. તેણે મનાવવા આવેલા માણસને જણાવ્યું કે એ કાંઈ આ દરબારનો કેદી નથી. એ તે આમંત્રણથી આવેલા મહેમાન છે એ આ અપમાન નહિ સાંખે. બાદશાહે તે પછી કદી એને પિતાની સન્મુખ નહિ લાવવાને હકમ કર્યો.”
(૩) આ બનાવના સંબંધમાં પ્રવાસી મી. બનિયર પિતાની નોંધમાં લખે છે કે –“બિજાપુર બાદશાહતને સર કરવાના કામમાં મુગલોને સાથ આપવાનું શિવાજીએ કબૂલ કર્યું તેથી બાદશાહ ઔરંગઝેબે શિવાજીને રાજા જાહેર કર્યો અને પોતાને રક્ષિત બનાવી તેના છોકરાને ઉમરાવ બનાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com