________________
છે. શિવાજી ચરિત્ર
[[ પ્રકરણ ૧૩ મું ઉપર પ્રમાણેની તૈયારી કરી મહારાજ દિલ્હી જવા માટે નીકળ્યા. જતી વખતે મહારાજે સરદારને કરી સૂચનાઓ આપી અને કઠણ સંજોગોમાં બહુ ચેતીને ચાલવા જણાવ્યું. શત્રુથી સાવધ રહેવા એમણે કરી ફરીથી ચેતવણી આપી. પછી મહારાજે શ્રી જગદંબા ભવાનીનાં દર્શન કર્યા અને માતા જીજાબાઈને મળવા ગયા. માતાના પગ ઉપર માથું મૂકી મહારાજે સાષ્ટાંગ દંડવત કર્યા ને આશીર્વાદ માગ્યા. પિતાના પુત્રને ફરી પાછો જમના જડબામાં જતે જોઈ માતા જીજાબાઈનું હૈયું ભરાઈ આવ્યું. આંખોમાંથી અમું વહેવા લાગ્યાં. જીજાબાઈએ શિવાજી મહારાજને પિતાના પગ ઉપરથી ઉઠાડ્યા અને એમના મોં ઉપર હાથ ફેરવી બોલ્યાં “બેટા! હું તને જમના જડબામાં જતે જોઈ બહુ દુખી થાઉં છું. બચપણથી તારે માથે એક પછી એક આફત આવીને પડી રહી છે. આજ કેટલાએ વર્ષ થયાં નથી તું આમથી ઉો કે નથી તે તું પેટ ભરીને જમે. બેટા ! તે જિંદગીમાં સુખ નથી ભોગવ્યું. આપણું વહાલા ધર્મની ખાતર તારી જિંદગીના વૈભવ, વિલાસનાં વર્ષો તે દુખ અને કચ્છમાં કાઢયાં છે. શિવબા ! તને રજા આપતાં મને ભારે દુખ થાય છે, પણ હિંદુધર્મના ઉદ્ધારને માટે તારે સાહસ ખેડવાનાં છે, એટલે ભારે હદયે કહું છું કે બેટા ! સુખેથી જ અને વિજય કરી જલદી પાછો આવજે. આ પ્રસંગ બહુ વિકટ છે તે તું ભૂલતા નહિ. શંભાજી બાળક છે, તેને તું બરાબર સાચવજે. મુસાફરી બહુ દૂરની છે. બાળક કુમળું છે, તેની સંભાળ વધારે રાખવાની જરૂર છે. શિવબા ! તું શૂર છે, પણ ભેળો છે. તને કપટી દુશ્મન છેતરી જશે તેની મને ચિંતા રહે છે. ઔરંગઝેબ બહુ દૂર, ઘાતકી અને નિર્દય છે. એ કપટી, દગલબાજ જરૂર વિશ્વાસઘાત કરશે. તે સાવધ રહેજે હોં! એ કપટીની જાળમાં રખે સપડાતે. એના ફંદામાં ફસાતો નહિ. એના મીઠા શબ્દોથી તું ભોળવાઈ જતો નહિ. બાદશાહની સાથે ત્યાં ઝઘડે કરવામાં માલ નથી. ત્યાં જઈ મીઠાશથી કળે કળે કામ કાઢી લેજે. સમય, સ્થિતિ અને સંજોગો નજર સામે રાખીને તું વતજે, તને શ્રીજગદંબાની સહાય છે. શ્રી રામદાસ સ્વામીના તને આશીર્વાદ છે. ગમે તેવાં સંકટ આવી પડે તે પણ ત્યાં. તું મૂઝાતે નહિ. હિંમત રાખજે. મુગલના કાવાદાવાથી ઠગાતે નહિ. તને રજા આપતાં મારું હદય ચીરાય છે, પણ શું કરું? હિંદુ ધર્મના રક્ષણ માટે, હિંદુ દેવમંદિર અને હિંદુ સ્ત્રીઓની ઈજ્જત બચાવવા માટે મારે તને વારંવાર કાળના જડબામાં ધકેલી પડે છે. અનેક કઠણ પ્રસંગે જે ભવાનીએ તારું રક્ષણ કર્યું છે, તે જ જગદંબા ભવાની તારું આ પ્રસંગે પણ રક્ષણ કરશે. બેટા ! તું એક મેટા સરદાર દિકર. તારા બોબરિયા આજે વૈભવ વિલાસમાં મેજ કરી રહ્યા છે. વૈભવ, વિકાસ અને સુખચેન માટે તારે સર્વ પ્રકારની સાનુકૂળતા હતી છતાં બચપણથી કોઈ દિવસ તે એશઆરામ કે ભવ વિલાસ ભગવ્યાં નથી; તે ભૂખ કરીને ખાધું નથી. અને નિરાંતે ઉંઘ લીધી નથી. ધર્મરક્ષણની ભઠ્ઠીમાં તારું આખું આયુષ્ય ગયું છે. તારાં દુખને પરિણામે લાખે હિંદુ કુટુઓ હજારો વર્ષો સુધી સુખ ભોગવશે એ ધારણાથી હું મનને મનાવું છું. દિકરા ! તું તારા કૂળનું નામ દીપાવ્યું છે. તું હિંદુ ધર્મનો ખરે તારણહાર નીવડયો છે. સિસોદિયા રાજપૂતનું ખરું પાણી તે યવનને પરણાવી દીધું છે. શિવબા ! આ તરફની તું જરાએ ચિંતા રાખતા નહિ. તારી ખબરે વારંવાર તું મને જણાવો રહેજે. તારા વગર મારા મનની સ્થિતિ કેવી રહેશે તેની યાદ રાખજે અને વારંવાર તારા કુશળ સમાચાર જણાવી મારી ચિતા દર કરજે. શિવબા ! પ્રભુ તારો રક્ષક છે. શ્રી એકલિંગજી મહાદેવ તારો વાળ વાંકે નહિ થવા દે, એટા સખેથી જા અને ધારેલું કામ ફળીભૂત કરી જલદી પાછો આવજે.” શિવાજી મહારાજે માતા જીજાબાઈના આશીર્વાદ લીધા અને ઈ. સ. ૧૬૬૬ ના માર્ચની ૫મી તારીખે સેમવારે શક ૧૫૮૦ ને ફાગણ સુદ ૯ ને દિને રાજગઢથી નીકળી દિલ્હી જવા માટે પોતાના ચૂંટી કાઢેલા લશ્કર સાથે કૂચ કરી.
ઔરંગઝેબ બહુ ધૂર્ત અને વિચક્ષણ હેવાથી શિવાજી મહારાજ સામે એ આબાદ બાજી ગોઠવી શકતે. મહારાજને તેના દગલબાજ૫ણાવી ગંધ સરખી પણ ન આવે તે માટે એણે પિતાના અમલદારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com