________________
કારણ ૧૦ ]
છે. શિવાજી ચરિત્ર પ્રજાને સુખી કરવાના કામમાં જરાએ ઢીલ થવા દેતા નહિ. મારી પ્રજા ગમે તે કામની, ધર્મની કે પંથની હોય પણ એ દુખી ન રહે. ગમે તેવા સાંકડા સંજોગો આવી પડે તે પણ સ્ત્રી જાત પ્રત્યે પૂરેપુરું માન જાળવજે. મારી જિંદગી યવનના હાથે ખતમ થઈ જાય તો તે માટે ઝાઝે શેક કરતા નહિ. હિંદુત્વ રક્ષણના કાર્યમાં, હિંદુધર્મની સેવામાં, દુશ્મનને હાથે મારું મૃત્યુ થાય તે પ્રભુએ મને મારું માગ્યું આપ્યું, એમ સમજી મનનું સમાધાન કરજે. મારો નાશ કરી, પછી યુવરાજ સંભાજીને ગિરફતાર કરે, અથવા દગે દઈ કંઈ વિપરીત કરે તે પણ કાળજાં કઠણ રાખજે. મારા પ્રત્યે પ્રેમ અને વફાદારી કુમાર રાજારામની આણ ફેરવી જાહેર કરજે. સંકટોથી ગભરાતા નહિ, આફતોથી ભાગતા નહિ, વિપત્તિથી નરમ પડતા નહિ, દુખોથી ડરી જુલમથી નાસતા નહિ. ધાર્યું ધણીનું થાય છે એ વાત ભૂલતા નહિ. જે જે સંકટ આવે તેમાં પ્રભુને હાથ છે અને આપણી જનાને ફળીભૂત કરવા માટે જ આ બધા બનાવો બની રહ્યા છે એમ માની લઈ મુસલમાની સત્તાને જડમૂળથી ઉખેડી નાંખવાનું કામ ચાલુ રાખજે. ઈશ્વરી સંકેત મુજબ સૌ બનાવ બનતા જાય છે. સત્કાર્ય કરનારાઓ ઉપર પ્રભુ સંકટ નાંખે છે પરંતુ એ સંકટમાંથી પાર ઉતરવાની શકિત પણ પ્રભુ સાથે સાથે બક્ષે છે. વિજ્ઞકર્તા એ સર્વ શકિતમાન પતેજ છે. અમારે ગમે તે થાય પરંતુ તમારામાં એક પણ માણસ જીવતો હોય ત્યાં સુધી આપણું મારા અને પવિત્ર ભારત વર્ષમાં યવનને સુખે પાટલે ખાવા દેતા નહિ. આખરે વિજય આપણે જ થવાનું છે એ માટે જરાએ શંકા રાખતા નહિ. ઈશ્વર મને સહીસલામત મહારાષ્ટ્રમાં પાછો આણશે તે હું તમને બધાને વહાલથી ભેટીશ, પણ જે ઈશ્વરી સંકેત કંઈ જુદો જ હોય તે આપણે આજે આ છેલ્લે મેળાપ, છેલી જ મુલાકાત, છેલીજ ભેટ, છેલીજ વાતચીત, છેલ્લાજ સંદેહ અને છેલ્લાજ રામરામ સમજવા.”
મહારાજે પિતાના જવાબદાર અમલદાર, અધિકારી અને પ્રધાન મંડળને બધી સૂચનાઓ આપી દરેકને પિત પિતાને સ્થાને જવાની રજા આપી. પછી મહારાજે પોતાના રાજ્યને કારભાર પિતાની સૂચનાઓ મુજબ અમલ ચાલે છે કે નહિ તે તપાસવાને વિચાર કર્યો. શિવાજી મહારાજ કેટલેક ઠેકાણે વ્યવસ્થા જેવા ગયા. કેટલેક ઠેકાણે અકસ્માત હાજરી આપી અમલદારોની કસેટી કરી. કેટલાંક સ્થાની અચાનક મુલાકાત લઈ અને વ્યવસ્થાની પરીક્ષા કરી. કેટલાક મહત્ત્વના કિલ્લાઓ ઉપર કિલ્લેદારો નિયમન ટલ અને કેવું પાલન કરે છે તે જોવા માટે રાત્રે તેવા કિલ્લાઓ ઉપર મહારાજ જઈ પહોંચ્યા. કિરવાના દરવાજા ઉપર પહેરેગીરે કેટલા સાવધ હોય છે એ પણ મહારાજે નાણી જોયું, એવી રીતે ચારે તરફ જાતે જઈ પિતાની નજરે બંદેબસ્ત નિહાળી ખાતરી કરી મહારાજ પાછો રાજગઢ આવ્યા અને દિલ્હી ઉપડવા માટેની તૈયારી કરવા લાગ્યા.
શિવાજી મહારાજે પાયદળ અને હયદળ મળીને ૬૦૦૦ માણસનું લશ્કર પિતાની સાથે લેવા ચૂંટી કાઢયું. આ ૬૦૦૦ પૈકી ૫૦૦ હયદળના અને ૧૫૦૦ પાયદળના માણસે ઠેઠ આગ્રા સુધી સાથે રાખી બાકીનું લશ્કર મહારાજે ગુજરાતની સરહદ ઉપર એટલે આજે પંચમહાલ જિલ્લો ગણાય છે તેની સરહદ ઉપર રાખ્યું હતું. અનેક વખતે આકરી પરીક્ષાઓમાંથી પસાર થએલા અને કસેટીએ પાર ઉતરેલા પિતાના વિશ્વાસુ માણસને સાથે લીધા. મહારાજની સાથે ઉત્તર હિંદુસ્થાનની મુસાફરીમાં સાથે રહ્યા હતા. તેમાંના કેટલાકના નામે નીચે મુજબ છેઃ-(૧) સરદાર તાનાજી માલુસરે (૨) સરદાર યેસાજી કંક (૩) સરદાર સર્જે રાવ જોધે (૪) હિરજી ફરજંદ (૫) રા મિત્ર (૬) બાળા આવછ ચિટણીસ (૭) નિરાજી શિવજી શહાણે (૮) રાધે બલ્લાળ કેરડે (૯) ત્રિબક પંત કબીર (૧૦) પ્રતાપરાવ ગુજ૨ (૧૧) નરહર બલાળ સબનીસ (૧૨) દત્તાછ ત્રિબક (૧૩) માણુકાજી હરિ સબનીસ (૧૪) દાવલઇ ઘાટગે (૧૫) વા મહાલી (હજુરીઓ) (૧૬) મદારી મહેતર (મુસલમાન) વગેરે, વગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com