________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રક@ ૧૩ મું કુલમાં એને શે દેષ દેષ તે સુરતના મુગલ ગવર્નરને ગણાય. ગવર્નરની ફરજ એને (શિવાજીને) અટકાવવાની હતી. લેકેને અને શહેરને બચાવ કરવાની જવાબદારી ગવર્નરની હતી. તે એણે ન બજાવી તે માટે એને (ગવર્નરને) દોષ દેવાય. શિવાજીને તે માટે દેષ ન દઈ શકાય. આપણા ગવર્નરમાં બચાવની હિંમત ન હતી તેથી શિવાજીને દોષ કેમ દેવાય? શિવાજીના સંબંધમાં આવી આવી વાત ઔરંગઝેબ પિતાના દરબારના રાજપૂત રાજાઓ આગળ કરતા. ઘણી વખત એ એમ પણ જણાવતે કે મારી આ ઈછા એને જણાવવામાં આવે તે ઘણું સારું ! વળી એક રાજાને તે બાદશાહે તેની ઈચ્છા અને શિવાજી માટે તેને અભિપ્રાય અને માનની લાગણી શિવાજીને પત્રથી લખી જણવવા કહ્યું અને જો એ દરબારમાં આવશે તે એની સહીસલામતી અને માનમરતબા માટે કેઈપણ જાતની શંકા નહિ લાવવાનું બાદશાહે વચન આપ્યું. બાદશાહ શિવાજીના પાછલા બધા જ અપરાધ ભૂલી ગયો છે અને એ દરબારમાં આવશે તે એની સાથે એવું વર્તન રાખશે કે એને કેઈપણ રીતે નારાજ થવાનું કારણ મળશે નહિ. બાદશાહનાં આવાં વચન સાંભળી ઘણુ રાજાઓએ શિવાજી રાજાને પત્રો લખ્યા અને પિતાના પુત્ર સંભાજી સાથે પિતાના બચાવના લશ્કર વગેરેને બરાબર બંદોબસ્ત કરી દીલ્હી આવવામાં કોઈપણ જાતને વધે નથી એમ જણાવ્યું.” શિવાજીને દક્ષિણમાંથી ખસેડી દિલ્હી લઈ જવા માટે મિરઝારાજા ભારે પ્રયત્નો કરી એમને મનાવી રહ્યા હતા ત્યારે ઔરંગઝેબ બાદશાહ પણ શિવાજીને દિલ્હી આણવા અનેક યુક્તિઓ રચી રહ્યા હતા. બાદશાહ અને જયસિંહ રાજા એ બંને મહારાજને ખસેડવા માટે પિતપોતાની રીત પ્રમાણે અનેક યુક્તિઓ ગોઠવી રહ્યા હતા. પ્રયત્નો કરવામાં બાદશાહ તે પ્રપંચની જાળ પાથરી રહ્યો હતો. એના મનમાં કપટ હતું. પણ મિરઝારાજાનું દિલ કાળું ન હતું. એની ઈચ્છા શિવાજી મહારાજને દક્ષિણથી ખસેડી દક્ષિણમાં મુગલ હિત સાચવવું અને મહારાજ તથા બાદશાહ વચ્ચે મીઠાશ કરી મહારાજાને મુગલાઈને એક મેટ ખંડિયે રાજા બનાવો એ હતી. શિવાજી મહારાજને દિલ્હી મોકલવામાં મિરઝારાજાનો વિચાર તેમને નુકસાન કરવાનું ન હતું, પણ મોગલોને ફાયદો કરવાનું હતું અને શિવાજી રાજાના અંતઃકરણમાંથી મુગલે માટેની આંટી કાઢી નાંખવાનું હતું. બાદશાહ સાથે રૂબરૂમાં મુલાકાત થયાથી અને મહારાજને માનમરતબ બરાબર સચવાયાથી મહારાજ અને મુગલે વચ્ચેનું વેર નાબુદ થશે, એવી મિરઝારાજાની પ્રામાણિક માન્યતા હતી. શિવાજી જો બાદશાહને મળતિયે થઈ જાય તે આ દક્ષિણ દેશ તાબે કરવામાં મુગલોને સહેલું પડે, એવી જયસિંહ રાજાની ગણતરી હતી, તેથી એ શિવાજી મહારાજને દિલ્હી મેકલવા બહુજ આતુર હતા. મહારાજ દિલ્હી જઈ બાદશાહને રૂબરૂ મળશે તે દિલસફાઈ થઈ જશે, ઘણી ગૂંચના ઉકેલ થશે, એક બીજાને માટે કંઈ ગેરસમજ થઈ હશે તો તે દૂર થઈ જશે અને દિલ્હીપતિ મહારાજને આખા દક્ષિણ દેશની સુબેદારી આપશે વગેરે વગેરે વાત કરી મહારાજનું મન મનાવવાના મિરઝારાજાના પ્રયત્ન ચાલુ જ હતા.
દિલ્હી જવા માટે રાજગઢ મુકામે દરબાર.
મિરઝારાજાને ઉપદેશ, સલાહ અને સૂચનાઓ સાંભળી લીધા પછી શિવાજી મહારાજ રાજગઢ ગયા. મહત્ત્વની બાબત ઉપર સર્વેની સલાહ લેવાનું નક્કી કરી રાજગઢમાં દરબાર ભર્યો. આ પ્રસંગ મહારાષ્ટ્ર માટે બહુ મહત્વનો હતો. મહારાજે આ સંબંધમાં પોતાના સાથીઓ સાથે બહુ થી ચર્ચા કરી. મુત્સદીઓ અને યોદ્ધાઓ વચ્ચે આ સંબંધમાં ખૂબ વાટાઘાટ થઈ દરબારમાં પિતાના વિચારે, પ્રામાણિક માન્યતા અને સાચા અભિપ્રાય વિનયપૂર્વક સચોટ ભાષામાં દર્શાવવાની દરેક દરબારીને છૂટ હતી. મહારાજનો અભિપ્રાય ઈ વખતે અમુક બાબતમાં બહાર પડી ગયો હોય, તો પણ તેની વિરુદ્ધ પિતાને સારો અભિપ્રાય દરબારીએ બહુ છૂટથી જાહેર કરી શક્તા. ચર્ચા વખતે પણ વિચારે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com