________________
પ્રશુ ૧૦ મું]
છે. શિવાજી ચન્નિ
પક
લલચાવ્યા. ભય, પ્રીતિ, દંડ, ભેદ, લાલચ, વગેરેના ઉપયેાગ મુગલેાએ શિવાજીનાં માણુસાને ફાડવા માટે તથા શિવાજી મહારાજની સામે કેટલાકને ઉશ્કેરવા માટે કર્યાં.
પૂને આવ્યા પછી દક્ષિણુની ખરી સ્થિતિથી વાકે થવામાં ઘેાડા દિવસ ગાળ્યા પછી જયસિંહૈ નીચે પ્રમાણે બંદોબસ્ત કર્યાં. સરદાર કુતુબુદ્દીનખાનને ૭૦૦૦ નું લશ્કર આપીને જીન્નરથી લેહગઢ સુધીતેા મુલક સાચવવાનું કામ સોંપ્યું અને લેહગઢની સામે એણે પોતાનું થાણું જમાવ્યું. પૂનાથી લેહગઢને ૨૮ માઈલનો ગાળેા હતા. તેસાચવવાના કામ માટે ૨૦૦૦ માણસેાને આપી એક અમલદારને મૂક્યા. પૂના અને તેની આજુબાજુના મુલક સાચવવાની જવાબદારી એક લશ્કરી અમલદારને માથે જયસ’હું નાંખી. આ અમલદારને ૪૦૦૦ માણસો આપવામાં આવ્યા. સૂપાનું થાણું સૈયદ મુનાવરખાનને સાંપ્યું. સૈયદ અબદુલ્લાહ અઝીઝને ૩૦૦૦ ધોડેસ્વારી આપ્યા અને એનું થાણું નીરાખીણુ નજીક શીરવળ મુકામે નક્કી કર્યું. આવી રીતનો બંદોબસ્ત કરીને દક્ષિણ ભાગમાંથી પુરંદર તરફ જતી મદદ અટકાવી દીધી. તા. ૩૧ મી માર્ચને રાજ જયસિંહૈ સાસવડ નજીક છાવણી નાખી. આ છાવણીથી પુરંદર પત આશરે છ માઈલ દૂર હતા. અબદુલ અઝીઝની મદદમાં બાજી ચંદ્રરાવ, અંબાજી ગોવિંદરાવ અને માણુકાજી ધનગર જે મુગલેને આવી મળ્યા હતા તેમને મેકલવામાં આવ્યા.
આવી રીતે જયસિંહે પોતાના મુલકના રક્ષણને પૂરેપુરા ખોબસ્ત કર્યાં અને શિવાજી મહારાજના મુલકમાં લૂંટ કરવા અને પ્રજાને પીડવા માટે જુદી જુદી ટાળીએ રવાના કરી. આ વખતે શિવાજી મહારાજ પાસે ૧૦૦૦૦ ઘેાડેસ્વાર, ૫૦૦ પાયદળ અને ૧૦૦ લડાયક વહાણો હતાં. રાજા જયસિંહ સાથે મેકલેલા શહેનશાહી લશ્કરની સરખામણીમાં તે મહારાજનું લશ્કર બહુ જ નાનું ગણાય. શહેનશાહી લશ્કર ઉપરાંત જયસિંહૈ અનેક ખટપટાથી શિવાજી મહારાજ સામે સરદારા, રાજાએ, જમીનદારા વગેરેને ઉશ્કરી એમના લશ્કર સાથે એમને મુગલળમાં જોડી દીધા હતા, એ વાત સરખામણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી છે.
મિરઝારાજા જયસિંહ સાસવડ આવવા નીકળ્યો, ત્યારે તેની સાથે દિલેરખાન અને દાઉદખાન એ અને સરદારા તેમના પોતાના લશ્કર સાથે હતા. સાસવડ પહેાંચવાને એકાદ દિવસના રસ્તા બાકી હતા ત્યારે, જયસિંહે દિલેરખાનને તેના લશ્કર સાથે તેાપખાનું વગેરે લઈને આગળ રવાના કર્યાં. પછી દાઉદખાનને ત્યાં રાખી, રાજા જયસિંહ આગળ સાસવડ ગયેા. રાજા જયસિંહના હુકમ પ્રમાણે દિલેર ખાન પુરંદર નજીક ગયા અને જગ્યા પસંદ કરી, તા. ૩૦ મી માર્ચે લશ્કરનો પડાવ નાંખ્યા. પુરંદરના ડુંગર ઉપરથી મરાઠા નીચે ઉતર્યાં અને તેમણે ખાદશાહી છાવણી ઉપર છાપા માર્યાં. મુગલ લશ્કર મરાઠાઓને મારી હઠાવવા તૈયાર જ હતું, મરાઠાઓને મુગલેએ મારી હઠાવ્યા અને એમનાં ધરા બાળી મૂક્યાં. મરાઠા માર ખાતા હતા, નાસી જતા હતા; તક સાધીને પાછા ફરી અને તેટલું મુગલ લશ્કરનું નુકસાન કરતા અને વારંવાર સતાવતા. મુગલ અને મરાઠા વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી. પછી મુંગલાએ પુર`દરને ધેરા ધાયેા. જયસિંહ રાજાને આ ઝપાઝપીએ અને ઘેરાની ખબર મળી એટલે એણે ઘેાડું લશ્કર તથા ચુનંદા વીર રાયસિંહજી, કીરતસિંહજી, વ્રતખાન, મિત્રસેન અને ઇંદ્રામણુ મુંદેલાને મારતે ધાડે દિલેરખાનની મદદે મેાકલ્યા. દાઉદખાનને પાછળ રાખ્યા હતા. તેને રાજા જયસિંહે એકદમ મારતે ધાર્ડ સાસવડ આવવા જણાવ્યું. જયસિઁહની છાવણીમાં સરદાર દાઉદખાનની જરુર હતી. દાઉદ્દખાનને પોતાની છાવણીમાં મૂકી, મિરઝારાજા પુરંદર જવા ઈચ્છતા હતા. દાઉદખાનને જયસિંહનેા સંદેશા મળ્યો, એટલે તરતજ એ જયસિંહ તરફ જવાને બદલે સીધા દિલેરખાનની મદદે દોડી ગયા. મિરઝારાજા બહુ આતુરતાથી સરદાર દાઉદખાનની રાહ જોઈ રહ્યા હતા, પશુ દાઉદખાન ન આવ્યા, એટલે જયસિંહ રાજા પોતાની ઈચ્છા પ્રમાણે, નક્કી કર્યું હતું છતાં પોતાની છાવણીને કાઈ જવાબદાર
45
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com