________________
ઉ૫૨ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું મુગલ લશ્કરને હરાવવા માટે બિજાપુરનો આદિલશાહ શિવાજીને મળી જશે એ ભય જયસિંહ કલ્પતો હતો. જયસિંહને આદિલશાહીની બાતમી મળતી હતી તે ઉપરથી જયસિંહને આ કપેલા ભયની ખાતરી થઈ હતી. સિંહે કપેલા ભયમાં વજૂદ હતું. તારીખ ૧૪ મી એપ્રિલને રાજ કોન્સલ લેને અલં એક વિચિલજિયાને નીચેની મતલબને પત્ર લખ્યો હતો. તે ઉપરથી જયસિંહે જે ભય કર્યો હતો તે સાચો હતો એમ કહી શકાય. “સુરતના પ્રેસિડેન્ટના પત્રમાં એ જણાવે છે કે હાલમાં સુરત તો શિવાજીના હલ્લામાંથી સહીસલામત છે, પણ તે હવે મુગલ મુકેમાં ધમાલ મચાવી રહ્યો છે. મુગલેના કેટલાંક શહેર એ લૂંટી રહ્યો છે. બાદશાહે બહુ જબરું લશ્કર એના ઉપર મોકલ્યું છે છતાં એ શત્રુને બંદેબસ્ત કરતો કરતો ઠેઠ ગોવાના કિનારા સુધી જઈ આવ્યો. મુગલે બિજાપુર ઉપર પણ એક મોટું લશ્કર મોકલે છે. પહેલાં તો શિવાજીના ત્રાસથી કંટાળી જઈ બિજાપુરના બાદશાહે દિલ્હીના શહેનશાહની મદદ માગી અને શિવાજીના સકંજામાંથી હવે બિજાપુરવાળા મુક્ત થયા છે એટલે હવે મુગલેની મૂંસરીમાંથી પોતાને છૂટકારે કરી લઈને શિવાજીને મદદ કરવાની શરૂઆત એમણે (બિજાપુરવાળાએ ) કરી દીધી છે. શિવાજીની મદદમાં સમરાંગણ ઉપર સૈન્ય ન મોકલતાં શિવાજીને છૂપી રીતે ધનની મદદ એ આપી રહ્યા છે, કારણકે શિવાજી એ મુગલસરાને આગળ વધતાં ખેંચી પકડનાર છે, એવી એમની માન્યતા છે. શિવાજી અને મુગલની વચ્ચે વિગ્રહ સળગાવી દેવાની આદિલશાહીની યુક્તિની જાણ મુગલેને થવાથી મુગલ બિજાપુર ઉપર પાછી રુક્યા છે. મુગલ લકર પિતાના ઉપર વખતે ધસી આવે એ બીકથી ગેવળકેડાવાળાઓ પણ પિતાની સરહદ ઉપર લશ્કર ભેગું કરવાની ધમાલ કરી રહ્યા છે” (૫. સા. સંગ્રહ ૧ નં. ૧૫૩).
“ મહારાજ ઉપર આફત.
જયસિંહે શિવાજીની સત્તાને નાશ કરવાની બહુ જબરી તૈયારી કરી હતી. એણે એક પણ રસ્તા બાકી રાખ્યો ન હતો. શિવાજી મહારાજના નાના મોટા જેટલા દુશ્મને હતા તે બધાને જયસિંહે અનેક રીતે મનાવ્યા, સમજાવ્યા અને પિતાના પક્ષમાં લઈ શિવાજી સામે ઉશ્કેર્યા અને લડવા તૈયાર કર્યા. જયસિંહે જંજીરાના સીદીને પણ શિવાજી વિરૂદ્ધ મદદ આપવા લખ્યું. જવહરના રાજાને શિવાજી સામે અનેક રીતે જયસિંહે ઉશ્કેર્યો. આખરે એને મનાવ્યો અને છેવટે એને મુગલાઈમાં મનસબદારી આપવાનું નક્કી કરી શિવાજી સામે મુગલ લશ્કરમાં જોડી દીધા. પ્રસિદ્ધ માણુકે છે ધનગર પણ જયસિંહને પૂને આવીને મળ્યો. કર્ણાટકના જમીનદારે તરફ જયસિંહે બ્રાહ્મણ વકીલે મોકલ્યા હતા તેમણે પિતાની કામગીરી બરાબર બજાવી. કર્ણાટકના જમીનદારને શિવાજી મહારાજ વિરૂદ્ધ ઉશ્કેરવામાં જયસિંહના માણસોએ કાંઈ બાકી ન રાખી. કર્ણાટકના જમીનદાર શિવાષ્પા નાયક અને બસવાપટ્ટણના જમીનદારોના પ્રતિનિધિઓ શિવાજીની સામે જયસિંહની સેવામાં આવીને હાજર થયા. આ વખતે જયસિંહ સાથેના યુરોપિયન તોપખાનાને ઉપરી નિકાલ મન્કસી હતો. તેની લાગવગથી કલ્યાણ પ્રાન્તના ઉત્તરના કેટલાક નાના રાજાઓને જયસિંહે શિવાજી મહારાજ વિરૂદ્ધ તૈયાર કર્યા. શિવાજી મહારાજનાં માણસને ફોડવા માટે જયસિંહે મુગલ તીજોરીમાંથી નાણાં વેરવા માંડ્યાં. પુરંદરની તળેટી સાચવવા માટે શિવાજીએ અંબાજી, તેના બે ભાઈ તથા મેરેને તેમના ઘોડેસ્વારોના લશ્કર સાથે રાખ્યા હતા. તેમને ફોડવા માટે જયસિંહે ભારે પ્રયત્નો કર્યા. આખરે જયસિંહ ફાવ્યું. અંબાજી તેના ભાઈઓ અને મોરે ફૂટ્યા અને એમના માણસોએ આવીને જયસિંહને વચન આપ્યું કે એ ત્રણે શિવાજીને તજી દેશે.
જયસિંહને આદિલશાહીને ભારે ભય હતે. ગમે તે રસ્તે એને બંદોબસ્ત કરવાના પ્રયત્નો જયસિંહે કરવા માંડયા. આખરે બિજાપુરનો આદિલશાહ શિવાજીને મદદ ન કરે તે માટે એની ખંડણીની રકમમાંથી ઘટાડે કરવાનું એને પણ વચન આપ્યું અને એ રીતે કેણીએ મધ મૂકીને એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com