________________
૩૨ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું આ વખતે તે શિવાજી મહારાજને દરેક બાબતમાં પ્રવીણ એવા જયસિંહ સાથે સામનો કરવાનો હતો. આ અછત દ્ધાના કબજામાં ભલભલી સત્તાને ડોલાવી નાખે એવું બળવાન લશ્કર હતું. યુદ્ધનાં પૂરેપુરાં સાધનો ઉપરાંત સંજોગે અનુકૂળ કરી લેવાના કામમાં મિરઝારાજા કુશળ અને કાબેલ હતો. જેના બુદ્ધિબળથી મુગલાઈ શોભતી હતી તે જયસિંહના બુદ્ધિબળને શિવાજી મહારાજને સામને કરવાનો હતો. સંજોગે અને દુશ્મનનું બળ જતાં મહારાજની ખાતરી થઈ કે આ પ્રસંગે ઈશ્વર જેની રાખે તેની રહે એવી સ્થિતિ છે.
મિરઝારાજાની દક્ષિણ ઉપર ચડાઈ એ શિવાજી મહારાજ માટે અતિ કટીને પ્રસંગ હતો અને આવા સંજોગોમાં આવેલી આપત્તિને શી રીતે પહોંચી વળવું એ સંબંધી વિચાર કરવા માટે શિવાજી મહારાજે પોતાના સ્નેહી, સેબતી અને વિશ્વાસુ અમલદારો તથા અનુભવી મુત્સદ્દીઓને રાયગઢ બેલાવ્યા. મહારાજનો હુકમ સાંભળતાં જ સર્વે રાયગઢ આવી પહોંચ્યા. આમંત્રણું આપવામાં આવ્યાં હતાં તે બધા સરદારો, અમલદારો અને સ્નેહીઓ ડોકિયું કરી રહેલી આપત્તિના સંબંધમાં ગંભીર વિચાર કરી રહ્યા હતા. આ પ્રસંગ ભારે વિકટ છે એવું દરેકને લાગ્યું હતું એમ એમની મુખમુદ્રા ઉપરથી દેખાઈ આવતું હતું. દરબારમાં ગંભીર વાતાવરણ છવાઈ રહ્યું હતું. દરબારીઓ માંહોમાંહે ચર્ચા ચલાવી રહ્યા હતા. વખત થતાં શિવાજી મહારાજ દરબારમાં પધાર્યા. સર્વેએ તે વખતની પદ્ધતિ મુજબ પોતાના રાજાને મુજરા કર્યા. શિવાજી મહારાજ ઊંચા આસન ઉપર બિરાજ્યા અને બધા દરબારીઓ ઉપર હાસ્યવદને દષ્ટિપાત કર્યો અને આંખના ઈશારાથી બધાને પોતપોતાની જગ્યાએ બેસી જવા જણાવ્યું. મહારાજે તે પછી દરબારમાં ભેગા મળેલા દરબારીઓને ઉદેશીને કહ્યું – “મારા વહાલા સ્નેહીઓ, સરદારો, અમલદારો તથા મુત્સદ્દીઓ ! મુસલમાનની અનેક ચડાઈ એને તમને અનુભવ છે. મુસલમાનના અનેક હલ્લાઓ વખતોવખત તમે અનુભવ્યા છે. એમના એ છાપાઓના દરેક વખતે તમે સુંદર જવાબ આપ્યા છે. પોતાના મામાં શાહિસ્તખાનને દક્ષિણમાં ઊભી થતી હિંદુસત્તાને જડમૂળથી ઉખેડી નાખવા માટે ભારે લશ્કર આપી, મુગલપતિ ઔરંગઝેબે આપણા ઉપર મોકલ્યો હતો. તમે તમારા શૌર્ય વડે શાહિસ્તખાનને દબાવ્યું. એની ઈજ્જત ગઈ એટલે બાદશાહે ગુસ્સે થઈ તમારા ઉપર મિરઝારાજા જયસિંહને ભારે લશ્કર અને અખૂટ યુદ્ધસામગ્રી સાથે મોકલ્યો છે. મિરઝારાજા બહુ જબરું લશ્કર અને નામીચા સરદારો સાથે તમને જીતવા આવ્યો છે, ઊભી થતી હિંદુસત્તાને કચડવા આવ્યો છે, મુગલ સત્તાના મૂળ મહારાષ્ટ્રમાં મજબૂત કરવા આવ્યો છે. તમે હિંમત અને સમરકૌશલ્યથી ભલભલાના હોશ ઉડાડી દીધા છે, એ વાત ધ્યાનમાં હોવા છતાં મારે કહેવું પડે છે કે આજને પ્રસંગ જરા વધારે ગંભીર છે. ગમે તે વિકટ પ્રસંગ આવે તો પણ જ્યારે હું તમને બધાને હિંદુત્વ રક્ષણનું આપણે હાથ ધરેલું કામ પાર ઉતારવા માટે ભારેમાં ભારે સંકટોનો સામનો કરવા માટે મરણને ભેટવા માટે, ઉત્સાહ અને ઉમંગથી તૈયાર થયેલા જોઉં છું ત્યારે પહાડ જેવાં સંકટો પણ તદ્દન નાનાં લાગે છે. આ પ્રસંગ ભારે કટોકટીને છે છતાં મારા બહાદુર સરદારે હિંમતથી પ્રસંગને પહોંચી વળાશે. ગમે તેવા કઠણ પ્રસંગ આવે તો પણ આપણે તો નાહિંમત થવાના જ નથી. નાહિંમત થવાનું આપણને તો કારણ જ નથી. આપણને ભારે આમતોમાંથી ઉગારીને આજ સુધી જેણે રક્ષણ કરી જય અપાવ્યો, તે જ પ્રભુ આ પ્રસંગમાંથી પણ આપણને સહિસલામત પાર ઉતારશે. આપણે જ્યારે હિંદુત્વના રક્ષણ માટે હિંદુ સત્તા સ્થાપવાને નિશ્ચય કર્યો, ત્યારે આપણી પાસે શું હતું? કયાં સાધન હતાં? આપણી પાસે માણસે ન હતાં, પસે ન હતો, લશ્કર ન હતું, હથિયાર ન હતાં, દારૂગેળો ન હતો. આપણી પાસે કંઈપણું ન હતું. અનળ વાતાવરણ અને જામેલી સત્તાને સામને કરવા માટેનાં સાધનને અભાવ હતે. આપણે તદ્દન ખાલી હતા છતાં શ્રી રોહીડેશ્વરની કૃપાથી, શ્રી જગદંબા ભવાનીની મહેરથી અને તેના આશીર્વાદથી આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com