________________
પ્રકરણ ૧૦ મું ]
છે. શિવાજી ચરિત્ર
કા
અગિયાર દિવસમાં જયસિંહૈ લશ્કરને તૈયાર કરી દીધું. અગિયાર દિવસ બરાનપુરમાં ગાળ્યા પછી રાજા જસિંહે મુકામ ઉપાડ્યો અને ૧૦ મી ફેબ્રુઆરીને રાજ મુગલ લશ્કર ઔરંગાબાદ આવી પહેાંચ્યું. શહેનશાહતના શાહજાદા મુઆઝીમના મુકામ ઔરંગાબાદમાં હતા. મિરઝારાજા મુઆઝીમને મળ્યા. દક્ષિણુના જખાબદાર મુગલ અધિકારી ઔરંગાબાદ આવીને મિરઝારાજને મળી ગયા. જયંસ’ રાજાએ મળવા આવતા અમલદારાને દક્ષિણુની હકીકત બહુ ઝીણવટથી પૂછી લીધી. દક્ષિણની પરિસ્થિતિથી, દક્ષિણુના રાજરગથી, દક્ષિણુના દુશ્મનાની તાજી હિલચાલાથી અને જાણવા જેવી દક્ષિણની બધી ખીનાઓથી મિરઝારાજા વાકેક થઈ ગયા. શિવાજી અને બિજાપુરવાળાની ગુપ્ત હકીકતા અને હિલચાલ જાણુવા માટે ખાસ ગુપ્ત જાસૂસે નીમવામાં આવ્યા હતા. તે જાસૂસાની ખખરા પણુ સાંભળી લીધી અને દક્ષિણના આખેહુબ ચિતાર પોતાની નજર આગળ ખડા કરવા માટે એક કાબેલ સેનાપતિને શેાભે એવી રીતે બધી હકીકત મિરઝારાજાએ મેળવી લીધી. મુગલ લશ્કરના મુકામ ઔરંગાબાદ અને બરાનપુરમાં હતા તે વખતે જયસિંહરાજાએ રાત અને વિસ એક સરખું કામ કર્યાં કર્યું. જસિંહ જાણુતા હતા કે તેને દક્ષિણમાં અસાધારણ અને અસામાન્ય દુશ્મનની સામે જંગ માંડવાના હતા. જયંસંહરાજાએ આખી જિંદગીમાં કદી હાર નહેાતી ખાધી. જયંસ હું શત સમરના યશસ્વી ચેહ્નો હતા. આજ સુધી મેળવેલી ઉજ્વલ કીર્તિમાં ઘરડેધડપણુ હારથી અપયશને કાળા ડાધ ન લાગી જાય તે માટે ખાસ ખબરદારી લઇ યુદ્ધની ભાજી ગાઠવી રહ્યો હતા. ઔરંગાબાદમાં રહીને જે જે કામ અને તૈયારી કરવાની હતી તે બધું કામ આટે પી લીધા પછી તા. ૧૩ મી ફેબ્રુઆરીએ ઔર’ગાબાદથી લશ્કર સાથે કૂચ કરી, મિરઝારાજા તા. ૩ જી માર્ચને રાજ પૂના મુકામે આવી પહેાંચ્યા. પૂનામાં રાજા જશવંતિસંહના મુકામ હતા. તેને શહેનશાહે પાછા ખેાલાવી લીધેા હતા પણ હજી સુધી તે ત્યાં જ હતા. તેને મિરઝારાજાએ લાવ્યા અને તેની પાસેથી બધી માહિતી મેળવી લીધી. જશવ ંતસિ’... પાસેથી બધાં જ કામા મિરઝારાજાએ સભાળી લીધાં અને તા. ૭ મી માર્ચને રાજ દિલ્હી ઊપડી જવા માટે જશવંતિસંહને જયસિંહ રાજાએ છૂટા કર્યાં.
મિરઝારાજા જયસિંહને પૂનામાં વ્યૂહરચના કરવાના કામમાં રેકી, આપણે આપણું ધ્યાન શિવાજી મહારાજ તરફ ફેરવીએ.
૪. રાયગઢમાં દસ્માર.
શિવાજી મહારાજ કારવારમાં મુલક જીતી રહ્યા હતા તે વખતે એમને મિરઝારાજા જયસિંહ લશ્કર લઈ તે દક્ષિણ ઉપર આવે છે, તેની ખબર મળી. આ ખબર સાંભળતાં જ મહારાજ તાકીદે પાછા આવ્યા અને રાયગઢ જઈ પહાંચ્યા. જ્યારે જ્યારે કટોકટીના મામલે હાય, ત્યારે ત્યારે શિવાજી મહારાજ પોતાના સ્નેહી, સેાખતી અને જવાબદાર અમલદારાની સલાહ લેતા, એમની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરતા અને પછી સંજોગાને પહોંચી વળવા માટે પગલાં ભરતા. જ્યારે જ્યારે જવાબદાર અમલદારા અથવા સ્નેહીસાબતીઓમાં અમુક પગલાં ભરવાની બાબતમાં મતભેદ ઊભા થતા, ત્યારે મહારાજ અને પક્ષની પૂરેપુરી દલિલા શાંતિથી સાંભળી લેતા એટલું જ નહિ પણ પેાતાની દિશાસૂલ થઈ છે, એવી એમની ખાતરી થતી તો તે સુધારા પણ કરી લેતા. સરદારા સાથે જો કાઈ વખતે મહારાજને મતભેદ થતા તા મહારાજ પોતાની ખાખતો દલીલથી સમજાવતા અને પોતાના મતની સામાને ખાતરી કરી આપતા. આ પદ્ધતિથી મહારાજને ધણા લાભ થયા છે. પ્રજા કઈ તરફ ઝૂકે છે, પવન કઈ બાજુનેા છે, લેાક મત શા છે, એ પણુ મહારાજ એ ઉપરથી સમજી શકતા.
મહારાજે પોતાના સરદાર, મળતિયા, ગાઠિયા, લશ્કરી અમલદારો તથા મુત્સદ્દીઓના રાયગઢમાં દરબાર ભર્યાં. અનેક વિજયાના આનંદ પછી શિવાજી મહારાજને ફરી પાછા કસોટીના કાળ આવી પહેાંચ્યા. આજ સુધીના પ્રસંગો કરતાં મહારાજના જીવનમાં આ પ્રસંગ કંઈ જીદ્દાજ પ્રકારના હતો.
"..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com