________________
પ્રાણ ૧૦ + ] છે. શિવાજી ચરિત્ર
૩૩૯ મહારાજની ચડતી અને ઉત્કર્ષ એની આંખમાં ખટકી રહ્યાં હતાં. શિવાજી મહારાજની સલામતી મુગલાઈને માથે ભારે આફત થઈ પડવાની છે એ ઔરંગઝેબ સમજી ગયો હતો. મુગલ અને બિજાપુર જેવી જામેલી મુસલમાન સત્તાએ શિવાજીને કચડી નાંખવા માટે નામીચા નાયક અને પંકાયેલા સરદારોને મેકલ્યા હતા તે બધાને શિવાજી મહારાજે યુક્તિ અને શક્તિ વાપરીને ચણ ચવડાવ્યા હતા, એટલે
ઔરંગઝેબ ગુંચવાડામાં પડ્યો હતે. ગૂંચવણ ઊભી થઈ ત્યારે બાદશાહની નજર રાજા જયસિંહ તરફ વળી. અનેક ટોકટીને પ્રસંગે જયસિંહે મુગલાઈની ઈજ્જત રાખી હતી. ઘણું મહત્ત્વની અને ખની લઆઈએમાં એણે મેગલાઈને માટે વિજય મેળવ્યા હતા. ઔરંગઝેબ બાદશાહને હુકમ થશે અને આ થત સમરને શેઢો રાજા જયસિંહ દક્ષિણમાં જવા તૈયાર થયે.
૩. મિરઝારાજા જયસિંહનું દક્ષિણ તરફ પ્રયાણ ઔરંગઝેબની આંખમાં ખટકી રહેલી સત્તાઓને કચડી દક્ષિણ દિગ્વિજય કરવા માટે ઈ. સ. ૧૬૬૪ની ૩૦ મી સપ્ટેમ્બરને રોજ મિરઝારાજા જયસિંહની નિમણૂક જાહેર કરી, ત્યારથી જ તે દક્ષિણ જીતવા માટે શાં શાં પગલાં લેવાં, બિજાપુરને કચડવા માટે કો દાવ ખેલવા અને શિવાજીની સત્તાને નાશ કરવા માટે કયી યુક્તિ રચવી, કેવા ધૂહ ગોઠવવા, એ સંબંધમાં વિચાર કરતો થઈ ગયો હતે. બિજાપુર કરતાં શિવાજી મહારાજ માટે મિરઝારાજાને વધારે ગિતા હતી, કારણ કે ઔરંગઝેબને શિવાજી મહારાજ ઉપર વધારે રોષ હતું અને બિજાપુર બાદશાહ કરતાં શિવાજી રાજા વધારે બળવાન શત્રુ નીવડશે એની જયસિંહને ખાતરી થઈ હતી. દિનપ્રતિદિન : શિવાજી મહારાજનું બળ વધારે ને વધારે જામતું જાય છે, એ રાજા જયસિંહ જાણતો હતો અને શિવાજી મહારાજ હિંદુધર્મના અભિમાની હેવાથી મહારાષ્ટ્રમાં એમને અનુકૂળ વાતાવરણ પેદા થઈ ચૂકયું હતું અને શિવાજી મહારાજ હિદુધર્મના તારણહાર છે, એ માન્યતા પ્રજામાં ફેલાયેલી હોવાથી પ્રજા અનેક રીતે એમને મદદ કરવા તૈયાર થાય છે, વગેરે વાતોથી જયસિંહ રાળ પૂરેપુર વાકેફ હતા અને આવી સ્થિતિમાં કઈ રીત અખત્યાર કર્યાથી ધારી બાજી પેશ જાય, એ વિચાર કરવામાં મિરઝારાજા મશગુલ થઈ ગયા હતા. અફઝલખાન જેવા બળિયા, અછત દ્ધાને શિવાજીએ યુક્તિથી પૂરા કર્યો, તે જ શિવાજીને સામને કરવાનો છે એ વાત ધ્યાનમાં રાખીને જયસિંહે મહારાષ્ટ્રને મહાત કરવાની તૈયારી કરવા માંડી. બળવાન શહેનશાહી લશ્કર લઈને માથું ઊંચું કરી રહેલી મરાઠી સત્તાને દાબી દેવા માટે અનુભવી અને કસાયેલે સરદાર સાહિસ્તખાને દક્ષિણમાં ગયો હતો. તેની છાવણીમાં પેસી, તેનાં આંગળાં જે શિવાજીએ કાપી નાખ્યાં, તે શિવાજીને કચડવાનું હતું, એની સત્તા તોડવાની હતી, એનું બળ નમાવવાનું હતું, એ વાત નજર સામે રાખીને સિંહ રાજાએ દક્ષિણની ચડાઈ માટેની ગોઠવણી કરવા માંડી. દક્ષિણુને દિગ્વિજય માટે મિરઝારાજાએ પોતાની સાથે એક લાખ ડેસવારોનું લશ્કર લીધું હતું (English records). સ. દિલેરખાન પાસે કસોટીએ ચડેલા, અનુભવી અને ચૂંટી કાઢેલા ચુનંદા ૫૦૦૦ પઠાણની એક ટુકડી હતી. બીજા અનેક સરદારોની પાસે તેમનું પિતપતાનું ચૂંટી કાઢેલું આશરે ૧૪૦૦૦ કાતીલ લડવૈયાનું લશ્કર હતું. આવી રીતની ભારે તૈયારી કરી રાજા જયસિંહ ઈ. સ. ૧૬૬૪ના ડિસેમ્બરની આખરમાં કે ૧૯૬૫ના જાન્યુઆરીની શરૂઆતમાં દિલ્હીથી દક્ષિણમાં ઉપડ્યો. દિલ્હીથી નીકળતી વખતે મિરઝારાજા ઔરંગઝેબને મળવા ગયો હતો ત્યારે બાદશાહે તેને દક્ષિણની તોફાની અને બંડખોર સત્તાઓએ એને કેવો. બેચેત બતાવી દીધું છે તે જણાવ્યું અને એવા બંડખેરને ખુરદ કરી બાદશાહની ચિંતા દૂર કરવા જણાવ્યું જયસિંહે આજ સુધી મુગલાઈની જે અનેરી સેવાઓ કરી હતી તેના મુક્તકઠે વખાણ કર્યા.
ઔરંગઝેબ દક્ષિણ દેશને વાકેફગાર હતો અને દક્ષિણના દુશ્મનોને માહિતગાર હતો એટલે એણે મિરઝારાજાને કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપી, સરદાર દિલેરખાનને મિરઝારાજાની સાથે એમના મદદનીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com