________________
પ્રકરણ ૯ મું]
છે. શિવાજી ચરિત્ર
૩૦૭
ઉત્તમ હેતુથી અને શુદ્ધ બુદ્ધિથી પ્રજાના લાભ માટે પ્રાણ આપનારના હેતુ ફળીભૂત કરનાર ઈશ્વર સમર્થ્ય છે. પુરુષાર્થ કરવા એ પુરુષના હાથની વાત છે, ફળ આપનાર પ્રભુ સમર્થ છે. ” ખાનને હલાવવાના મહારાજે નિશ્ચય કર્યાં. ખાનના મગજની રાઈ ઉતારવાના ઘાટ ઘડવામાં આવ્યેા.
ખાનની છાવણીની નાની મેાટી બધી હકીકતા મેળવવા માટે, છાવણીમાં થતી વાતચીતા જાણવા માટે, ખાનની છાવણીમાં રચવામાં આવતી યેાજના અને ગાઠવવામાં આવતા જ્યૂડ જાણુવા માટે, શિવાજી મહારાજે પાતાના જાસૂસે! મૂકી દીધા હતા. પણ હવે એ છાવણીની કેટલીક મહત્ત્વની માહિતી મેળવવા માટે એ બ્રાહ્મણુ જાસૂસાને ખાનની છાવણીમાં મેાકલ્યા. ખાને પોતાના મુકામ ક્યાં રાખ્યો છે, એ ક્યાં સૂઈ રહે છે, જનાનખાનું ક્યાં રાખવામાં આવ્યું છે, ખાન સૂઈ રહે છે તેની આજુબાજુએ શું શું છે, કયા સરદારની છાવણી ખાનની કઈ બાજુએ પડાવ નાખીને પડી છે, પહેરા ઉપરના લેકે કેટલા સાવધ છે વગેરે ઝીણી ઝીણી પણ બહુ જરુરની માહિતી મહારાજે આ બ્રાહ્મણ જાસૂસા પાસે મંગાવો. પ્રાહ્મણુ જાસૂસાએ માગેલી હકીકત મેળવી. હકીકત પૂરેપુરી મળ્યા પછી મહારાજે એ બ્રાહ્મણાની'રફતે પૂનાના એક મરાઠા સિપાહીને સાધ્યા અને એની મારફ્તે ચૈત્ર સુદ આઠમને રવિવારને રાજ રાત્રે વાજતે ગાજતે એક વરધોડા કાઢવા માટે પરવાના મેળળ્યેા. પૂરેપુરા વિચાર કરી, મહારાજે બાજી ગાઠવા અને જીવનમાં દેશ અને ધર્મને માટે જિંદગી સાટે ત્રીજી વખત સટ્ટો ખેલવાની તૈયારી કરી. સિંહગઢની નજીક પાંચ સાત હજાર માણસાનું લશ્કર મહારાજે તૈયાર રાખ્યું. એક દિવસે મહારાજે પેાતાના બધા સાથી, સરદારા, સિપાહીઓ વગેરેને ભેગા કર્યા અને કહ્યું “ મારા પ્યારા દોસ્તા અને બહાદુર સૈનિકા ! હિંદુસ્થાનનું દુખ દૂર કરવા માટે, હિંદુત્વનું રક્ષણ કરવા માટે, હિંદુવી સ્વરાજ્ય સ્થાપન કરવાને આપણા નિશ્ચય છે. એ કામની આપણે પ્રતિજ્ઞા લીધા પછી તમારી સલાહ, સૂચના, સહકાર અને મદદથી અ યાજનાનાં મૂળ આપણે ઠીક ઠીક ઊંડાં જતાં જોયાં છે. તમારાં પરાક્રમા દુશ્મનેને પણ હેરત પમાડે છે. તમારી દેશભક્તિ અને ધર્માભિમાન જોઈ દુશ્મના પશુ ચક્તિ થયા છે. પિડાતી પ્રજાને લેાખડી ×સરીમાંથી છોડાવવા માટે તમે રણભૂમિ ઉપર જે શૌય બતાવ્યું છે અને દેશ તથા ધને માટે તમે જે અણુમૂલા ભાગ આપ્યા છે, તે માટે પ્રભુ તમારા ઉપર આકાશમાંથી સેાનાના ફૂલેને વરસાદ વરસાવશે. પ્રતિજ્ઞા લીધા પછી હું જાણું છું કે તમે નથી લીધે આરામ કે નથી ભાગવ્યા મેાજશાખ. તમે પેટ ભરીને ખાધું નથી ને પૂરેપુરા ધ્યાનથી. તમારી સેવા ઈશ્વરને ત્યાં નોંધાઈ છે. બહાદુરા ! તમે ખૂબ કર્યું છે, પણ હજી તમારે તેથી પણ વધારે કરવાનું છે. તમે હિંમત અને શૌયથી લડાઈ એ લડીને બિજાપુરની સાન ઠેકાણે લાવી શક્યા છે. તમે ખૂબ કીર્તિ મેળવી છે, પણ મુગલ સેનાપતિ શાહિસ્તખાન ભારે લશ્કર સાથે તમારું નાક લેવા દિલ્હીથી અહીં આવ્યા છે. આપણને જમીનદાસ્ત કરવાની એની પ્રતિજ્ઞા છે. આપણે માટે આ કટોકટીને સમય છે. પ્રભુ આપણી કસેટી કરી રહ્યો છે. આજ સુધી આપણે આપણા પ્રાણની પરવા કર્યા સિવાય દેશ અને ધ માટે બળતામાં ભૂસકા માર્યાં છે. અનેક વખતે આપણે દુશ્મનેતે તેાબા પોકરાવી છે, અનેક વખતે શત્રુને છક્કડ ખવડાવીને આપણું સમરકૌશલ્ય આપણે સાબિત કર્યું છે. આ બધા ઉપર ધૂળ નાખવા માટે મુગલ બાદશાહ ઔર`ગઝેબે એના મામાને મહારાષ્ટ્રમાં મેકલ્યા છે. આપણી સામે હવે ખે જ રસ્તાઓ છે. મેાત અને કીર્તિ અથવા જિંદગી અને કલંક, મહારાષ્ટ્રના વીરા કાઈ કાળે જિંદગી માટે કલંક સ્વીકારશે નહિ. આપણે સ્વરાજ્ય સ્થાપવાની પ્રતિજ્ઞા લીધી, તે દિવસથીજ મેાતને ભેટવાની આપણી તૈયારી છે. આ વખતે પણ મારા બહાદુર સરદારા અને સૈનિકા પોતાનાં પરાક્રમાં દુનિયાને છ કરી નાખશે એવી મારી ખાતરી છે. ખાનને ખરું પાણી બતાવવાના મેં નિશ્રય કર્યાં છે. એનું લશ્કર માટું છે. એની પાસે લડાઈનાં સાધતા પુષ્કળ છે તેથી આપણે હિંમત હારવાની નથી. પહેાંચ છે, આક્ય છે, જે ખજાનાને - માલીક બને
પાસે શું હતું ? જેનામાં સામાનાં સાધના અને
આપણે જ્યારે લડત શરૂ કરી, ત્યારે આપણી સમરાંગણમાં દાવ બરાબર ખેલી શકે છે, તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com