________________
૩૦૬
*. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મુ
અને કુમકની જરૂર ન હતી, છતાં બાદશાહે રાજા જશવંતસિંહને ૧૦૦૦૦ માણસ સાથે મામાને મદદ કરવા દક્ષિણમાં માકથ્યા.
શાહિતખાન શિવાજી મહારાજથી ચાંકતા જ રહેતા. એ ક્યારે શું કરશે એને ભરાંસા નહિ, એવું માની, લેવાય તેટલાં સાવચેતીનાં પગલાં એણે લીધાં હતાં. કયે રસ્તે એ દુશ્મનનું કાસળ કાઢશે તેની કલ્પના પણ માણસ નથી શકતા, એવા અભિપ્રાય શિવાજી મહારાજ માટે ખાનના ધાયા હતા. એ પોતાની જાત માટે પણ પૂરાપુરા ચેતીને રહેતા. શિવાજી મહારાજ કાઈ પણુ જાતના કાવત્રામાં ફાવી ન જાય અથવા કાઈ પણુ જાતની બાજી રમી ન જાય તે માટે ખાન હદ કરતાં વધારે સાવધ રહ્યો હતા. પ્રતાપગઢનું યુદ્ધ અને પનાળાને ધેશ ખાનની નજર આગળ ખડાં જ રહ્યાં હતાં. કાઈ પણ જાતનું કપટ કરીને શિવાજી નાક ન લઈ જાય તે માટે ખાને પૂનાની આજુબાજુએ ચેકી પહેરા ગાડવી દીધા હતા. કાઈ પણ હથિયારવાળા મરાઠાને પરવાનગી વગર પૂનામાં નહિ પેસવા દેવાના સખત હુકમા ખાતે કાઠ્યા હતા. દરેક હિંદુને પૂનામાં પેસવા માટે પરવાનાની જરુર પડતી. ખાને એવા સજ્જડ બંદોબસ્ત કર્યાં હતા કે તેમાંથી કીડીને છટકવું પણ મુશ્કેલ હતું.
શિવાજી મહારાજે ખાને કરેલા બદાખસ્તની સધળી હકીકત જાણી. મુગલ લશ્કર એટલું જમરું હતું કે તેની સામે રમાં ઊભા રહેવું એ જમના જડબામાં જઈને ઊભા રહેવા જેવું જ હતું, એટલે થેાડા લશ્કરવાળા શિવાજી મહારાજને ભારે ચિંતા થઈ. દુશ્મન દેખીતું કંઈ નુકશાન ન કરે તેા પણ એને એક ઠેકાણે એસીને નિરાંતે સૂત્રેા હલાવવા દેવાં અને પોતાની પાંખા ધીમે ધીમે વધારે તેમ વધારવા દીધાથી વગર મહેનતે, વગર હરકતે એ આપણને નિષ્ફળ કરી નાંખશે એમ મહારાજને લાગ્યું, એટલે જડ ઘાલીને પૂનામાં ખેડેલા ખાનને હવે શી રીતે હલાવવા એ વિચારમાં એ પડયા. ધીમે ધીમે કુનેહથી ખાન પેાતાનાં મૂળ ઊંડાં ધાલ્યાં જ કરતો હતો. ઘણા કાળ એને નિરાંતે રહેવા દીધાથી અનેક યુક્તિ કરી, લાલચ અને લાંચથી એ ધણા મક્કમ માણસને પાતા તરફ ખેંચી શક્શે એ બીક શિવાજી મહારાજના મનમાં હતી જ, પણ એ એવી રીતે ગૂંથાયેલા અને ગૂંચાયેલા હતા કે ખાનને અસરકારક ઉપદ્રવ ન કરી શક્યા. હવે તો માહારાજને એમ પણ લાગ્યું કે માણુસની નબળાઈ એ અનેક હેાય છે. એવી નબળાઈઓને લીધે જો કાઈ સરદાર એની જાળમાં ફસાઈ પડે તો વિપરીત પરિણામ આવે. ખાનને જે હવે એની બાજી ગેાઠવવા અને પાસા ખેલવા નિરાંત વધારે સમય આપવામાં આવે તે મહારાજની યાજનાને ઊંધી વાળવા માટે એ ધણી સંગીન અને મજબૂત ગોઠવા કરી શકે, એ મહારાજની ધ્યાન બહાર ન હતું. એટલે પહેલી જ તકે ખાનને હલાવવા એ તૈયાર હતા. જામેલી સત્તાવાળા મુગલ સરદારને શી રીતે તેાડવા, એ ચિંતામાં મહારાજ પડ્યા. જે ખાનને કંઈ ચમત્કાર ન બતાવવામાં આવે તેા પ્રશ્નમાં તેથી માઠી અસર થાય એવા વિચારથી મહારાજે ખાનને ઢંઢાળવાનો નિશ્રય કર્યાં. “ મુગલા જખરા છે એ માન્યતા પ્રજાના મગજ ઉપસ્થી હમણાં જ કંઈક ભુલાવા લાગી છે અને જો ખાન એનાથી તદ્દન વિરુદ્ધ છાપ પ્રશ્ન ઉપર પાડી જાય તે! આટલા વર્ષની મહેનત અળ જશે. જીવને જોખમે પણ ચમત્કાર તા બતાવ્યે જ છૂટકા છે. જન્મ અને મરણની સત્તા તેા સશક્તિમાને પેાતાના હાથમાં રાખી છે, મરણના ભ્રય તે સાચા હિંદુને ન જ હાવા જોઈ એ. બસ, આ વખતે તે માથા સાટે માજી ખેલવી પડશે. મારે માચે જ મારે આ જોખમદારી લેવી જોઈ એ. હું તો મરણને તરી રહ્યો છું. હિંદુસ્તાનની અને હિંદુત્વની સેવા કરતાં મરવું, એ મારે મન તા સ્વર્ગ છે. ઊભી કરેલી ચેાજના પાર ઉતારવાની જવાબદારી તે મે માથે લીધી છે અને એ કામમાં હું માથું બચાવવા મથું તા ઊભી કરેલી યેજનાને બેવફા નીવડું. મહારાષ્ટ્રના હિંદુઓમાં આવેલા જુસ્સો જો ટકાવી રાખવા હોય તે ખાનને! તાર ઉતારે જ છૂટકા છે. આ બધાં કામા જાત ખચાવીને ન થાય, આવાં કામેાની ખાતર તા જિંદગીને જોખમમાં નાખવી જ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com