________________
૩૦૧
પ્રકરણ ૪ મું]
છે. શિવાજી ચરિત્ર “હું જીવું છું ત્યાં સુધી મારું માનીને મારી ખાતર આદિલશાહી મુલકને કોઈપણ પ્રકારનો ઉપદ્રવ કરતે નહિ.” પૂજ્ય પિતાની માગણી મહારાજે કબૂલ રાખી. પછી સિંહાજી રાજાએ કર્ણાટક જવાની ઈચ્છા જણાવી. મહારાજે શેકાવાને આગ્રહ કર્યો, પણ ઝાઝું રોકાવાય એમ ન હોવાથી જવાને નિશ્ચય કર્યો.
શિવાજી મહારાજે પિતાના માનમાં પનાળાગઢ ઉપર બહુ મોટી મિજબાની આપી. શિવાજી મહારાજે સિહાજી રાજાને જતી વખતે હાથી, ઘોડા, પાલખી, ઝવેરાત વગેરે પુષ્કળ ધન આપ્યું. સાવકી માતાને તથા સાવકા ભાઈને પણ ઝવેરાતના અલંકાર આપ્યા. અલી આદિલશાહને સિંહાજી રાજા સાથે નજરાણું મોકલ્યું. સિંહાજીના મુખ્ય મંત્રી ત્રિબક નારાયણ હણુમંતેને પણ મહારાજે વસ્ત્રાલંકાર તથા કીમતી આભૂષણે આપી નવાજ્યા. સિંહાજી રાજા જવા નીકળ્યા. પિતાપુત્ર ભેટયા, બન્નેની આંખમાં આંસુ આવ્યાં. સિંહાજી રાજાની પાસે રહેનારા નોકરને બોલાવીને મહારાજે બહુ પ્રેમથી કહ્યું કે પિતાજીની ઉંમર થઈ છે. તેમને તમે ખૂબ સાચવજો, તેમની સેવાચાકરીમાં જરાપણ કસર કરતા નહિ. ઘેડા મહીના પછી હું એમનાં દર્શન માટે આવવાને છું. તે વખતે તમારી સેવાચાકરીની કદર કરવાનું ભૂલીશ નહિ.” આખરે છૂટા પડવાનો સમય આવી પહોંચ્યો. સર્વેની આંખમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. મહારાજે પિતાના પગમાં માથું મૂકયું. ડૂસકાં ખાતા પુત્રને પિતાએ પગમાંથી ઉઠાડ અને મેં ઉપર હાથ ફેરવ્યો. બાપથી પણ ન રહેવાયું. એમને પણ ડૂસકાં આવ્યાં. પછી સિંહાજી ચાલી નીકળ્યા.
સિંહાઇ બિજાપુર પહોંચ્યા, અલીને મળ્યા, દીકરાએ આપેલી ભેટ વગેરે બાદશાહને બતાવી અને બાદશાહ માટે મોકલેલું નજરાણું બાદશાહને અર્પણ કર્યું. અને જણાવ્યું કે “આપને સંદેશ શિવાજીને પહોંચાડે છે, અને બાદશાહ સલામત સેપેલું કામ આ સેવક બરાબર કરીને આવ્યું છે.”
૨. ૧૬૬૨ સુધીમાં મહારાજને રાજ્ય વિસ્તાર ઈ. સ. ૧૬પર ની સાલમાં શિવાજી મહારાજના કબજામાં એમની જાગીર મુલક અને તે ઉપરાંત ચાકણ કિલ્લાથી નીરા નદી સુધીને પ્રદેશ પુરંતદર કિલ્લાથી કલ્યાણ સુધીના સર્વે કિલ્લાઓ હતા. તે સાલથી મુલક વધારવાને મહારાજનો પ્રયત્ન ચાલુ જ હતા. એમણે ૧૦ વર્ષ દરમિયાન એટલે ૧૬૬૨ સુધીમાં પિતાના રાજ્યને વિસ્તાર નીચે પ્રમાણે વધાઃ – કલ્યાણથી ગોવા સુધીને મુલક એટલે આખી કાંકણપટ્ટી, ભીમા નદીથી વારણા નદી સુધીને પ્રદેશ, દક્ષિણેત્તર ૧૬૦ માઈલ લાંબા અને પૂર્વ પશ્ચિમ ૧૦૦ માઈલ પહોળા પ્રદેશ. રાયગઢ કિલ્લાને નમૂનેદાર કિલે બનાવી તે રાજધાનીને લાયક કર્યો. મહત્ત્વનાં ખાતાંઓની મુખ્ય કચેરીઓ રાયગઢ ઉપર રાખવામાં આવી. વાઈ કરાડ, કોલ્હાપુરમાં મહારાજનાં થાણાં હતાં. ઘોરડે, દળવી, ઘાટગે, વગેરે સરદાર ઉપર મહારાજનું વજન પડયું. પિતાના મુલકના બંદોબસ્ત માટે ઠેકઠેકાણે મહારાજે નવા કિલ્લાઓ બંધાવ્યા. દરિયાકિનારે પણ માલવણ, સુવર્ણદુર્ગ, રત્નાગિરિ, ખાદેરી વગેરે ઠેકાણે કિલ્લાઓને મજબૂત કર્યા અને સંકટ વખતે ખાસ જરૂર પડે કિલ્લેદારો એક બીજાને મદદ કરી શકે એવી ગોઠવણ કરી. દરિયાઈ વહાણો અને મનવારે એમણે પિતાનાં ઊભાં કર્યા (મ.શિ. રહાણ ). આ વખતે એમની પાસે ૫૦૦૦૦ પાયદળ અને ૭૦૦૦ ડેસ્વારનું લશ્કર હતું.
૩. મધ્યરાત્રે મુગલ છાવણ ઉપર છાપે. શિવાજી મહારાજને ચાકણગઢ લેતાં મુગલ સેનાપતિ ન્હાબ શાહિસ્તખાનને નવ મેજ થઈ ગયા હતા. મહામુસીબતે અને ભારે ભાગ આપીને પણ મુગલેએ એ ગઢ છે, તેથી એમની પણ મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com